________________
વિભુ વધમાન
મુનિ ત્યાંથી પાછા ફર્યા. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા-હજુ સુધી તે દુરાત્મા મારા પર શેષ ધારણ કરી રહેલ છે. તે પછી વિશ્વભૂતિ સાધુજીવનનું પાલન કરતાં આયુષ્ય પૂર્ણ કરી મહાશુક્ર ક૯પમાં ઉપયા.
અઢાર અને ઓગણીસમે ભવ મહાશુક દેવલેથી ઓવી, નયસારનો જીવ પિતનપુરમાં ત્રિપૃષ્ઠ નામને વાસુદેવ થયે. પોતનપુરનો રાજા પ્રજાપતિ, પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના મંડલિક હતા. પ્રજાપ્રતિ રાજાને બે પુત્ર હતાઃ એક અચલ અને બીજો ત્રિy.
એક સમય પિતનપુરની રાજસભામાં નાટારંભ થઈ રહ્યો હતો. રાજા, બન્ને રાજકુમાર અને સમાજને એમાં મસ્ત થઈ રહ્યા હતા. બરાબર તે સમયે અશ્વગ્રીવને દૂત કાર્યવશ રાજસભામાં આવ્યો. રાજાએ સંભ્રમપૂર્વક દૂતનું સ્વાગત કર્યું અને જલસો બંધ કરાવી, એનો સંદેશ સાંભળવા લાગ્યો.
રંગમાં ભંગ કરનાર દૂત પર કુમાર ઘણે ક્રોધાયમાન થયો. એણે પિતાના સેવકોને કહ્યું. જ્યારે આ દૂત અહીંથી ચાલ્યો જાય ત્યારે મને ખબર આપશે.”
કાર્ય પતાવી સત્કારપૂર્વક રાજાની વિદાય લઈ દૂત રવાના થયો. બન્ને કુમારને એના પ્રયાણના સમાચાર મળતાં એએએ તેની પાછળ જઈ, તેને ખૂબ માર માર્યો. દૂતના સાથીઓ પણ એને છોડી નાસી ગયા.
પ્રજાપતિને જ્યારે આ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે એ ઘણે નાખુશ થયે. દૂત અશ્વગ્રીવને આ ઘટનાના સમાચાર ન આપે તેથી દૂતને આદરપૂર્વક પાછો બોલાવી તેનું ઘણું સન્માન કર્યું. પિતાના રાજકુમારે તે બાળકો છે, તેના આ કૃત્યને મનમાં ન લાવવું વિગેરે કહી તેના મનનું શાંતવન કર્યું અને આ હકીકત અલ્પગ્રીવ પ્રતિવાસુદેવને ન જણાવવા સૂચના કરી. દત માની ગયે; પરંતુ એના સાથીઓ તેની પહેલાં જ રાજા પાસે પહોંચી ગયા, જેથી આ સર્વ હકીકતથી અલ્પગ્રીવ વિદિત થયે.
દૂતના અપમાનની વાત જાણે અશ્વગ્રીવ ઘણે નારાજ થયા અને પિતાના દૂતને અપમાનિત કરનાર અને રાજકુમારોને જાનથી મારવાનો નિશ્ચય કરી લીધે.
અશ્વગ્રીવને કઈ ભવિષ્યવેત્તાએ રહી રાખ્યું હતું કે-“જે મનુષ્ય તમારા ચંડવેગ નામના દૂતને માર મારશે તેમજ શાલિક્ષેત્રના મદાંધ સિંહને વિદારશે, તે જ તમારા મૃત્યુનું કારણ થશે.'
અશ્વગ્રીવે બીજે દૂત મેકલી પ્રજાપતિને કહેવરાવ્યું–તમે શાલી ક્ષેત્રમાં જઈ ત્યાં ઉપદ્રવ કરતાં સિંહને વિદારી શાલિક્ષેત્રની રક્ષા કરે.
પિતાના પુત્રોને ચેતવણી આપતાં પ્રજાપતિએ કહ્યું-“તમેએ દૂતનું અપમાન કરીને અકાલ મૃત્યુને જગાડયું છે. આપણે સમય ન હોવા છતાં પણ શાલિક્ષેત્રની રક્ષા કરવાની આ આજ્ઞા મળી. આ તમારા દ્વત્યનું ફળ છે.” પિતાના સ્વામીની આજ્ઞા શિરોધાર્ય કરીને રાજા સેના સાથે પ્રયાણ કરવા લાગે ત્યારે કુમારએ રાજાને કહ્યું-“આપ અહીં રહે. એ કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com