SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ બીજે પ્રકરણ પહેલું પ્રભુ શ્રી મહાવીરનો પ્રાદુર્ભાવ પર કાજે તરૂર ફળે, પર કાજે જળધાર; પર કાજે સુપુરુષ નરા, કરતા પરઉપકાર. નર નારી પંખી પશુ, ભાવે સુરપતિ દેવ; પર ગુણ કાજે જે હવા, ઋષભ કરે તસ સેવ. આ કાળે ભારતની ધાર્મિક પ્રવૃત્તિ રૂઢી અને આડંબરનું સ્વરૂપ ધારણ કરી રહી હતી, છતાં રાષ્ટ્રાય સ્થિતિ કંઈક સંતોષકારક હતી. અંગ, મગધ, વત્સ, દશાર્ણ, અવન્તિ, સિંધ વગેરે અનેક દેશ આ કાળે રાજ્યસત્તાક હતા, છતાં પણ ત્યાંની પ્રજા અધિકારસંપન્ન અને સુખી હતી. કાશી, કેશલ, વિદેહ વગેરે રાષ્ટ્રમાં રાજાઓના અધિકાર નામના જ હતાં. ત્યાંની રાજયવ્યવસ્થા પ્રજાથી ચૂંટી કઢાએલા પ્રતિનિધિઓ દ્વારા પાર્લામેન્ટરી પદ્ધતિએ ચાલતી. આ રાષ્ટ્રો “ગણરાજ ની પ્રસિદ્ધિને પામ્યા હતા. દરેક રાજ્યકાર્યમાં દેશના શાસકે આ ગણરાજ્યની સલાહ લેતા હતા. તેમજ યુદ્ધ સમયને પ્રસંગે તે રાજાઓ આ ગણરાજ્યની સલાહ વગર એક પણ પગલું ભરતાં ન હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy