________________
[ ૪૪ )
*
પ્રકરણ આઠમુ મહુાવીર ભગવાનના પૂર્વ ભવા
પહેલા અને બીજો ભવ
પશ્ચિમ મહાવિદેહના એક ગામમાં નયસાર નામે એક રાજ્યાધિકારી હતા. એક સમયે તે રાજાની આજ્ઞા મુજબ જ'ગલમાંથી કાછો લેવા માટે સેવકજના સહિત ગયે, કાર્ય કરતાં મધ્યાહ્ન થયા. બપારના સૂર્ય પોતાની ઉષ્મા વર્ષાવી રહ્યો હતા ત્યારે તે ભેાજન કરવા બેઠા. તે સમયે નયસારને વિચાર સ્ફૂર્યાં કે-આ સમયે કોઇ સાધુ-સંત આવી ચડે તે તેમને ભાજન કરાવી પછી ભાજન કરું. યાદશી માત્રના તાદશીમેન એ કહેવત મુજખ તે સમયે અચાનક જ સાવૃંદ દેખાયું. નયસારના હર્ષના પાર ન રહ્યો.
..
x
વિશ્વજ્યાતિ
સાધુ સમુદાય એક સાની સાથે વિહાર કરી રહ્યા હતા પર ંતુ કારણવશાત્ સાથે આગળ નીકળી જવાથી, તે માર્ગ ભૂલી ભટકતાં ભટકતાં મધ્યાહ્ન સમયે આ પ્રદેશમાં આવી ચઢ્યા. સાધુ-મુનિરાજોને જોતાં જ તે આદરપૂર્વક તેમની પાસે ગયા અને વિજ્ઞપ્તિ કરી પોતાના પડાવ પાસે લાવ્યેા. આહાર-પાણીથી ભાવપૂર્વક એમનું આતિથ્ય કર્યું. પછી તડકા નરમ પડતાં જ નયસારે વિજ્ઞપ્તિ કરી કે-ચાલા મહારાજ ! આપને ચેાગ્ય માર્ગે ચઢાવુ.
તે આગળ ચાલ્યા અને સાધુગણ એની પાછળ! માર્ગમાં ચાલતાં ચાલતાં ગુરુએ નયસારને ચેાગ્ય જીવ જાણી, ધર્મોપદેશ કર્યા. નયસારે મુનિવરોને માર્ગ બતાવ્યે તે મુનિવરાએ તેને આત્માના સાચા માર્ગ મતાન્યેા. ભદ્રિક નયસારના જીવને તે ઉપદેશ ગમી ગયા અને તે પ્રમાણે આચરણ શરૂ કર્યું. તેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું; અને જીવનપર્યંત ગુરુપદેશ પ્રમાણે અનુસરણ કરતાં એણે પોતાનુ જીવન સફળ કર્યું..
ખીજા ભવમાં નયસારના જીવે સૌધ કલ્પમાં પાપમની આયુસ્થિતિવાળુ દેવપદ પ્રાપ્ત કર્યું.
X
ત્રીજો અને ચાથા ભવ
દેવગતિનુ જીવન પૂર્ણ કરીને નયસારના જીવ ત્રીજા ભવમાં ચક્રવર્તિ ભરતના પુત્ર રિચી નામક રાજકુમાર થયા.
એક સમય ભગવાન્ ઋષભદેવ પુરિમતાલ નગરીના ઉદ્યાનમાં પધાર્યા. મહારાજા ભરત પોતાના પરિવાર સાથે ભગવાનને વ ંદન કરવા અને ધર્મોપદેશ સાંભળવા આવ્યા.
ભગવાને વૈરાગ્યજનક ધર્મદેશના દીધી, જે સાંભળી મરીચિ સંસારથી વિરક્ત થઈ ગયા. અને અનેક રાજપુત્રો સાથે પરમાત્મા પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી ભગવાન સાથે વિચરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com