________________
વિભુ વધમાન
[૫૫] તેમના સ્વર્ગવાસ બાદ તેમના વિશાળ સમુદાયમાં, આંતરિક ધાર્મિક-વાદ તેમજ આંતરકલહ ઉત્પન્ન થતા કંઈક શિથિલપણું આવ્યું. અધૂરામાં પૂરું આ અજોડ તત્ત્વજ્ઞાની, વાદપારગામી સમુદાયમાં અનેક મુનિરાજેને દક્ષિણના અનેક રાજવીઓ અને રાજ કુળ તરફથી બહુમાન મળવા લાગ્યું અને તેને પરિણામે તેઓ રાજગીની માફક આડંબરધારી બન્યા. “અહિંસા પરમ ધર્મ ના મહાન સિદ્ધાંતના પ્રખર ઉપદેશક મુનિરાજે તરીકેની કર્તવ્યપરાયણતામાં શિથિલતા આવી. પરિણામે તેઓની વિદ્યમાન સ્થિતિમાં જ આ પ્રદેશમાં હિંસા વૃત્તિ જાગૃત થવા લાગી જેના સમાચારે ઉત્તર ભારતમાં વિચરતા શ્રમણાચાર્ય શ્રી કેશ કુમારને પહોંચ્યા. તેમણે તરત જ પિતાના વિદ્વાન શિવેને દક્ષિણ ભારતમાં મોકલી આ સુજ્ઞ સૂરિશ્રીએ બગડતી બાજી સુધારી લીધી. લેહિતાચાર્યના કેટલાક મુનિવરે જેઓ વચ્ચે આંતર મતભેદ ઊભે થયો હતો તેમને પિતાની પાસે ઉત્તર પ્રદેશમાં બોલાવી લઈ ઉત્તર ભારતમાં ધર્મપ્રચારનું કાર્ય જોરદાર બનાવ્યું. શ્રી કેશીકુમારને શ્રી લેહિતાચાર્યના વેદાંતપારગામી વિદ્વાન શિષ્ય સમુદાયને આ પ્રમાણે બહોળો સાથે ને સહકાર મળતા પ્રભાવિક શિષ્યસમુદાય સાથે તેઓએ મેવાડ, માલવા, મારવાડ, મુલતાનાદિ પ્રદેશને ચુસ્ત જૈન ધર્માનુરાગી બનાવવામાં પુરુષાથી પ્રયાસ આદર્યો.
પરિણામે જ્યાં જ્યાં જૈન મુનિરાજને સમુદાય વિહારી બનતે ત્યાં ત્યાં ગામોમાં, ઉદ્યાન આદિ જાહેર વ્યાખ્યાનધામમાં વિરાટ ધર્મસભાઓ મળતી. તેમના તત્વજ્ઞાની વ્યાખ્યાનને રાજાશ્રય મળવા લાગે અને ગ્રામજનતા તેમાં પૂરતી સહકારી બનવા લાગી. આ જાતના કુશળ ધર્મનીતિના ગે અને સમર્થ સાધુ સંસ્થા પર અપૂર્વ કાબૂ ધરાવનાર શ્રી કેશીકુમાર ગણધરના કુશળ સંચાલનના વેગે દક્ષિણ ભારતમાં જે કંઈક અંશે પણ શિથિલતા વ્યાપી હતી તેમાં પૂરતી જાગૃતિ આવી. અને પ્રભુશ્રી પાર્શ્વનાથ સંતાનીયા મુનિરાજોને બહાળે શિષ્યસમુદાય ફરીથી કર્તવ્યપરાયણ બને. - શ્રી કેશીકુમારની સાથે રહેલ શ્રી ગંગાચાર્યે વિદ્વાન ને તેજસ્વી ૫૦૦ શિષ્યસમુદાય સાથે સિંધ-સૌવીર તરફ વિહાર કર્યો. શ્રી યવાચાર્યું કાશી-કોશલ તરફ પ૦૦ શિષ્યના પરિવાર સાથે વિહાર કર્યો. શ્રી અહંનાચાર્યો અંગ, વંગ અને બંગ તરફ ૫૦૦ શિષ્ય સમુદાય સાથે વિહાર કર્યો. શ્રી કાશ્યપાચાર્યે ૫૦૦ શિષ્ય સમુદાય સાથે સંયુક્ત પ્રાંત તરફ વિહાર કર્યો શ્રી શિવાચાર્યે ૫૦૦ શિષ્યસમુદાય સાથે અવંતિ તરફ વિહાર કર્યો.
શ્રી કેશીકુમાર ગણધરે પિતાની સાથે વિદ્વાન, શ્રુતજ્ઞાની, શિષ્યસમુદાયને રાખી મગધ સામ્રાજ્યમાં ચાલતા ભયંકર પશુયજ્ઞના પ્રતિબંધનાર્થ રાજા મહારાજાઓને પ્રતિબંધવાનું મહાન કાર્ય હાથ ધર્યું. તેમના પ્રતિબોધના ફલસ્વરૂપે મહારાજા ચેટક, દધિવાહન, સિદ્ધાર્થ, વિજયસેન, ચંદ્રપાલ, અદિનશત્રુ, પ્રસેનજીત, ઉદાયી, ધર્મશીલ, શતાનીક, જયકેતુ, દશાર્ણભદ્ર અને પ્રદેશી આદિ અનેક સમર્થ રાજવીએ અને જનતા જૈનધર્મપરાયણ બની હતી. આ પ્રમાણે જેના દર્શનની ઊંચ કોટીની સેવા બજાવનાર શ્રી કેશીકુમાર ગણધરના મહાન કાર્યને જાણે કુદરતે અપનાવ્યું ન હોય તે પ્રમાણે આ કાળે જગદુદ્ધારક, કરુણસિંધુ, શાંતિસાગર ચરમતીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામીને જન્મ ધર્ણોદ્ધારક તરીકે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં મહારાજા સિદ્ધાર્થને ત્યાં શ્રી ત્રિશલાદેવીની રત્નકૂક્ષીથી ઈ. સ. પૂર્વે ૪૯ના ચૈત્ર શુદ ૧૩ના પવિત્ર દિવસે ત્રિકાળજ્ઞાની તરીકે થયે. તેમણે ૩૦ વર્ષની યુવાવસ્થાએ સંસારને ત્યાગ કરી, સાડા બાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યા પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, તીર્થંકર પરમાત્મા તરીકે જેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com