________________
[ ૫૬ ]
વિશ્વયોતિ ધર્મના પ્રબળ પુરુષાથી–પ્રચારક બન્યા અને પૂર્વ તેમ જ ઉત્તર ભારતમાં જૈનધર્મને વિજય ધ્વજ રાષ્ટ્ર ધ્વજ તરીકે ફરકાવ્ય.
શ્રી વીર પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા સુધીમાં અને તેમના શાસનની સ્થાપના થતા સુધીમાં કેશીકુમાર ગણધરના પટ્ટધરપણું નીચે શ્રી પાર્શ્વનાથ સંતાની ય આ વિદ્વાન સાધુ સંપ્રદાયના સેંકડે મુનિવરોએ જેન શાસનની સેવા ભારતના સોળે પ્રાંતમાં અખલિત રીતે બજાવવી શરૂ જ રાખી હતી.
કાળે કરી શ્રી કેશીકુમાર ગણધર વયેવૃદ્ધ અવસ્થાએ પહોંચ્યા. તેમણે અંતિમ અવસ્થાએ પિતાની પાટ પર શ્રી સ્વયંભવસૂરિ નામના મુનિની સ્થાપના કરી એક માસના અનશનપૂર્વક સમેતશિખર તીર્થ પર પ્રભુ મહાવીરના વિદ્યમાન કાળે સ્વર્ગવાસ કર્યો.
શ્રી પાર્શ્વનાથ સંતાનીય શ્રી કેશીકુમાર ગણધર અને ભગવાન મહાવીરના મુખ્ય ગણધર અનંતલમ્પિનિધાન શ્રી ગૌતમસ્વામી એ બંનેનો મેળાપ થયે હતું. શ્રી પાર્શ્વનાથસંતાનીય સુનિવર ચાર મહાવ્રતના ધારક હતા જ્યારે ભગવંત મહાવીરે પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી હતી. આ સંબંધી શ્રી ગૌતમસ્વામી અને કેશી ગણધર વચ્ચે વાર્તાલાપ ચાલ્યો હતો અને પરિણામે શ્રી પાર્શ્વનાથસંતાનીય મુનિવરાએ ભગવાન મહાવીરને માર્ગ સ્વીકાર્યો હતો અને તદનુરૂપ ધર્માચરણ કર્યું હતું. શ્રી કેશીકુમાર ગણધર અને શ્રી ગૌતમસ્વામી વચ્ચેનો વાર્તાલાપ આ જ પુસ્તકમાં એક સ્વતંત્ર પ્રકરણ તરીકે આવવાનું હોવાથી તે સંબંધી વિશેષ વિવરણ આ સ્થળે કર્યું નથી. શ્રી કેશીકુમારના વિસ્તૃત જીવનચરિત્ર માટે જુઓ અમારા તરફથી પ્રકાશિત થયેલ મહાન ને અદ્વિતીય ગ્રંથ “સમ્રાટ્ સંપ્રતિ”.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com