________________
[૫૮]
વિશ્વતિ “વિદેહ”ની રાજ્યધાની “વૈશાલી” તત્કાલીન પ્રસિદ્ધ સમૃદ્ધ નગરીઓમાંની એક હતી.
મિથિલાની ચિરસંચિત સમૃદ્ધિ આ સમયે વૈશાલીને પ્રાપ્ત થઈ હતી. એના નિવાસીઓ, વૃજિક અને વિદેહ, દેવ જેવા અદ્ધિશાળી હતા અને વૈશાલી એમની અમરાવતી હતી.
હૈહયવંશના જેન રાજા ચેટકની છત્રછાયામાં વૈશાલી પિતાની ઉન્નતિ અને ખ્યાતિની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી.
વૈશાલીની પશ્ચિમે ગંડકી નદી વહેતી હતી. ગંડકીના પશ્ચિમ તટ પર બ્રાહ્મણકુડપુર, ક્ષત્રિયકુડપુર, વાણિજ્યગ્રામ, કુમારીગ્રામ અને કેલ્લાક સન્નિવેશ વિગેરે અનેક રમણીય ઉપનગરે પિતાની અતુલ સમૃદ્ધિથી વૈશાલીની શેભાને અભૂતપૂર્વ બનાવી રહ્યા હતા.
બ્રાહ્મણકુડપુર અને ક્ષત્રિયકુંડપુર અનુક્રમે એકબીજાની પૂર્વ-પશ્ચિમે હતા. આ બને ઉપનગરના દક્ષિણ અને ઉત્તરમાં બબ્બે વિભાગ હતા. બંને ઉપનગર પાસે પાસે હતા. બને વચ્ચે એક ઉદ્યાન હતું. આ ઉદ્યાન બહુશાલ ચૈત્યના નામથી પ્રસિદ્ધ હતું.
બ્રાહ્મણકુડપુરને દક્ષિણ વિભાગ અર્થાત દક્ષિણ બ્રાહ્મણકુડપુર “બ્રહ્મ પુરી” કહેવાતે હતે. અહિં વિશેષ વસતિ બ્રાહ્મણની હતી.
બ્રહ્મપુરીમાં કંડાલ ગાત્રીય રાષભદત્ત નામે બ્રાહ્મણ રહેતા હતા, જેઓ બ્રહ્મસમાજના નાયક હતા. તેમની સ્ત્રી દેવાનંદ જાલંદર ગેત્રના હતાં. આ દંપતી ભગવાન શ્રી પાર્શ્વનાથના શાસનાનુયાયી જૈન શ્રમણે પાસક હતા.
ક્ષત્રિયકુડપુરના ઉત્તર વિભાગમાં જ્ઞાતક્ષત્રિના લગભગ ૫૦૦ ઘર હતાં. તેમના નાયક કાશ્યપ શેત્રીય રાજા સિદ્ધાર્થ હતા. તેઓ અહિંના સર્વાધિકારસંપન્ન સ્વામી હતાં. આ વિભાગની પ્રજા તેમને “રાજા” તરીકે સંબોધતી.
રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાદેવી વૈશાલીના રાજા ચેટકની બહેન હતા. તેઓ વિશિષ્ટ ગેત્રીય ક્ષત્રિયાણું હતાં. રાજા સિદ્ધાર્થ અને એમનું કુટુંબ તીર્થકર શ્રી પાર્શ્વનાથની શ્રમણપરંપરાના શ્રમણોપાસક હતાં. જે સમયની પરિસ્થિતિનું વર્ણન અહિં કર્યું છે તે સમય વિક્રમ સંવત્સરની પૂર્વેની છઠ્ઠી શતાબ્દિને છે.
આ સમયે “વિશાલી” ભારતવર્ષમાં સમૃદ્ધિને શિખરે વિરાજતું હતું. રાજા ચેટકની બુદ્ધિપ્રભાના ચમકારાથી આ સમસ્ત પ્રદેશ તેમની આજ્ઞામાં હતો. “ગણરાજ્યના તેઓ ચુસ્ત રીતે પાલક હતા. લિચ્છવી અને વૃજિ ગણતંત્રો તેમની આજ્ઞા ખડે પગે ઉઠાવતા. વૈશાલીની શોભા પણું અપૂર્વ હતી. વૈશાલીનું વર્ણન કરતાં ગ્રંથકારે જણાવે છે કે-“ભારતવર્ષને ઉત્તરમાંથી વિંધી છેક બંગાળ સુધીના વિશાળ ક્ષેત્રને ફળદ્રુપ બનાવતી ગંગાનદીને કિનારે લિચ્છવીઓનું આ ગણરાજ આવેલ હતું જેની રાજધાની વૈશાલીમાં હતી. આ લિચ્છવી ક્ષત્રિય સૂર્યવંશી હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com