________________
વિભુ વધમાન
[૪૩] ધરણે અવધિજ્ઞાનથી આ હકીકત જાણ, પરમાત્માના કાઉસગ્ય સ્થાને આવી ઉપસર્ગનું નિવારણ કર્યું અને મેઘમાલીને ઉપાલંભ આપતાં તે પણ પરમાત્માને પ્રણામ કરી, પિતાના અપરાધની માફી માગી સ્વસ્થાને ગયે હતો.
ભગવંત શ્રી પાર્શ્વનાથ સ્વામીના નિવાણ પછી પવિત્ર આર્યાવર્તની ભૂમિમાં વૈદિક સંપ્રદાયેનું જોર વૃદ્ધિગત થયું. વેદવાકને વિપરીત અર્થ કરવામાં આવ્યો. યજ્ઞ-યાગને નામે પશુહિંસા થવા લાગી અને જિદ્વાલોલુપતાને કારણે આ પશુહિંસા એટલા પ્રમાણમાં વૃદ્ધિ પામી ગઈ કે જેથી જનતામાં ચારે કોર હાહાકાર મચી ગયે.
દેવ-દેવીઓની પ્રસન્નતાને કારણે વૈદિક ધર્મગુરુઓ પણ આ ક્રિયાને ઉત્તેજન આપવા લાગ્યા અને ધીમે ધીમે રાજપુરોહિતો પણ યજ્ઞ-યાગમાં ભાગ લેવા લાગ્યા. કેટલાક રાજવીઓ પણ દેવની મહેરબાની પ્રાપ્ત કરવાની આશાથી હિંસક યજ્ઞ યાગમાં જોડાયા. આર્યાવર્તના ચારે ખૂણામાં હિસાનું મહાન તાંડવ મચી રહ્યું. જો કે જૈન મુનિએ અને ઉપદેશકે આ પ્રકારની હિંસા સામે પિતાને પ્રચાર કર્યો, પણ રાજસત્તા અને ઈતર સંપ્રદાયના વિશેષ બળ પાસે તેઓને પ્રયાસ સંપૂર્ણ સફળ ન નીવડ્યો.
જનતા ધર્ણોદ્ધારકની આતુરતાપૂર્વક રાહ જોતી હતી. સૌ કોઈ મનમાં આવા પ્રકારની હિંસા સામે ધૃણુ દર્શાવતા હતા, પરંતુ હિંમતપૂર્વક આગળ આવવા કોઈ તૈયાર થતું ન હતું. આવા સંક્રાંતિ કાળે ભગવાન મહાવીરનો ક્ષત્રિયકુંડ નગરમાં જન્મ થયે, જેને લગતું વિશેષ વર્ણન હવે આ પછીના ખંડમાં વાંચીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com