________________
[ ૫૦ ].
વિશ્વતિ
માટે તે અમે જઈશું.” રાજાના રોકવા છતાં પણ કુમારે ગયા અને શાલિક્ષેત્ર પર પહોંચી વનપાલક તેમજ ખેડૂતને પૂછયું-“બીજા રાજા વિગેરે આવીને અહીં કેવી રીતે રક્ષણ કરે છે?” લોકોએ કહ્યું-“કુમાર ! જ્યાં સુધી ખેતરમાં ધાન્ય રહે છે ત્યાં સુધી, ચતુરંગી સેનાને ઘેરો ઘાલી તેઓ અહીં રહે છે, અને સિંહથી લેકની રક્ષા કરે છે. પરંતુ આ પ્રચંડ શક્તિશાળી વનરાજને સામને કરવાની કેઈની પણ હિંમત ચાલતી નથી.” ત્રિપૃષ્ઠ બોલ્ય“એટલા સમય સુધી કે રહે? મને એ સ્થાન બતાવે, જ્યાં સિંહ રહેતે હોય.” લેકેએ ત્રિપૃષ્ઠને સિંહની ગુફાવાળી જગ્યા બતાવી. કુમાર રથમાં બેસી ગુફાના દ્વાર પર પહોંચે. લેઓએ જોરથી શેરબકોર કર્યો એટલે સિંહ ગુફાના દ્વાર પર આવ્યું. સિંહને જોઈને કુમારે વિચાર્યું. આ તે પદાતિ (પગે ચાલવાવાળે) છે અને હું તે રથિક છું. આ વ્યાજબી ન કહેવાય. તરત જ ઢાલ તલવાર સાથે તે રથથી નીચે ઉતરી ગયે, અને ફરી વિચાર કરવા લાગે–આ સિંહ કાંઈ શસ્ત્રસજ નથી, માત્ર નખ જ તેના શસ્ત્રો છે અને હું તે ઢાલ તેમજ તલવારધારી છું, એ પણ ઠીક નહીં, તેથી એણે ઢાલ, તલવાર પણ છેડી દીધી. પરાક્રમી કુમારને આ પ્રમાણે સામના માટે તત્પર દેખી વનરાજ પણ પિતાનું મેં પહોળું કરી તેના પર ત્રાટક્યો. પરંતુ સાવચેત રણધીર ત્રિપૃથ્ય પિતાપર ધસી આવતાં વનરાજના બનને જડબાએને પિચમાં લઈ જીર્ણ વસ્ત્રની માફક ક્ષણમાત્રમાં ફાડી ફેંકી દીધા–સિંહને ઊભે ને ઊભે જ ચીરી નાખે. તે દશ્ય જોતાં જ જનતાએ જોરથી હર્ષનાદ કર્યો.
ત્રિપૂર્ણ સિંહનું ચામડું લઈ પિતાના નગર તરફ ચાલ્યા ગયે. લેકોએ તમામ હકીકત અશ્વગ્રીવને જણાવી. તે ઘણે દ્ધ થયે અને દૂત મોકલીને પ્રજાપતિને કહેવડાવ્યું-“હવે તમે વૃદ્ધ થઈ ગયા છે, તેથી મારી સેવામાં કુમારને મેકલી આપો. તમારે આવવાની જરૂર નથી.” પ્રજાપતિએ કહ્યું-“હું પિતે તમારી સેવામાં આવવા તૈયાર છું” અલ્પગ્રીવે ફુદ્ધ થઈ કહ્યુંતમે મારી આજ્ઞાને અનાદર કર્યો છે, જેથી યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ.”
કુમારોએ આ સમયે પણ દૂતને અપમાનિત કરી કાઢી મૂક્યું. અશ્વગ્રીવે સંપૂર્ણ સન્ય સાથે પિતનપૂર પર ચઢાઈ કરી. ત્રિપુર્ણ વિગેરે પણ પોતાની સેના સાથે દેશની સીમા પર આવી ખડા થયા. બન્ને સેનાઓમાં ભયંકર યુદ્ધ શરૂ થયું, અને પહેલે જ દિવસે યુદ્ધભૂમિ લેહીથી ભીની થઈ ગઈ. નિરપરાધી અનેક જીવને આ સંહાર ત્રિપૃષ્ઠને ઠીક ન લાગે. એણે અધગ્રીવ પાસે દૂત મોકલી કહેવડાવ્યું-“કાલથી હું અને તમે બને જ યુદ્ધમાં પ્રવૃત્ત થઈએ તે ઘણું સારું. નિરપરાધ જેને મારવાથી શું લાભ?”
અધગ્રીવે ત્રિપૂછનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો અને રથમાં બેસી પિતા પોતાના મરચાથી નીકળી બને યુદ્ધ માટે ભેગા થયા. અનેક પ્રકારના દાવપેચથી બન્ને શૂરવીરે ઘણું સમય સુધી લડ્યા છતાં વિજયશ્રી કોઈ પણને ન વરી. અશ્વગ્રીવે જોયું કે સર્વ અસ્ત્રો ખૂટી ગયા છે છતાં પણ ત્રિપૃષ્ઠ પરાજિત થતું નથી. છેવટે તેણે પોતાનું પ્રતિવાસુદેવ તરીકેનું અમોઘ શસ્ત્ર “ચક્રરત્ન” ને યાદ કર્યું. ચક્ર પ્રાપ્ત થતાં જ અશ્વગ્રીવ અતિષિત થયે. તેને ખાત્રી હતી કે હવે ત્રિપૃષ્ઠ અવશ્ય મૃત્યુ પામશે. તેણે ચક્ર તેના પ્રતિ ફેંકયુંપણ સો કેઈના આશ્ચર્ય વચ્ચે ચક્રે પ્રહાર કરવાને બદલે ત્રિપૃષ્ઠને પ્રદક્ષિણ દઈ, તેના હાથમાં થંભી ગયું. ત્રિપૃષ્ઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com