________________
[૪૦]
વિશ્વતિ (૧૯) શ્રી મલ્લિનાથ તીર્થકર શ્રી મલ્લિનાથ તીર્થકર ભગવાન જયંત નામના વૈમાનિક દેવલેથી એવીને, ફાલ્ગન સુદ ૪ ના દિવસે મિથિલાનગરીના કુંભારાજાની રાણી પ્રભાવતીની કુક્ષીમાં અવતીર્ણ થયા. ક્રમશ: માર્ગશીર્ષ સુદ ૧૧ ના દિને ભગવાનને કન્યારૂપે જન્મ થયે. પ્રભુનું દેહમાન ૨૫ ધનુષ્ય પ્રમાણુ, શરીર નીલવર્ણ અને કલશ ચિહ્નથી શેભાયમાન થયેલું હતું. કુમારાવસ્થામાં જ માર્ગશીર્ષ સુદ ૧૧ ના દિવસે ૩૦૦ સ્ત્રિની સાથે ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું. પ્રભુને માર્ગશીર્ષ સુદ ૧૧ ના દિને જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ૪૦૦૦૦ મુનિઓ, ૫૫૦૦૦ બિંદુમતિ આદિ આર્થિકાઓ, ૧૮૩૦૦૦ શ્રાવકે અને ૩૭૦૦૦૦ શ્રાવિકાઓના પ્રભુને શાસનસંપ્રદાયમાં સમ્મિલિત થયા હતા. ૫૫૦૦૦ વર્ષનું સવોયુષ્ય પૂર્ણ કરી, ફાગુન સુદ ૧૨ દિને પ્રભુ શ્રી સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા. આપનું શાસન ૫૪૦૦૦૦૦ વર્ષ સુધી અવિચ્છિન્નતાથી પ્રચલિત રહ્યું હતું. તીર્થકર હંમેશાં પુરુષરૂપે જન્મતા હોય છે, છતાં શ્રી મલ્લિનાથ સ્ત્રીરૂપે તીર્થકર થયા તે અપ્સરાભૂત ગણાય છે.
' (૨૦) શ્રી મુનિસુવ્રત તીર્થકર શ્રી મુનિસુવ્રત તીર્થકરે પ્રાણત દેવકથી ઓવી, શ્રાવણ સુદ ૧૫ ના દિવસે રાજગૃહી નગરમાં સુમિત્ર રાજાને ત્યાં પદ્માવતીની રત્નકૂલીમાં અવતાર લીધે અને કમથી જેઠ વદ ૮ના દિવસે તેમને જન્મ થયો. ૨૦ ધનુષ્યનું તેમનું દેહમાન હતું. શરીરને શ્યામ વર્ણ, કચ૭૫ લંછન હતું. લગ્ન થયા બાદ સર્વ રાજસમંદાને ભેગા કરી, ફાગણ સુદ ૧૫ ને દિવસે એક હજાર પુરુષ સાથે તેમણે દીક્ષા લીધી. પ્રભુને ફાગણ વદ ૧૨ ને દિવસે કેવળજ્ઞાન થયું. ૩૦૦૦૦ ઈંદ્રાદિક મુનિ, ૫૦૦૦૦ પુષ્પમતી આદિ આર્થિકાઓ, ૧૭૨૦૦૦ શ્રાવક, ૩૫૦૦૦૦ શ્રાવિકાઓ આટલાં પ્રભુને પરિવાર હતો. ૩૦૦૦૦ વર્ષનું સર્વોયુષ્ય ભેગવીને, જેઠ વદ
ના દિને પ્રભુજી સમેતશિખર પર્વત ઉપર નિર્વાણ પામ્યા. ૬૦૦૦૦૦ વર્ષ સુધી આપનું શાસન જયવંત રીતે પ્રવર્તમાન રહ્યું હતું.
પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં “અધાવધ” તીર્થની ઉત્પત્તિ થઈ, તેને લગતી હકીકત નીચે પ્રમાણે છે
પરમાત્મા વિહાર કરતાં કરતાં ભૃગુકચ્છ (હાલનું ભરુચ) આવ્યા. પરમાત્માની દેશના સાંભળવા માટે જિતશત્રુ રાજવી અશ્વ પર ચડીને આવ્યું. કલેશને નષ્ટ કરનારી પરમાત્માની અમેઘ દેશના સાંભળીને રાજા તેમજ અશ્વ બંને રોમાંચિત થઈ ગયા.
દેશનાને અંતે ગણધરભગવંતે પરમાત્માને પ્રશ્ન કર્યો કે–હે પ્રભુ! અત્યારે આ સમવસરણમાં કોણ પ્રતિબોધ પામ્યું છે? પરમાત્માએ જવાબ આપે કે-આજે જિતશત્રુ રાજાના અશ્વ સિવાય કોઈ પણ પ્રતિબંધ પામેલ નથી. આવી આશ્ચર્ય ઉપજાવે તેવી હકીકત સાંભળી જિતશત્રુ રાજાએ ભગવંતને પ્રશ્ન કર્યો કે–આ અશ્વ કોણ છે? અને તે કઈ રીતે ધર્મ પામ્યું? પરમાત્માએ જણાવ્યું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com