________________
વિષ્ણુ વધમાન
[ ૪૭ ]
કલ્પમાં દેવ થયે. મહેદ્રદેવલાકથી વ્યવ્યા પછી તેણે અનંતાનંત સ'સારભ્રમણ કર્યું, જે ભવ ગણત્રીમાં લેવાયા નથી
X
**
X
ચૌદમા ભવ અને પંદરમા ભવ
ચૌદમા ભવમાં નયસારના જીવ રાજગૃહમાં સ્થાવર નામના બ્રાહ્મણ થયા. એણે પેાતાના ચેત્રીસ લાખ વર્ષોમાંથી અધિકાંશ ગૃહસ્થાશ્રમમાં વ્યતીત કર્યો. અંતમાં પરિવ્રાજક ધર્મ સ્વીકાર કર્યાં; અને આયુષ્યની સમાપ્તિ થતાં બ્રહ્મલેાકમાં દેવ થયે. બ્રાલેાકથી વ્યુત થઈ, એણે કંઈક સમય સુધી અનિયત ભ્રમણ કર્યું, જેથી સ્થૂલ ભવામાં ગણુના નથી કરાઈ.
X
X
X
x
સાળમેા અને સત્તરમે। ભવ
સેાળમા ભવમાં નયસારને જીવ રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજાના ભાઈ વિશાખભૂતિને પુત્ર વિશ્વભૂતિ રાજકુમાર થયા. તે યુવાવસ્થામાં નગર બહાર પુષ્પકર’ડક ઉદ્યાનમાં રહેતા હતા; અને ભાવિલાસમાં જીવન વ્યતીત કરતા હતા. એનુ આ સુખ પટ્ટરાણીની દાસીએથી ન સહાયુ. એએએ રાણીના આગળ વિશ્વભૂતિના સુખવિહાર અને ક્રીડાઓનું વર્ણન કરતાં કહ્યુંરાજ્યના સુખ વૈભવે તેા વિશ્વભૂતિ ભાગવી રહ્યો છે. જો કે કુમાર વિશાખન ંદી રાજાના પુત્ર છે છતાં પણ વિશ્વભૂતિના સુખ-વૈભવા આગળ એનાં સુખ કઈ ગણત્રીમાં નથી. કહેવાને માટે ભલે રાજ્ય તમારું' હોય; પરંતુ એના વાસ્તવિક ઉપભોગ તે વિશ્વભૂતિના જ ભાગ્યમાં લખ્યા છે. '
6.
દાસીઓની વાતેથી રાણીના હૃદયમાં ઈર્ષ્યાગ્નિ પ્રજ્વલિત થયા અને એણે કપગૃહને આશ્રય લીધો. આ ખબર મળતાં રાજા એની પાસે ગયા અને તેને શાંત કરવાની ઘણી કેશિશ કરી. રાણી ક્રોધિત થઈ બોલી-જ્યારે તમારા જીવતા અમારી આ દશા છે તેા પછી અસને ગણશે જ કાણુ ?
રાજાએ ઘણી રીતે સમજાવવા છતાં પણ જ્યારે તે શાંત ન થઈ ત્યારે આ વાત અમાત્ય સુધી પહાંચી અને તેણે પણ ઘણું કહ્યું છતાં સફળતા ન મળી. આખરે અમાત્યે રાજાને સલાહ આપી—“મહારાજ ! દેવીના વચનના અનાદર ન કરો. સ્ત્રીહઠ છે ! કદાચ આત્મઘાત પણ કરી બેસે ! ”
રાજાએ કહ્યું-એને કંઇ ઉપાય નથી ! અમારી કુલમર્યાદા છે કે જ્યાં સુધી પહેલાં પ્રવેશ કરેલા પુરુષ બહાર ન આવે ત્યાં સુધી બીજો પુરુષ ઉદ્યાનમાં પ્રવેશ નથી કરી શકતા. વિશ્વભૂતિ વસંતઋતુ ગાળવા માટે ઉદ્યાનમાં રહ્યો છે. તે બહાર નહિ નીકળે.
અમાત્યે કહ્યું–એના ઉપાય થઈ શકે છે.
બાદ અમાત્યે અજ્ઞાત મનુષ્યેાના હાથથી રાજા પાસે કૃત્રિમ (બનાવટી લેખ પહેાંચાડ્યો. લેખ વાંચતાં જ યુદ્ધયાત્રા જાહેર કરી. આ વાત વિશ્વભૂતિના કર્ણ સુધી પહેાંચી અને તે તુરત ઉદ્યાનથી નીકળી રાજા પાસે ગયા અને રાજાને રાકી, પાતે યુદ્ધયાત્રા માટે ચાલી નીકન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com