________________
[૩૮]
વિશ્વતિ લપાઈ ગયે અને મનુષ્ય ભાષામાં રાજવી પાસે અભયદાન માગવા લાગે. તેવામાં તે એક
યેન (બાજ) પક્ષી ત્યાં ધસી આવ્યું અને રાજાને ઉદ્દેશીને બે કે-હે રાજન! મારા ભક્ષ્યને મૂકી ઘો. રાજવીએ કહ્યું કે આ પારે મારા શરણે આવેલું છે તેથી તે હું તને સેંપીશ નહીં. વળી તારા પ્રાણનું ધારણું તે બીજા ભેજનથી પણ થઈ શકશે, પણ જીવહિંસા કરીને કાયાનું પોષણ કરવું તે તે નરકગતિને સામા ચાલીને બેલાવવા જેવું કાર્ય છે. શ્યને જવાબ આપે કે–હે રાજન ! હું સુધાથી પીડા પામેલ છું. તમે પારેવાની પીડાનું મારા પાસે વર્ણન કરે છે પણ મારી ક્ષધા-પીડા દૂર કરવા માટે કેમ કંઈ કરતા નથી? હું પક્ષીઓનું માંસ ખાનારો છું. બીજું ભેજન મને ફાવતું નથી તેમ ભાવતું પણ નથી માટે મને મારો લક્ષ્ય આ પારેવે સુપ્રત કરે, જેથી સુધાથી પીડાતે મારે આત્મા તૃપ્ત થાય. મેઘરથ રાજવીએ કહ્યું કે હે યેન ! તું આકુળવ્યાકુળ ન થા. જે તારે માંસનું જ ભક્ષણ કરવું હોય તે હું તને પારેવાને બદલામાં મારા શરીરમાંથી માંસ આપું, પણ મારા શરણે આવેલા પારેવાને તે હું તને નહીં જ સોંપું. સ્પેન પક્ષીએ તે બાબતમાં સંમતિ આપી.
તરત જ ત્રાજવા-તેલાં મગાવવામાં આવ્યા. એક છાબડામાં પારેવાને મૂકીને બીજા છાબડામાં રાજા પિતાના શરીરનું માંસ કાપી–કાપીને મૂકવા લાગ્યા. પરંતુ જેમ જેમ રાજવી પિતાના દેહના કટકા કરી કરીને ત્રાજવામાં મૂકવા લાગ્યો તેમ તેમ પારેવાવાળું છાબડું વધારે વજનવાળું બનતું ગયું. રાજપુરુષ વિચારમાં પડી ગયા, પણ રાજાને અટકાવવાની કોઈની હિંમત ન ચાલી. છેવટે દયાના સમુદ્ર મેઘરથ રાજવી પોતે જ છાબડામાં બેસી ગયા. રાજવીની આવી અપ્રતિમ દયા જઈ તરત જ ત્યાં પુષ્પવૃષ્ટિ થઈ. પરીક્ષા નિમિત્તે આવેલા દેવે “જય જય”ને ઉચ્ચાર કરી મેઘરથ રાજવીની અતિ પ્રશંસા કરી. રાજવીનું કપાયેલું શરીર સજજ કરી તેમને પ્રણામ કરી દેવ બોલ્યો કે–પુરુષને વિષે તમે જ એક પુરુષ છે. ઈશાનંદ્ર તમારા સત્ત્વની નિરંતર પ્રશંસા કરતા હતા તે નહીં સહન થવાથી મેં આપની પરીક્ષા કરી, પણ તેમાં મારો પરાજય થયો છે અને દયાના સાગર સરખા આપનો વિજય થયો છે. હે રાજન! મારે આ અપરાધ આપ ક્ષમા કરે.
પ્રાત:કાળે પૌષધ પારી, પિતાના મેધસેન નામના પુત્રને રાજયાસન પર બેસારી ચાર હજાર રાજાઓ, સાત પુત્ર વિગેરેની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. વીશ સ્થાનકના આરાધનવડે મેઘરથ મુનિએ તીર્થંકરનામશેત્ર ઉપાર્જન કર્યું. પ્રાંત અંબરતિલક પર્વત પર અનશન કરી, કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
શ્રી શાંતિનાથ તીર્થંકરદેવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને, ભાદ્રપદ વદ સપ્તમીના દિને હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને તેમની અચિરા રાણીની રત્નક્ષીમાં અવતીર્ણ થયા. કમશ: જેઠ વદ ૧૩ ના દિવસે પ્રભુને જન્મ થયે. ભગવાનનું દેહમાન ૪૦ ધનુષ્ય, સુવર્ણ કાંતિમય, શરીર પર મૃગચિન્હ શેભિત હતું. પાણિગ્રહણ વગેરે વિધિએ બાદ પ્રભુએ રાજપદ અને ચકવી પણું બંને સાથે ભેળવીને, જેઠ વદ ૧૪ ના દિવસે એક હજાર ભવ્યાત્માઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. આત્મચિંતવનના અમેઘ શસ્ત્રબળે અઘાતિયા કર્મને નાશ કરી, પિષ સુદ ૯ મીના દિને કૈવલ્યજ્ઞાન :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com