SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિભુ વર્ધમાન [૩૭] (૧૫) શ્રી ધર્મનાથ તીર્થકર શ્રી ધર્મનાથ તીર્થકર ભગવાન વૈજયંત વૈમાનથી વીને, વૈશાખ સુદ 9 ના દિવસે રત્નપુરી નગરીના ભાનુરાજાની સુવ્રતારાણીની રત્નકૂલમાં અવતીર્ણ થયા. ક્રમશ: માઘ શુદ ૩ના દિવસે પ્રભુને જન્મ થયે. તેમનું ૪૫ ધનુષ્ય, દેહ પ્રમાણ, પીતવર્ણ, વજલંછન યુક્ત, હતું. પાણિગ્રડણ સંસ્કાર પછી રાજ્યસેગ ભેળવીને માઘ સુદ તેરસના દિને એક હજાર પુરુષ સાથે ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું. ઉત્કૃષ્ટ તપ તપીને પૌષ સુદ ૧૫ ના પવિત્ર દિને ભગવાને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૬૪૦૦૦ અરિષ્ટાદિ મુનિવરો, ૬૨૪૦૦ શિવદિક આર્થિકાઓ, ૨૦૪૦૦૦ શ્રાવકો, ૪૧૩૦૦૦ શ્રાવિકાઓ થઈ. પ્રભુએ ૧૦ લાખ વરસનું સયુષ્ય પૂર્ણ કરીને, સમેતશિખર તીર્થ ઉપર જેઠ સુદ પાંચમના દિને મોક્ષપદ પ્રાપ્ત કર્યું. પ્રભુના શાસનકાળના સમયે જ પુરુષસિંહ નામના પાંચમાં વાસુદેવ, સુદર્શન બલદેવ, નિકુંભ નામના પ્રતિવાસુદેવ થયા હતા. વાસુદેવાદિક બધા રાજાઓ અરિહંતે પાસક જેનધમી હતા. આપના શાસનાંતરમાં મઘવા અને સનકુમાર નામના ચક્રવર્તિ જેન રાજાઓ થયા હતા. નવમા તીર્થકર ભગવાન શ્રી સુવિધિનાથના કાળથી લઈને અહીં સુધી વચમાં વચમાં શાસનવિચ્છેદ થયા કરતું હતું, જેને લીધે ભગવંત શ્રી ઋષભદેવના સમયથી પ્રચલિત થયેલા આર્યવેદને નષ્ટભ્રષ્ટ કરી. ઋગ, યુજુર, સામ, અને અથર્વણ નામના નવા વેદ બનાવી વૈદિક સંપ્રદાયે પોતાને મનફાવતે ફેરફાર કર્યો હતે. (૧૬) શ્રી શાંતિનાથ તીર્થકર શ્રી શાંતિનાથ તીર્થકરના બાર ભાવો સુવિખ્યાત છે. ૧. શ્રીણરાજા, ૨. યુગલિક, ૩. સૌધર્મ દેવલોકમાં દેવ, ૪. વૈતાઢ્ય પર્વત પર અમિતતેજ રાજા, ૫. પ્રાણુત દેવલોકમાં દેવ, ૬. મહાવિદેહ ક્ષેત્રમાં અપરાજિત નામના બળદેવ, ૭. અચુત ક૫માં દેવ, ૮. વાયુધ ચક્રવતી, ૯. રૈવેયકમાં દેવ, ૧૦. મેઘરથ રાજા, ૧૧. સવાર્થસિદ્ધમાં દેવ, ૧૨. શ્રી શાંતિનાથ તીર્થંકર. પૂર્વના ભવ પૈકી શ્રી મેઘરથ રાજાના ભાવમાં પરમાત્માના જીવે અહિંસાનું જે આચરણ કર્યું તે સૌ કોઈને આદર્શરૂપ અને અનુકરણીય હોઈ અહીં તેને સંક્ષેપમાં ઉલ્લેખ કરે આવશ્યક છે વાયુદ્ધ ચક્રવતને જીવ રૈવેયકમાંથી ઍવીને જબૂદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની પુષ્કલાવતી નામની વિજયની પુંડરીકિણી નગરીના ઘરથ રાજાની પ્રિયમતી રાણીની કુક્ષીએ અવતર્યો. રાણીને મેઘનું સ્વમ આવેલ તદનુસારે જન્મસમયે તેમનું “મેઘરથ” એવું સાર્થક નામ પાડવામાં આવ્યું. યુવાવસ્થામાં પાણિગ્રહણ કર્યા બાદ પિતાશ્રી ઘનરથે પ્રત્રજ્યા સ્વીકારતાં મેઘરથ રાજવી બન્યા. તેમના રાજ્ય દરમિયાન પ્રાણી માત્રને સુખશાંતિ હતાં તેમજ સર્વ કઈ “અભય”નો અનુભવ કરતાં હતાં. એક દિવસે તેઓ પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરીને રહ્યા હતા તેવામાં કંપ, દીનમુખવાળે. ચપળ નેત્રવાળો અને અત્યંત ભય પામેલે એક પારે તેમના ખેાળામાં આવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy