SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વજ્યાતિ [ ૫૪ ] શિષ્યસંપ્રદાયે અપાર સંકટા સહન કરી, અનેક રાજસભાએામાં વિદ્વાન શાસ્ત્રીઓ સાથે વાદમાં ઉતરી “ અહિંસા પરમો ધર્મ ”નું સૂક્ષ્મ છતાં રાષ્ટ્રીયકરણ સ્વરૂપ સચાટ મુદ્દાઓ સાથે સમજાવી, અનેક ભાવિક આત્માઓને જૈનધર્મી બનાવવામાં સફલતા પ્રાપ્ત કરી હતી. જેમાં વેદાંતવાદી શાસ્ત્રીએના તેા ખાસ સમાસ થતા હતા કે જેઓ દીક્ષિત જૈન મુનિ બનીને જૈનધર્મના પ્રખર પ્રચારક બનતા. પરિણામે તેની અસર જનસમાજ પર પૂરતી થતી અને જ્યાં જ્યાં તેમને વિહાર થતા ત્યાં ત્યાં જૈનધમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામત. * દક્ષિણ ભારતમાં કર્ણાટક તરફ શ્રી હરિદત્તસૂરિના સમુદાયમાંથી વિહાર કરી ગએલા શ્રી લેાહિતાચાર્ય અને તેમના શિષ્યસમુદાયે કર્ણાટક, તૈલંગ, મહારાષ્ટ્રાદિ દેશમાં વિહાર કરી લગભગ ૬૦૦૦ જેટલા શિષ્ય સમુદાયની પ્રાપ્તિ કરી હતી. આ અવિરત પુરુષાથી આચાર્ય શ્રીના પ્રયાસેાના સુંદર ફળ તરીકે ઉપરોક્ત દેશે પણ અહિંસામય તેમજ ધર્મપરાયણ બન્યા. શ્રીમદ્ લેાહિતાચાનું ઉપરોકત દેશમાં એટલું ખધુ વર્ચસ્વ પ્રખલ હતુ કે, જેના ચાગે દક્ષિણ ભારતમાં તેમના નામની લેાહિત શાખા સ્થાપિત થઇ હતી. ઉત્તર તેમજ દક્ષિણ પ્રદેશેામાં વિશાળ શિષ્ય સમુદાય ધરાવનારા આ બન્ને ધ ક્રાંતિકારી આચાર્યો તથા તેમના શિષ્યસમુદાયના ચેગે એવું એક પણ ગામ કે શહેર નહતું કે જેના પર અહિંસાની પ્રતિભા ન પડી હાય. ૪. વિદેશી મુનિરાજ શ્રી આ સમુદ્રસૂરિના શિષ્યસમુદાયમાં વિદેશી નામના એક પ્રભાવિક જ્ઞાની મુનિરાજ હતા. તેઓએ ૫૦૦ શિષ્યસમુદાય સાથે અવન્તિ તરફ વિહાર કર્યા અને ઉજ્જૈનીના ઉદ્યાનમાં પધાર્યા, જ્યાં જયસેન રાજવી રાજગાદી પર બિરાજમાન હતા. આ રાજવીને બુદ્ધિશાળી અને સંસ્કારી કેશીકુમાર નામે પાટવી રાજકુંવર હતા, જે ઊગતી યુવાનીમાં જ વિદેશી મુનિરાજ અને તેમના શિષ્યસમુદાયના સમાગમમાં આવ્યે હતેા. મુનિરાજશ્રીની પ્રથમ દેશના સાંભળતાં જ કેશીકુમારને વૈરાગ્યની પ્રાપ્તિ થઇ. પરિણામે માતાપિતાની આજ્ઞા મેળવી કેશીકુમારે ખાળબ્રહ્મચારી સ્થિતિએ જ દીક્ષા અંગીકાર કરી. વિનય ગુણધારક શ્રી કેશીકુમારે જ્ઞાનસ્મૃતિના કારણે અલ્પ સમયમાં જ ઊંચકેાટીના શાસ્ત્રાભ્યાસ કર્યો અને શ્રુતગામી બન્યા. તેઓ ટૂંક સમયમાં જ દાદાગુરુશ્રી આ સમુદ્રસૂરિના સમાગમમાં આવતા બાળબ્રહ્મચારી વિનયી શ્રુતગામી પ્રશિષ્યને પોતાના પટ્ટધર બનાવી વયેાવૃદ્ધાવસ્થાએ આ સૂરિએ શ્રી સિદ્ધક્ષેત્ર પર સલેખણાપૂર્ણાંક પદર દિવસનું અનશન કરી સ્વર્ગારહણ કર્યું. X X x ૫. આચાર્ય શ્રી કેશીકુમાર ગણધર અવંતીના પાટવીકુમારે બાળબ્રહ્મચારી તરીકે અનેક પ્રકારની સિદ્ધિએ અને વિદ્યાએ પ્રાપ્ત કરી નિ`ળ જ્ઞાનના પ્રભાવે સૂર્ય સમાન પેાતાનુ જીવન પ્રકાશિત ખનાવ્યું અને પટ્ટધર પદને લાયક જૈન શાસનની અપૂર્વ સેવા બજાવવા માટે વીય ને ફારવવામાં સદાકાળ તત્પરતા રાખી. ખીજી બાજુ દક્ષિણવિહારી શ્રી લેાહિતાચાર્ય જેવા સમર્થ સાથીદાર આચાર્ય શ્રીના સ્વર્ગવાસ થયા. તેઓશ્રી છ હજાર જેટલેા સમર્થ વિદ્વાન શાસ્ત્રપારંગત સમુદાય ધરાવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy