________________
[૩૫]
વિભુ વર્ધમાન પરમાત્માનો જન્મ થયો. ભગવાનનું શરીર ૯૦ ધનુષ્ય પ્રમાણ, સુવર્ણ કાંતિયુક્ત, શ્રી વત્સના ચિહ્નથી વિભૂષિત હતું. પાણિગ્રહણદિક સંસ્કાર થયા. ત્યારબાદ સંપૂર્ણ રાજ્યને ભેગા કરી, પ્રભુજીએ એક હજાર પુરુષની સાથે માઘ વદ બારસના દિવસે ચારિત્ર અંગીકાર કર્યું. “ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરતાં કરતાં પિષ વદ ૧૪ ના પવિત્ર દિવસે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ૧૦૦૦૦૦ આનંદાદિ મુનિવરે, ૧૦૦૦૦૬ સાધ્વીઓ, ૨૮૦૦૦ શ્રાવકો, ૪૫૮૦૦૦ શ્રાવિકાઓ પ્રભુજીના સંપ્રદાયમાં સંલગ્ન થયાથી પ્રભુજીનું શાસન ખૂબ જ પ્રભાવિત્પાદક બન્યું. બધું મળીને એક લાખ પૂવનું સવયુિષ્ય પૂર્ણ કરીને વૈશાખ વદ બીજના દિવસે પ્રભુ સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા. એક સાગરોપમના અંતરમાં જ આપના શાસનમાં પણ વિચ્છેદ થયે હતે. પરમાત્માના શાસનાંતરમાં એક યુગલ મનુષ્યથી “હરિવંશ'' કુલની ઉત્પત્તિ થઈ. આ વંશની ઉત્પત્તિ સંબંધી વિસ્તૃત વિવેચન માટે જુઓ-અમારું “શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અને મંત્રવિધાન સંગ્રહ” જેમાં હરિવંશની ઉત્પત્તિને લગતે સંપૂર્ણ ઈતિહાસ તેમજ શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું મનહર અને આનંદકારક જીવનચરિત્ર સચિત્ર રજૂ કરવામાં આવ્યું છે.
જે વસ્તુ કદી બનવા ન સંભવે છતાં કાળ પ્રમાણે બને તેને જેને શાસન “અચ્છેરું” એટલે કે આશ્ચર્યકારક ઘટના માને છે. અવસર્પિણી કાળમાં દશ અચ્છેરા થયા છે, તેમાં “હરિવંશ”ની ઉત્પત્તિ પણ એક અચ્છેરા તરીકે વર્ણવાઈ છે.
(૧૧) શ્રી શ્રેયાંસનાથ તીર્થકર પ્રભુ શ્રી શ્રેયાંસનાથ તીર્થકર શુક્ર દેવલેથી ચવીને, જેઠ વદ ૬ ના દિવસે સિંહપુરી નગરીના વિષ્ણુ રાજાની વિશુ રાણીની રત્નકૃષીમાં અવતીર્ણ થયા. ફાગુન વદ ૧૨ ના દિવસે ક્રમશ: પ્રભુજીએ જન્મ ધારણ કર્યો. પ્રભુનું શરીર ૮૦ ધનુષ પ્રમાણ, સુવર્ણ સદશ કાંતિયુક્ત, ગેંડાના ચિહ્નથી વિભિત હતું. પાણિગ્રહણ આદિ સંસકાર થયા. ત્યાર પછી સંપૂર્ણ રાજ્યને ભેગ ભેળવીને પ્રભુ શ્રેયાંસનાથજીએ ફાલ્ગન વદ ૧૩ ના દિવસે એક હજાર ભવ્યાત્માઓ સાથે ચારિત્ર અંગીકાર કર્યું. તપ:પ્રભાવથી પ્રભુને માઘ વદ ૦)) ના પવિત્ર દિને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ૮૪૦૦૦ કછપાદિ સાધુઓ, ૧૦૩૦૦૦ ધારણિ આદિ સાધ્વીઓ, ૨૭૯૦૦૦ શ્રાવક, ૪૪૮૦૦૦ શ્રાવિકાઓને સંપ્રદાય પ્રવર્તમાન રહ્યો. ૮૪૦૦૦ પૂર્વ વર્ષનું સયુષ્ય પૂર્ણ કરીને, શ્રાવણ વદ ૩ ના દિને પ્રભુશ્રી શ્રી સમેતશિખર તીર્થ ઉપર નિર્વાણ પામ્યા. આપનું શાસન ચોપન સાગરોપમ પર્યત ચાલુ રહ્યું હતું. શ્રી શ્રેયાંસનાથ પરમાત્માના શાસનકાળમાં ત્રિપૃષ્ઠ નામને પહેલો વાસુદેવ, અચલ બલદેવ અને અલ્પગ્રીવ નામના પ્રતિવાસુદેવ થયા હતા.
(૧૨) શ્રી વાસુપૂજ્ય તીર્થકર શ્રી વાસુપૂજ્ય તીર્થકર ભગવાન પ્રાણત દેવલોકથી ચવીને, જેઠ સુદ નવમીના દિને ચંપાપુરી નગરીમાં વસુપૂજ્ય રાજાની જયારાણની રત્નકૂલીમાં અવતીર્ણ થયા. ક્રમશ: ફાગુન વદ ૧૪ના દિવસે આપને જન્મ થયો. આપનું શરીર ૭૦ ધનુષ પ્રમાણ તેમજ રક્તવર્ણ, મહિષ(પાડા)ના ચિન્હયુક્ત સુંદર હતું. પાણિગ્રહણ કર્યા પછી ફાગુન વદ ૦)) ના દિને ૬૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com