________________
વિભુ વર્ધમાન
[૪૫] લાગ્યા. દીર્ધકાળ સુધી પ્રવ્રજ્યા પાલન કરતા મરિથી મુનિ શ્રમણ માર્ગની કઠિન ક્રિયાઓથી ગભરાઈ ગયા અને સાધુવેશને બદલે એમણે એક નૂતન ત્રિદંડીને વેશ ધારણ કર્યો. હાથમાં ત્રિદંડ, મસ્તક પર શિખા અને છત્ર, પગમાં કાષ્ઠની પાદુકાઓ અને શરીર પર ભગવું વસ્ત્રઆ પ્રમાણે નૂતન વેશ ધારણ કરી. પોતે નિગ્રંથ શ્રમણેથી જુદા પડી ગયા. છતાં તેઓ આ વેશને અંગે પિતાની અશક્તિ જ દર્શાવતા હતા. પિતાને ધર્મોપદેશ સાંભળી જે કોઈ પ્રતિબોધ પામતું તેને દીક્ષા લેવા માટે તેઓ ભગવાન શ્રી ત્રાષભદેવ પાસે જ મોકલતા. મુમુક્ષુ જીને તેઓ કહેતાં કે-સાચો માર્ગ તે ભગવંત કાષભદેવને જ છે. મારાથી તે પ્રમાણે આચરણ થઈ શકતું નથી તેથી જ મેં આ નૂતન વેશ ધારણ કર્યો છે.
એક સમય ચકવતિ ભરતે ભગવંત રાષભદેવને પૂછયું. ભગવન્! આપની આ સભામાં કોઈ ભાવ તીર્થકર છે? ઉત્તરમાં મરીચિ તરફ અંગુલીનિર્દેશ કરતાં પરમાત્માએ કહ્યું
રાજન ! આ ત્રિદંડી, તમારે પુત્ર મરીચિ આ અવસર્પિણી કાળમાં ચાવીસમા “મહાવીર નામના તીર્થકર થશે. એટલું જ નહિં પરંતુ તીર્થકર થયા પહેલાં આ ભારતવર્ષમાં ત્રિપૃષ્ઠ નામક પ્રથમ વાસુદેવ થશે. અને પશ્ચિમ મહાવિદેહમાં પ્રિયમિત્ર નામક ચકવતી થશે, તેમજ અંતમાં આ અવસર્પિણી કાળમાં ભારતવર્ષમાં અંતિમ તીર્થંકર મહાવીર થશે.”
ભગવાનના મુખથી ભાવિ વૃત્તાંત સાંભળી ભરત મરીચિ સમીપ જઈ વંદન કરી બોલ્યા: મરીચિ, હું તમારા આ પરિવ્રાજકત્વને વંદન નથી કરતા પરંતુ તમે અંતિમ તીર્થકર થવાના છે! એ જાણી તમારા ભાવી તીર્થકરત્વને વંદન કરું છું. સંસારમાં જે મહાન પદવીઓ ગણાય છે, તે સર્વ તમને મળી ગઈ છે. તમે આ ભારતવર્ષમાં ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ, મહાવિદેહમાં પ્રિયમિત્ર નામના ચક્રવત્તિ અને આ ભારતવર્ષનાં વર્ધમાન નામક ચોવીશમા તીર્થકર થશે.”
ચક્રવતી ભારતની વાતથી મરીચિ ઘણે પ્રસન્ન થયે. સાથે સાથે તેને પોતાના કુળને મદ થયે. તેણે પોતાની ભુજાનું ત્રણ વાર આસેફેટન કરી ગવીંછ વાણીમાં કહ્યું કે-“અહો! હું પ્રથમ વાસુદેવ, ચક્રવર્તિ અને અંતિમ તીર્થકર થઈશ. હું વાસુદેવોમાં પહેલે, મારા પિતા ચક્રવતીઓમાં પહેલા! અને મારા દાદા તીર્થકરમાં પહેલા! અહે! અહો! મારું કુળ કેવું શ્રેષ્ઠ છે!”
એક સમય મરીચિ બિમાર પડ્યા. તેઓ વિશાળ સાધુ-સમુદાય સાથે વિચરતા હતા, છતાં પણ તેમને અસંયત સમજી શ્રમણએ એમની પરિચર્યા ન કરો. હવે મરીચિને પિતાના અસહાયાવસ્થાનું ભાન થયું. આ માંદગીવાળી અવસ્થામાં તેઓને વિચાર ર્યો કેન્મારે જે શિષ્ય હોય તે તે મારી સારવાર કરે. આ સંબંધી તેમણે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવાના નિર્ણય પણ કર્યો.
એક વખત મરીચિ પાસે કપિલ નામને રાજપુત્ર આવ્યું. તેને મરીચિએ સંસારની અસારતાને ઉપદેશ આપે. કપિલ સંસારથી વિરક્ત બની દીક્ષા લેવા ઉઘુક્ત થયા. ત્યારે મરીચિએ એને ભગવંત પાસે જઈ ચારિત્ર અંગીકાર કરવા કહ્યું. કપિલે કહ્યું-“હું આપના મમાં પ્રવ્રજિત થવા ઈચ્છું છું.. શું આપના મતમાં ધર્મ નથી?” કપિલને આવા પ્રશ્નથી મરીચિએ જણાવ્યું કે મારે યોગ્ય શિષ્ય છે. મરીચિએ કહ્યું- અહીં પણ ધર્મ છે, અને ત્યાં પણ ધર્મ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com