________________
[ પર ]
વિશ્વયાતિ
પ્રકરણ નવમું
ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સતાનીય સાધુસપ્રદાયે બજાવેલ અભૂતપૂર્વ સેવા
૧. શ્રી શુભદત્ત ગણધર
પ્રભુ શ્રી પાર્શ્વનાથના નિર્વાણુ ખાદ તેમની પાટ ઉપર શુભદત્ત નામના જૈનાચાર્ય થયા. તેઓશ્રી પાર્શ્વનાથના ગણધરોમાં મુખ્ય ગણધર હતા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ તેએ શાસનપ્રભાષનાર્થે ભવ્ય જીવેાના ઉદ્ધારક તરીકે પેાતાના વિશાળ શિષ્ય સમુદાય સાથે પ્રબળ પુરુષાથી બન્યા હતા. તેમના શિષ્ય સમુદાય પણ વિશાળ, જ્ઞાની અને શાસન હિતચિ ંતક હતા. તેએએ અંતિમ સમયે પોતાની શિષ્યપરંપરાના ભાર શ્રી હરિદત્તસૂરિ નામના આચાર્યને અર્પિત કરી, શ્રી સિદ્ધાચળ તીર્થ પર એક માસનું અનશન કરી મોક્ષગતિને પ્રાપ્ત કરેલ.
*
X
X
૧. શ્રી હરિદત્તસૂરિ
તેઓશ્રી શ્રુતસમુદ્રના પારગામી, વચન લબ્ધિવાળા, અમૃતતુલ્ય દેશના આપનાર, ઉપશાંત, યશસ્વી, પરોપકારી વિગેરે અનેક ગુણાથી ભૂષિત હતા. તેમના મિલનસાર સ્વભાવથી યજ્ઞકાંડી પ્રખર પડિતા સાથેના વાદવિવાદમાં તેઓ સદાય વિજેતા બનતા હતા. પરિણામે અસંખ્ય પશુ-યજ્ઞા પર કઇક અંકુશ આવ્યા, પરંતુ જ્યાં તેએ અને તેમના શિષ્ય સમુદાય વિચર્ચા નહાતા એવા પ્રદેશમાં પયજ્ઞામાં વૃદ્ધિ થવા લાગી, જે વસ્તુ તેમના જેવા જ્ઞાની માટે મહાન્ કન્યના કારણભૂત ખની. તેઓ પ્રખર પુરુષાર્થ ચેગીની જેમ શ્રાવસ્તિનગરીએ પહોંચ્યા કે જ્યાં યજ્ઞવાદીઓનું પૂરતુ સામ્રાજ્ય હતું. શ્રાવસ્તિ નગરીમાં અદીનશત્રુ નામે સનાતનધમી રાજવી રાજ્ય કરતે હતેા. નગરીના ઉદ્યાનમાં આવી આ વીરાત્માએ સ્થિરતા કરી, અને “ અહિંસા પરમેા ધર્મ ”ના ઉચ્ચ કોટીના તત્ત્વજ્ઞાનાનુસારે એવી રસિકતાથી વ્યાખ્યાન આપવા શરૂ કર્યો કે જેની અસર નગરજનો પર સચેત થઇ; એટલું જ નહિ પણ અદ્દીનશત્રુ રાજવી પણુ “ જ્ઞાની સુગુરુદેવના” વ્યાખ્યાના પ્રત્યે આકર્ષાય. નિત્ય સવારના
આ ઉદ્યાન રાજવી સહ નગરજનાથી ખીચાખીચ ભરાવા લાગ્યું. પરિણામે શ્રેતાએ જૈન ધર્મના સિદ્ધાંતે પ્રત્યે સુદ્રઢ અને અનુરાગી બન્યા. તેવામાં લાભાનુલાભી સજોગોવશાત્ પિરત્રાજક લેાહિતાચા ના નામના સંન્યાસી પેાતાના બહેાળા શિષ્યસમુદાય સાથે એ ઉદ્યાનમાં
આવી ચઢ્યા.
અદીનશત્રુ રાજવી પણ ધાર્મિક વાદના શેખીન અને સ ંસ્કારી હતા. તેના રાજદરબારના અમાત્યે અને કર્મચારીએ પણ હિતચિંતક હતા એટલું જ નહિ પણ આ કાળે શ્રાવસ્તી નગરી પણ ધર્મ પુરી તરીકે પ્રસિદ્ધિ પામેલ હતી જેથી ધ ચર્ચા અને વાદના શોખીન રાજવી
એ રાજદરબારમાં જ સમર્થ આચાર્યો વચ્ચે ધર્માંવાદ કરવાના પૂરતો પ્રખંધ કર્યો. વિદ્વાન પંડિતા, શાસ્ત્રીએ, સન્યાસીએ, રાજદરબારીએ અને નગરજનાથી રાજદરબાર ખીચાખીચ ભરાઇ ગયા અને બન્ને પક્ષના આચાર્યાને યાગ્ય ઉચ્ચસ્થાને યોગ્ય ભદ્રાસના પર સ્થાન આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com