SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ જ્યોતિ આપના શાસનકાળમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, બલભદ્ર બલદેવ, જરાસંધ નામના નવમા પ્રતિવાસુદેવ થયા, જેમના વિસ્તૃત ચરિત્રનું વર્ણન ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના આઠમાનવમા પર્વમાં આપવામાં આવેલ છે. આપના શાસનાંતરમાં ૧૨ મા બ્રહ્મદત્ત નામના ચક્રવતી થયા હતા. (૨૩) શ્રી પાર્શ્વનાથ તીર્થકર શ્રી પાર્શ્વનાથ તીર્થંકર પ્રાણત દેવકથી વીને, ચૈત્ર વદ ૪ના રોજ વારાણસી(કાશી)નગરીના અશ્વસેનરોજાની વાયારાણીની રત્નકૂક્ષીમાં અવતીર્ણ થયા. ક્રમશ: પૌષ વદ ૧૦ ના દિવસે પ્રભુને જન્મ થયે. નવ હાથ પ્રમાણ દેહમાન, નીલવર્ણ, સર્પના લંછનયુક્ત શરીર હતું. પાણિગ્રહણ સંસ્કાર પછી પ્રભુએ પૌષ વદ ૧૧ ના રોજ ૩૦૦ પુરુષની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. ચૈત્ર વદ ૪ ના દિવસે પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૬૦૦૦ આર્યદત્તાદિ મુનિઓ, ૩૮૦૦૦ પુષ્પચૂલાદિ સાધ્વીઓ; ૧૬૪૦૦૦ શ્રાવકે તેમ જ ૩૭૭૦૦૦ શ્રાવિકાઓ આપના સંપ્રદાયમાં હતાં. સે વરસનું આયુષ્ય પૂર્ણ કરીને શ્રાવણ શુદિ અષ્ટમીના દિવસે સમેતશિખર પર પ્રભુ નિર્વાણપદને પામ્યા. આપનું શાસન અવિચ્છિન્ન રીતે ૨૫૦ વર્ષ સુધી ચાલુ રહ્યું હતું. શ્રી પાર્શ્વનાથ ભગવંતની કુમારાવસ્થામાં કમઠ નામનો તાપસ વારાણસી નગરીના ઉદ્યાનમાં આવ્યા હતા. તે દુષ્કર તપશ્ચર્યા કરતો. પંચાગ્નિ સળગાવી તેની વચ્ચે બેસી આતાપના લેતે. લેકે તેના પ્રત્યે આકર્ષાયા, પ્રતિદિન હજારે લે કે તેની ભક્તિ કરવા લાગ્યા. એક વખત પાર્શ્વકુમાર ગેખમાં બેઠા બેઠા નગરચર્યા જોઈ રહ્યા હતા તેવામાં લોકોને વસ્ત્રાભૂષણથી સજજ થઈ. વિવિધ સામગ્રીઓ સાથે નગર બહાર ઉદ્યાન તરફ જતા જોઈ તે સંબંધમાં પૃછા કરતાં કમઠ તાપસ સંબંધી સર્વ હકીકત જાણવામાં આવી એટલે લેકને સન્મા વાળવાની કરુણા ભાવનાથી પ્રેરાઈને શ્રી પાર્શ્વકુમાર પણ પરિવાર સાથે ઉદ્યાનમાં ગયા. કમઠ તાપસ પંચાગ્નિ સળગાવીને આતાપના લઈ રહ્યો હતે. પાસે બળતા મોટા લાકડામાં એક સર્ષ અર્ધદગ્ધ થઈ રહ્યો હતે. પરમાત્માએ અવધિજ્ઞાન દ્વારા તે હકીકત જાણી, કમઠ તાપસને તે સંબંધમાં સૂચના કરી. તપશ્ચયો અને લેકેના આદર-સત્કારથી ગવષ બનેલા કમઠ તાપસે તે હકીકતની હાંસી ઉડાવી એટલે પરમાત્માએ પોતાના સેવક દ્વારા તે લાકડું ફડાવી તેમાંથી બળતા સાપને બહાર કઢાવ્યું અને અંતિમ અવસ્થાએ પહોંચેલા તે સર્પને સેવક સુખદ્વારા જ “નવકાર મહામંત્ર” સંભળાવ્યો, જેના પ્રભાવથી મૃત્યુ પામીને તે સર્ષ ધરણે થયે. શ્રી પાર્શ્વકુમાર દ્વારા આવી રીતે વિશાળ જનસમૂહની હાજરીમાં પિતાને પરાજ્ય થયો હિાવાથી કમઠ તાપસ ઘણી લજજા પામ્યું અને સાથોસાથ પાશ્વકુમાર પ્રતિ મનમાં અતિ રેષ પણું ધારણ કરવા લાગ્યો. ઉગ્ર તપશ્ચર્યાને કારણે મૃત્યુ પામી તે મેઘકુમાર નિકયમાં દેવ થો અને ભગવંત શ્રી પાર્શ્વકુમાર દીક્ષા લીધા પછી અવનીતલ પર વિચરી રહૃાા હતા ત્યારે પણ સાત અહેરાત્રિ પર્યત અખંડ મેઘ-ધારા વર્ષાવી ભગવંતને ઉપસર્ગ કર્યો હતો, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy