________________
[૩૬]
વિશ્વાતિ પુરુષ સાથે પરમાત્માએ ચારિત્ર અંગીકાર કર્યું. અને ઉત્કૃષ્ટ તપશ્ચરણ કરીને માઘ સુદ બીજના પવિત્ર દિવસે પ્રભુજીએ કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૭૨૦૦૦ સૂક્ષ્માદિ મુનિએ, ૧૦૦૦૦૦ ધારણ આદિ સાધ્વીઓ, ૨૧૫૦૦૦ શ્રાવક, ૪૩૬૦૦૦ શ્રાવિકાઓ હતી. પ્રભુજીના પરિવારમાં બહેતર લાખ વરસનું સયુષ્ય પૂર્ણ કરીને આષાઢ સુદ ૧૪ ના રોજ ચંપાનગરીમાં પ્રભુજી નિર્વાણ પામ્યા. ત્રીસ સાગરોપમ કાળપર્યત પરમાત્માનું શાસન જયવંતું રહ્યું હતું. આપના શાસનકાળમાં દ્વિપૃષ્ઠ નામના વાસુદેવ, વિજય બલદેવ અને તારક નામના પ્રતિવાસુદેવ થયા હતા.
(૧૩) શ્રી વિમલનાથ તીર્થકર શ્રી વિમલનાથ પ્રભુજી સહચાર દેવલોકથી ચવીને વૈશાખ સુદ ૨ ના દિવસે કંપિલપુરના રાજા કૃતવર્માની સ્યામારાણની રત્નકૂલમાં અવતરિત થયા. આપનો જન્મ કમશ: માઘ શુદ ૩ ના દિવસે થયે. આપશ્રીનું શરીર ૬૦ ધનુષ પ્રમાણે સુવર્ણ કાંતિયુક્ત, વરાહના ચિન્હથી શેજિત હતું. પાણિગ્રહણ સંસ્કાર પછી રાજ્યને ભેગ ભેળવીને, માઘ સુદ ૪ ના રેજ એક હજાર ભવ્ય પુરુષો સાથે પ્રભુજીએ ચારિત્ર અંગીકાર કર્યું. ઉત્કૃષ્ટ તપ તપી, પિષ સુદ ૬ના દિવસે કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી. ૬૮૦૦૦ મંદરાદિક મુનિવરો, ૧૦૦૮૦૦ ધરાદિક આર્થિકાઓ, ૨૦૮૦૦૦ શ્રાવકો, ૪૩૪૦૦૦ શ્રાવિકાઓ આપશ્રીના સંપ્રદાયમાં હતા. સાઠ લાખ વરસનું સયુષ્ય પૂર્ણ કરી, અષાઢ વદ સાતમીના દિને શ્રી સમેતશિખર પર્વત ઉપર આપશ્રી નિર્વાણ પામ્યા. નવ સાગરોપમ પ્રમાણુ કાળ પર્યત આપનું શાસન ચાલ્યું હતું.
આપના શાસનકાળમાં ત્રીજા સ્વયંભૂ વાસુદેવ, ભદ્ર બલદેવ તેમજ મેરક નામે પ્રતિવાસુદેવ થયા હતા.
(૧૪) અનંતનાથ તીર્થકર શ્રી અનંતનાથ તીર્થકર ભગવાન પ્રાણત દેવલથી વીને, શ્રાવણ વદ સપ્તમીના દિને અયોધ્યા નગરીના સિંહસેન રાજાની સુયશા નામની રાણીની રત્નકૂક્ષીમાં અવતીર્ણ થયા. વૈશાખ વદ ૧૩ ના દિવસે પ્રભુનો ક્રમશ: જન્મ થયો. પ્રભુનું દેહપ્રમાણ ૫૦ ધનુષ, પીતવર્ણ, સિંચાણ(સ્પેન પક્ષી)નું ચિન્હ સુશોભિત હતું. પાણિગ્રહણ વિધિને સંસ્કાર થયા પછી સંપૂર્ણ રાજ્યને ઉપગ લઈ, વૈશાખ વદ ૧૪ ના દિવસે એક હજાર પુરુષની સાથે પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું. ઉત્કૃષ્ટ તપ કરીને પ્રભુજીએ વૈશાખ વદ ૧૪ ના દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૬૬૦૦૦ યશ આદિ મુનિવર, ૮૨૦૦૦ પદ્માદિક આયિંકાઓ, ૨૦૬૦૦૦ શ્રાવકે, ૪૧૪૦૦૦ શ્રાવિકાઓ-આટલે પરમાત્માને સંપ્રદાય હતો. ત્રીસ લાખ વરસનું સવોયુ કરી, ચૈત્ર સુદ ૫ મીના દિવસે શ્રી સમેતશિખર પર્વત ઉપર પ્રભુજી નિર્વાણ પામ્યા. તેમને શાસનકાળ ચાર સાગરોપમ પ્રમાણ ચાલ્યો હતે.
આપના શાસનમાં પુરુષોત્તમ નામના ચોથા વાસુદેવ, સુપ્રભ બલદેવ અને મધુ નામના પ્રતિવાસુદેવ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com