________________
વિભુ વર્ધમાન
પદ્મિનીખંડ નગરમાં જૈન ધર્મમાં રત જિનધર્મ નામને શ્રાવક હતે. સાગરદત્ત નામને શ્રેષ્ઠી તેને ગાઢ મિત્ર હતું. ભદ્રિકપણને કારણે તે હંમેશા જિનધર્મની સાથે જિનચે તેમ જ ઉપાશ્રયમાં સાથે જ. એકદા તેણે મુનિરાજના મુખેથી સાંભળ્યું કે-“જે કઈ પ્રાણી અરિહંત પરમાત્માનું બિલ ભરાવે તે બીજા ભવમાં સંસારને નાશ કરનાર ધર્મ અવશ્ય પામે.” આ પ્રમાણે સાંભળીને તે સાગરદત્ત સુવર્ણની અત્ પ્રતિમા કરાવીને સ્થાપન કરી પરંતુ સમકિતને પ્રાપ્ત કર્યા વિના, સ્વભાવથી દાન કરવાના સ્વભાવવાળો અને દ્રપાર્જનમાં તૃષ્ણાવાળે તે મૃત્યુ પામીને આ તમારે અશ્વ થયો છે. હે રાજન! આ અશ્વને પ્રતિબોધ કરવાના આશયથી જ અમે અહીં ભૃગુકચછપુરે દીર્ધ વિહાર કરીને આવ્યા છીએ. પૂર્વજન્મમાં કરાવેલ જિનપ્રતિમાને કારણે તે પ્રતિબંધ પામે છે.”
આ પ્રમાણે હકીકત સાંભળીને જિતશત્રુ રાજાએ તે અશ્વને સ્વતંત્ર કર્યો. અવે પણ ભક્તિભાવથી અનશન સ્વીકાર્યું. ત્યારથી જગતને વિષે અધાવધ તીર્થ પ્રસિદ્ધિને પામ્યું છે.
શ્રી મુનિસુવ્રત ચરિત્રને અંગે અવશ્ય વાંચે અમારૂં શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર.
(૨૧) શ્રી નમિનાથ તીર્થકર શ્રી નમિનાથ તીર્થકર અપરાજિત દેવલોકમાંથી ચવીને આસો સુદ ૧૫ ના દિવસે મિથિલાનગરીના વિજયરાજાની પ્રારાણની રત્નકૂક્ષીથી અવતીર્ણ થયા. શ્રાવણ વદ ૮ ના દિને ક્રમશ: પ્રભુનો જન્મ થયો. પ્રભુનું દેહમાન ૧૫ ધનુષ્યનું હતું. સ્પામ કમલના લંછનથી શોભિત સુવર્ણ વર્ણ યુક્ત શરીર હતું. પાણિગ્રહણદિ સંસ્કાર થયા પછી રાજપદને ભેગ કરી, આષાઢ વદ ૯ ના દિને એક હજાર પુરુષની સાથે પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું. માગશર સુદ ના ૧૧ દિને પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૨૦૦૦૦ કુંભાદિક મુનિઓ, ૪૧૦૦૦ અનિલાદિ આર્થિકાઓ, ૧૭૦૦૦૦ શ્રાવકે અને ૩૪૮૦૦૦ શ્રાવિકાઓ પ્રભુના સંપ્રદાય-શાસનમાં હતા. ૧૦૦૦૦ વરસનું સયુષ્ય પૂર્ણ કરી વૈશાખ વદ ૧૦ દિને શ્રી સમેતશિખર ઉપર પ્રભુ નિર્વાણ પામ્યા. ૫૦૦૦૦૦ વર્ષ સુધી આપનું શાસન પ્રવર્તમાન રહ્યું હતું.
આપના શાસનાંતર કાળમાં જય નામના ચક્રવર્તી રાજા થયા હતા.
(૨૨) શ્રી નેમિનાથ તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુ અપરાજિત દેવકથી આવી, કાર્તિક વદ ૧૨ ના રોજ શૌરિપુરનગરના સમદ્રવિજય રાજાની શિવાદેવી રાણીની કુક્ષીમાં અવતીર્ણ થયા. ક્રમશ: શ્રાવણ સુદ પાંચમના દિવસે પ્રભુને જન્મ થયો. પ્રભુના શરીરનું માન દશ ધનુષ્ય પ્રમાણ હતું. શ્યામવર્ણ, શંખલંછનયુક્ત શરીર હતું. કુમારાવસ્થામાં જ પ્રભુએ શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે એક હજાર પુરુષ સાથે દીક્ષા અંગીકાર કરી. આ વદિ ૦))ને દિવસે પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૮૦૦૦ વરદત્તાદિ મુનિઓ, ૪૦૦૦૦ ક્ષદિન્નાદિ આર્થિકાઓ, ૧૭૯૦૦૦ શ્રાવકે, ૩૩૯૦૦૦ શ્રાવિકાઓ પ્રભુના શાસન સંપ્રદાયમાં પ્રવતિત હતા. એક હજાર વરસનું સવોયુષ્ય પૂર્ણ કરી, આષાઢ સુદ ૮ ના દિને ગિરનાર પર્વત ઉપર પ્રભુએ મોક્ષપદ પ્રાપ્ત કર્યું. ૮૩૭૫૦ વર્ષ સુધી આપનું શાસન ચાલતું રહ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com