________________
[ ૪૬ ]
વિશ્વજ્યાતિ
આવી ઉત્સૂત્રરૂપણાને કારણે મરચીનું સ ંસાર-પરિભ્રમણ અનેકગણુ વૃદ્ધિ પામ્યું. ત્રિદંડી અવસ્થામાં ચેરાસી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મરીચિએ બ્રહ્મલેાકમાં દેવપદ પ્રાપ્ત કર્યું”.
*
X
×
પાંચમા ભવ
બ્રહ્મલેાકમાં દસ સાગરાપમનું આયુષ્ય પૂરું કરી, નયસારને જીવ કેલ્લાગ સન્નિવેશમાં કૌશિક નામના બ્રાહ્મણ થયા. એણે એસી લાખ વર્ષનું આયુષ્ય ભાગવ્યું. પેતાના આ લાંખા જીવનમાં એણે અનેકવિધ કર્યાં કર્યાં અને મરીને ઘણાં ભવ ધારણ કર્યાં.
X
X
X
ઠ્ઠો અને સાતમા ભવ
છઠ્ઠા અને સાતમા ભવમાં નયસારના જીવ છુણા નગરીમાં પુષ્પમિત્ર નામક બ્રાહ્મણ થયે. એનુ આયુષ્ય સીત્તેર લાખ વર્ષોંનું હતું. પોતાના આ દીર્ઘજીવનના અધિકાંશ ગૃહસ્થાશ્રમમાં વીતાવી તે પરિવ્રાજક બન્યા અને આયુષ્ય પૂરું કરી સૌધર્મ દેવલાકમાં દેવ થયા.
x
*
આખે અને નવમા ભવ
દેવલાકથી વ્યુત થઈ નયસારના જીવ ચૈત્ય સનિવેશમાં અગ્નિદ્યુત નામના બ્રાહ્મણ થયે. તે પણુ અંતમાં પરિવ્રાજક બન્યા. અને ચાસઠ લાખ વર્ષનું આયુષ્ય સમાપ્ત કરી, ઈશાન્દેવલાકમાં મધ્યમસ્થિતિના દેવપણે ઉત્પન્ન થયે.
X
X
X
x
દેશમા અને અગિયાર ભવ
ઈશાન દેવલેાકથી વ્યુત થઇ, નયસારના જીવ દશમા ભવમાં મન્દિર સનિવેશમાં અગ્નિભૂતિ નામને બ્રાહ્મણ થયા. અંતમાં તેણે પરિવ્રાજક મતની દીક્ષા લીધી; અને છપ્પન લાખ વર્ષોનું આયુષ્ય સમાપ્ત કરી અગિયારમા ભવમાં સનકુમાર દેવલેકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા.
x
X
*
બારમા અને તેરમા ભવ
સનત્યુમાર દેવલાકથી ચ્યવીને નચસારને જીવ, શ્વેતાંખિકા નગરીમાં ભારદ્વાજ નામક બ્રાહ્મણુ થયા; અને આખરે પરિવ્રાજક બની, ૪૦ લાખ વર્ષોંનું આયુષ્ય પૂર્ણ કરી, મહેંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
* ત્રિદં'ડી મરીચિને પંચ ત્યારબાદ તેમની શિષ્યપરંપરામાં તાપસ સ્વરૂપે પરિણમ્યો, જેમાંથી શાય મતની સ્થાપના થઇ. ત્યારબાદ આ મતમાં પ્રભુ મહાવીરના સમકાળે મહાત્મા મુદ્દે નામના ખોધિસત્વ શાક્ય મુનિ થયા, જેમણે પોતાના નામ પરથી બૌદ્ધ ધર્મની સ્થાપના કરી, જે ધર્માં આજે એશિયા, જાપાન, ચીન અને દૂર દૂરના દેશાંતરામાં પ્રવર્તી રહ્યો છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સખ્યા આજે આશરે ૫૦ કાડતી મનાય છે.
આ પંથના અનુયાયીઓ આજે પણ માંસાહારી હાવા છતાં જૈનદર્શનના પ્રથમ વ્રત પ્રાણાતિપાતવિરમણ સિવાય અન્ય સિદ્ધાંતાનુ બહુધાએ આચરણુ કરે છે.
www.umaragyanbhandar.com