________________
વિભુ વર્ધમાન
[૫૩] રાજવીએ સમર્થ આચાર્યોને શાંતિથી નિષ્પક્ષપાત શાસ્ત્રવાદ વાદી-પ્રતિવાદીરૂપે કરવાની વિજ્ઞપ્તિ કરી. અને દર્શનકારાએ વિદ્વત્તાપૂર્ણ શૈલીથી ધર્મવાદની શરૂઆત કરી.
બન્ને પક્ષના ધર્માચાર્યો વચ્ચે ધર્મવાદમાં તાત્વિકવાદ અતિ મહત્વતાભર્યો બને. રાજસભા, સંસ્કારી રાજવી તેમજ વિદ્વાન શાસ્ત્રીઓ તેમાં લીન બન્યા. જેમાં શ્રી હરિદત્તસૂરિએ ત્રણ દિવસના એકધારા વાદમાં આકર્ષક સિદ્ધાંતાનુસાર પ્રાચીન વેદાંતિક કૃતિઓના આધારે જૈન ધર્મના કર્મવાદી સિદ્ધાંતની સૂક્ષ્મતાપૂર્વક છણાવટ કરી એ હસ્તામલકવત સિદ્ધ કરી આપ્યું કે-યજ્ઞ ક્રિયામાં પશુ બલિદાનને કોઈ પણ સ્થળે ઉલ્લેખ નથી. પરિણામે ભદ્રિક પરિણામી શાંતમૂર્તિ શ્રી લહિત પરિવ્રાજકે પિતાના ૧૦૦૦ સાધુઓ સહિત અતિ ઉલ્લાસથી શ્રી હરિદસૂરિ પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી સદ્દજ્ઞાનના પ્રતિબંધક આચાર્ય બન્યા. આ બનાવથી જેન શાસનનો પ્રભાવ વિસ્તર્યો અને સમસ્ત શ્રાવસ્તીનગર જેનધમી બન્યું. મરુ પ્રદેશમાં રોપાઓલ જેનધર્મના બીજ કાળે કરી વિકસિત બન્યા અને કાળાન્તરે આ પ્રદેશ આદર્શ જેન ભૂમિ બન્યું કે જ્યાં પ્રભુ શ્રી મહાવીરે પોતાના શિષ્ય સમુદાય સાથે વિચરી આ ભૂમિને પાવન કરી હતી.
અજોડ વ્યાખ્યાતા શ્રી લોહિતાચાર્યજી તેમજ તેમના એક હજાર શિષ્ય સમુદાયે શ્રી હદિત્તસૂરિ પાસે રહી નિત્ય ત્રિકાલિક વાંચના મેળવી “અહિંસા પરમો ધર્મ"ના પ્રચારાર્થે તેમજ પશુયજ્ઞના પ્રતિબંધનાથે પ્રબળ પુરુષાથી બન્યા અને તેમણે દક્ષિણ ભારતના એવા પ્રદેશ તરફ વિહાર કર્યો કે જ્યાં પશુયજ્ઞની પરંપરા ચાલુ હતી. - આ પ્રદેશમાં વિચરતા શ્રી હિતાચાર્યજી અને તેમના શિષ્યસમુદાયને ધર્મપ્રચારમાં પૂરતો યશ મળે. અને જ્યાં જ્યાં તેઓ વિચરતા ગયા ત્યાં ત્યાં પશુયજ્ઞ બંધ કરાવવામાં ફલીભૂત થયા એટલું જ નહિ પણ વિદ્વાન શાસ્ત્રીઓ જેઓ યજ્ઞક્રિયાકાંડના ખાસ હિમાયતી હતા તેમના પર પિતાને ધર્મપ્રભાવ પાડી તેમને જેની દીક્ષા આપી મુનિરાજે બનાવ્યા.
આ પ્રમાણે જેનધર્મની અજોડ સેવા બજાવનાર શ્રી હિતાચાર્યજી દક્ષિણ તરફ જૈન ધર્મનો પ્રચાર કરી રહેલ હતા. એવામાં બીજી બાજુ તેમના વૃદ્ધ ઉપકારી ગુરુ શ્રી હરિદત્તસૂરિને પિતાને અંતિમ સમય નજદીકમાં જણાતા તેઓએ પિતાની પાટ પર ઉપર શ્રી આર્ય સમુદ્ર નામના વિદ્વાન આચાર્ય શિષ્યની સ્થાપના કરી, એકવીશ દિવસનું અનશન કરી વૈભારગિરિ પર સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા.
૩. શ્રી આર્યસમુદ્રસૂરિ પ્રભુ પાર્શ્વનાથના ત્રીજા પટ્ટધર શ્રી આર્યસમુદ્રસૂરિ પ્રભાવિક વિદ્યાઓના જ્ઞાતા, શ્રુતજ્ઞાની તેમજ દેત્ય સ્વરૂપે પ્રસરેલ પશુ યજ્ઞક્રિયાકાંડના પ્રખર વિરોધી હતા. માંસ, મદિરા આદિ અત્યાચાર ધર્મના નામે કદાપિ કાળે નભાવી ન જ લેવાય તેવું દ્રષ્ટિબિંદુ ધરાવનારા અને સમર્થ વકતા હતા. તેમને શિષ્ય પરિવાર વિશાળ હતું તેમજ એવા પ્રદેશમાં વિચરતા રહેતા કે, જ્યાં હિંસાદિના પ્રચાર વેગવંતે હતે. તેઓ બંગાલ, ઓરિસ્સા, પંજાબ, મુલતાનાદિ દેશમાં ખાસ વિચરતા હતા. ઉપરોકત દેશમાં વિચરતા વિચરતા આ મુનિરાજે અને તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com