________________
[ ૪૮ ]
વિશ્વજ્યાતિ
જે પ્રદેશમાં શત્રુના ઉપદ્રવની હકીકત જાહેર કરવામાં આવી હતી, ત્યાં વિશ્વભૂતિ સૈન્ય સાથે જઇ પહોંચ્યા, પરંતુ ત્યાં કંઇ ઉપદ્રવ ન દેખ્યો, યુદ્ધની હિલચાલ પણ ન નીહાળી જેથી વિશ્વભૂતિ જેવા ગયા હતા તેવા જ પાછા ફર્યાં.
વિશ્વભૂતિ મહાર નીકળતાં રાજકુમાર વિશાખનદીએ પુષ્કર ડકોદ્યાનમાં પોતાનું સ્થાન જમાવી દીધુ.
વિશ્વભૂતિ પાછો ફરી રાજમહેલે આવ્યે અને ઉદ્યાનમાં જવા લાગ્યા; ત્યારે દ્વારપાળેએ તેમને રોકી કહ્યું–“ કુમાર ! વિશાખનંદી અંત:પુર સાથે ઉદ્યાનમાં રહેલ છે, જેથી તમે ત્યાં નહીં જઈ શકે! ! ''
હવે વિશ્વભૂતિને જણાયું કે યુદ્ધને સર્ભ-વાસ્તવમાં આ ઉદ્યાનથી બહાર કાઢવાના પ્રપંચ માત્ર હતા. તેણે ક્રોધિત થઇ દ્વાર પર રહેલ એક કોઠાના વૃક્ષ પર જોરથી મુષ્ટિપ્રહાર કર્યા, જેનાથી નીચે પડેલાં કાઠાના કળાથી જમીન ઢંકાઇ ગઇ. એણે દ્વારપાલને કહ્યું-જો પિતાશ્રીનું ગૌરવ ન જાળવતા હત તે હું આ પ્રકારે તમારાં માથાં ઉડાવી દેત !
વિશ્વભૂતિને આ અપમાનથી ઘણા આધાત થયા. અને તે વિરક્ત ખની ઘેરથી નીકળી ગયે અને આ સભૂત વિરની સમીપે જઇ દીક્ષા લઇ સાધુ બન્યા.
રાજા, ચુવરાજ અને ખીજા સ્વજનગણેાએ જઇ વિશ્વભૂતિથી ક્ષમાની પ્રાર્થના કરી; અને ઘેર આવવા આગ્રહ કર્યો, પરંતુ તે પોતાના નિશ્ચયથી ડગ્યો નહીં. વિશ્વભૂતિ પ્રત્રજિત થઇ વિવિધ તપ કરવા લાગ્યો. છઠ્ઠુ અમથી લઇ, માસક્ષમણ સુધીની તીવ્ર તપશ્ચર્યા કરતાં કરતાં દેશવિદેશમાં વિહાર કરવા લાગ્યા.
કાલાંતરે વિશ્વભૂતિ મથુરા ગયા અને માસક્ષમણુની સમાપ્તિ કરી, પારણાને દિવસે નગરમાં ગાચરી માટે ક્રવા લાગ્યા. એ દિવસોમાં કુમાર વિશાખનંદી પણ લગ્ન કરવા માટે ત્યાં આવ્યા હતા; અને પોતાની જાન સાથે રાજમાર્ગ નજીક જઇ રહ્યો હતા. કાળયેાગે વિશ્વભૂતિ ત્યાં થઈ ભિક્ષાચર્ચા માટે જઇ રહ્યા હતા; એને દેખી વિશાખનંદીના સેવકોએ કહ્યું-કુમાર ! આપ આ મુનિરાજને જાણા છે!”
વિશાખનંદીએ કહ્યું–“ નહીં ! ”
સેવકાએ કહ્યું--“એ વિશ્વભૂતિ કુમાર છે!”
વિશ્વભૂતિને દેખતાં જ વિશાખનંદીની આંખેામાં ક્રોધ ભરાઇ આવ્યેા. સરોષ નેત્રોથી તે મુનિને દેખી રહ્યો હતા, એટલામાં એક નવપ્રસૂતા ગાયે વિશ્વભૂતિને શીંગડાના પ્રહારથી ભૂમિ પર પાડી નાંખ્યું.
એ દેખી વિશાખનંદી અને એના સેવકા ખડખડાટ હસી પડ્યા. “એક પ્રહારથી ઘણા કાઠા પાડી નાખવાવાળું તમારું બળ કયાં ગયુ?” મુનિએ આ તરફ જોયુ તા વિશાખન દી તરફ ષ્ટિ પડી. એના મનમાં રહેલ રોષ જાગૃત થઈ આવ્યા. અને ગાયને શીંગડાએથી પકડી ચક્રની પેઠે ઉપર ઘુમાવતાં ખેલ્યા: “દુર્બલ સિંહનું બળ પણ શિયાળીયાએથી નથી ઉલ ધાતું. ” વિશ્વભૂતિના આવા પ્રકારના શૌયથી નિશાખનંદી અને સેવકે ઝંખવાણા પડી ચાલ્યા ગયા.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com