________________
વિભુ વર્ધમાન
[૩૯] ૬૨૦૦૦ ચકયુદ્ધાદિ મુનિઓ, ૬૧૬૦૦ આર્થિકાઓ, ૧૯૦૦૦૦ શ્રાવકો, ૩૯૩૦૦૦ શ્રાવિકાઓ આટલે સમુદાય સહિત ધર્મપ્રવર્તનને સંપ્રદાય ચાલતો હતો. એક લાખ વરસનું સવયુષ્ય પૂર્ણ કરી, ભગવાને જેઠ વદ ૧૩ ના દિવસે શ્રી સમેતશિખરજી પર નિવણ પદ પ્રાપ્ત કર્યું. આપનું શાસન અર્ધા પાપમ સુધી અવિચ્છિન્નતયા ચાલતું રહ્યું, જેના પ્રભાવે આપના સમયે મિથ્યાત્વી તથા પાખંડી લેકોનું જોર બહુ ઓછું થઈ ગયું હતું.
(૧૭) શ્રી કુંથુનાથ તીર્થકર શ્રી કુંથુનાથ તીર્થકર સર્વાર્થસિદ્ધ વૈમાનિક દેવકથી ચવીને શ્રાવણ વદ ૯મીના દિવસે હસ્તિનાપુરના રાજા શૂરરાજાની શ્રીદેવી રાણીની રત્નકૂફીમાં અવતીર્ણ થયા. વૈશાખ વદ ૧૪ ના દિવસે પ્રભુએ જન્મ લીધે. પ્રભુનું દેહમાન ૩૫ ધનુષ્ય જેટલું, પીતવર્ણ, બકરાના ચિન્હથી સુશોભિતે સુંદર શરીર હતું. પાણિગ્રહણ વિધિ બાદ રાજપદ અને ચકવતી પદ બંનેને વૈભવ ભોગવીને, વિશાખ વદ પાંચમના દિને એક હજાર પુરુષો સાથે ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું. તપાદિક ભાવનાઓથી નિર્મળ બનીને ચૈત્ર સુદ ૩ ના દિવસે ભગવાને કેવલ્યજ્ઞાન પ્રશ્ન કર્યું. ૬૦૦૦૦ સ્વયંભૂ મુનિઓ, ૬૦૬૦૦૦ દામની આદિ આર્થિકાઓ, ૧૭૯૦૦૦૦ શ્રાવકે, ૩૧૧૦૦૦ શ્રાવિકાઓને બહોળો સંપ્રદાય ચાલુ રહ્યો. ૫૦૦૦ વરસનું સર્વાયુષ્ય ભગવીને વૈશાખ વદ ૧ ના દિને શ્રી સમેતશિખર ઉપર આપ નિર્વાણ પામ્યા. ૧/૪ પલ્યોપમ કાળ પર્યત આ૫નું શાસન અવિચ્છિન્નપણે ચાલતું રહ્યું હતું. આપે તીર્થકર તેમજ ચક્રવતી બંને પદને ઉપભેગ કર્યો હતે.
(૧૮) શ્રી અરનાથ તીર્થંકર ભગવાન શ્રી અરનાથ તીર્થકર નવમા ગ્રેવેયક દેવકથી અવી, ફાલ્ગન સુદ ૨ ના દિવસે હસ્તિનાપુરના સુદર્શન રાજાની પટ્ટરાણી દેવીરાણીની રત્નકૂલીમાં અવતીર્ણ થયા. ક્રમશ: મૃગશર સુદ ૧૦ મીના દિને તેમનો જન્મ થયો. પ્રભુનું દેહમાન ૩૦ ધનુષ્ય પ્રમાણ હતું. શરીરની કાંતિ સુવર્ણવર્ણ હતી. નંદાવર્તન લંછનથી શરીર સુશોભિત હતું. પાણિગ્રહણના પવિત્ર સંસ્કાર થયા બાદ પ્રભુએ રાજપદ તેમજ ચક્રવતી રાજાનું પદ ગ્રહણ કરી, માગશર સુદ ૧૧ના દિને એક હજાર પુરુષોની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુને કારતક સુદ ૧૨ ના દિવસે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. ૫૦૦૦૦ કુંભાદિ મુનિઓ, ૬૫૦૦૦ રક્ષિતાદિ આચિંકાઓ, ૧૮૪૦૦૦ શ્રાવકે અને ૩૦૨૦૭૦ શ્રાવિકાઓનો પરિવાર હતે ૮૪૦૦૦ વર્ષનું સયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર પર માગશર સુદ ૧૦ મીના દિને પ્રભુજીએ નિવણ પદ પ્રાપ્ત કર્યું. એમનું શાસન એક હજાર કોડ વર્ષ સુધી ચાલતું રહ્યું હતું. પ્રભુ અરનાથજી પણ ઉપરના શ્રી કુંથુનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની જેમ જ તીર્થકર તેમ જ ચક્રવતી પદ એમ દ્વિ-પદવીધારક હતા.
આપના શાસનાંતરમાં પુરુષપુંડરીક નામના છઠ્ઠા વાસુદેવ, આનંદ બલદેવ અને બલી નામના પ્રતિવાસુદેવ થયા. તેમજ આઠમાં અભૂમ નામના ચક્રવર્તિ રાજા થયા, જેની કથા જૈન શાસ્ત્રોમાં બહુ જ વિસ્તારથી લખેલી છે. સુભૂમ ચકવર્તિ બાદ એ જ કાળમાં દત્ત નામના સાતમા વાસુદેવ, નંદ નામના બલદેવ અને પ્રહાદ નામના પ્રતિવાસુદેવ થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com