________________
વિભુ વર્ધમાન
[૫૧] અશ્વગ્રીવને પિતાને પરાજય કબૂલ કરી લેવા સૂચન કર્યું પણ ગર્વીઝ અશ્વગ્રીવ કેમ માને? છેવટે ત્રિપૃષ્ઠ તે જ ચક તેના તરફ ફેંકયું, અને અલ્પગ્રીવને શિરચ્છેદ થઈ ગયે. આકાશમાં “જય જય” ને ધ્વનિ પ્રસરી રહ્યો અને દૈવી વાણી થઈ કે આ અવસર્પિણી કાળને પ્રથમ વાસુદેવ “ત્રિપૃષ્ઠ” છે. | સર્વે રાજાઓએ ત્રિપૃષ્ઠની આજ્ઞા સ્વીકારી લીધી અને અડધા ભારતવર્ષને પિતાને આધીન કરીને એણે વાસુદેવનું પદ ધારણ કર્યું.
ચૌરાશી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી, ત્રિપૃષ્ઠ સાતમી નરક ભૂમિમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યસ્થિતિવાળે નરયિક થ.
વીસમો, એકવીસમો અને બાવીસમો ભવ નરકથી નીકળી નયસારને જીવ સિંહ છે. આ ભવમાં તેની હત્યાઓની ગણત્રી કયાંથી થાય? તેના ફળરૂપે ત્યાંથી મરણ પામી ચેથી નરકમાં ગયે. નરકમાંથી નીકળી નયસારના જીવે કેટલાય સમય સુધી સંસારભ્રમણ કર્યું અને અંતે મનુષ્યભવની પ્રાપ્તિ કરી.
તેવીસમા અને વીસમો ભવ તેવીસમા ભવમાં નયસારને જીવ પશ્ચિમ મહાવિદેહની રાજધાની મુકા નગરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવતી રાજા થયે. એણે પિટ્ટિલાચાર્ય નામના આચાર્ય પાસે પ્રવજ્યા લઈ, ચૌરાસી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી, ચોવીસમા ભવમાં તે મહામુક દેવલોકમાં દેવ તરીકે ઉપજે.
પચીસમે અને છવીસમે ભવ દેવભવમાંથી થવી, પચીસમા ભવમાં નયસારને જીવ છત્રા નગરીમાં જિતશત્રુ રાજાને પુત્ર નંદન નામે રાજકુમાર થયે. તે બાલ્યાવસ્થામાં જ રાજ્ય સિંહાસન પર બેઠે અને
વીસ લાખ વર્ષ પર્યત રાજ્ય ભેગવી આખરે પિટ્ટિલાચાર્ય પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. પછી નંદનમુનિએ મહાઘોર તપશ્ચયોએ કરી માસખમણને પારણે માસક્ષમણ કરીને એણે અહંત, સિદ્ધ, ધર્મોપદેશક, બહુશ્રત, તપસ્વી, દર્શન, વિનય, વગેરે પદેથી વશ સ્થાનક તપની આરાધના કરી, તીર્થંકરનામકર્મ ઉપાર્જિત કર્યું. અંતમાં નંદન મુનિએ બે માસનું અનશન કર્યું અને સમાધિપૂર્વક દેહમુક્ત થઈ પ્રાણુત કલ્પના પુર્ષોત્તર વિમાનમાં દેવપદ પ્રાપ્ત કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com