________________
વિભુ વર્ધમાન
[૩૩] (૪) શ્રી અભિનંદન તીર્થકર જયંત વિમાનથી વૈશાખ સુદ ૪ ના દિવસે ચ્યવીને શ્રી અભિનંદન પરમાત્માને જીવ અધ્યા નગરીના સંવર રાજાની સિદ્ધાર્થી રાણીની રત્નકૂલીમાં અવતીર્ણ થયા. માહ સુદ ૨ ના દિવસે ભગવાનને જન્મ થયો. ૩૫૦ ધનુષ પ્રમાણ શરીર, પીતવર્ણ અને વાનરના લંછનયુક્ત પરમાત્માએ યુવાવસ્થામાં પાણિગ્રહણ કર્યા બાદ સમગ્ર રાજ્ય ભેગવી; માહ સુદ ૧૨ ના દિવસે એક હજાર પુરુષે હાથે ચારિત્ર અંગીકાર કર્યું. પ્રભુને પોષ વદ ૧૪ના દિવસે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. વજાનાભાદિક ૩૦૦૦૦૦ મુનિ, અજિતાદિ ૬૩૦૦૦૦ સાધ્વીઓ, ૨૮૮૦૦૦ શ્રાવક અને પ૨૭૦૦૦ શ્રાવિકાઓનો સંપ્રદાય હતો. પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને વૈશાખ શુદ ૮ ના દિને સમેતશિખર ઉપર પરમાત્મા મેલે પધાર્યા. તેઓનું શાસન નવ લાખ કોડ સાગરોપમ સુધી પ્રવર્તમાન રહ્યું હતું.
(૫) શ્રી સુમતિનાથ તીર્થકર શ્રાવણ સુદ ૨ ના દિવસે આવી સુમતિનાથ તીર્થકરનો જીવ અયોધ્યા નગરીના મેઘરથ રાજાની રાણી મંગલાદેવીની કુક્ષીમાં અવતરિત થયે. વૈશાખ સુદ ૮ ના દિવસે તેમને જન્મ થયે. તેમને ત્રણ ધનુષ્ય પ્રમાણ દેહ હતે. સુવર્ણ વર્ણ અને કૌંચ પક્ષીનું ચિન્હ હતું. પાણિગ્રહણાદિ સંસ્કારે પછી સંપૂર્ણ રાજ્યપદને ભોગવી વૈશાખ સુદ ૯ના દિવસે પ્રભુશ્રીએ એક હજાર પુરુષે સાથે ચારિત્ર અંગીકાર કર્યું. ચૈત્ર વદ ૧૧ ના દિવસે પ્રભુને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ચરમાદિ ૩૨૦૦૦૦ મુનિઓ, કાશ્યપ આદિ પ૩૦૦૦૦ સાધ્વીઓ, ૨૮૧૦૦૦ શ્રાવકો; ૫૧૬૦૦૦ શ્રાવિકાઓને સંપ્રદાય પ્રવર્તમાન રહ્યું. ચાલીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને, ચિત્ર શુદ નવમીના પવિત્ર દિને શ્રી સમેતશિખરજી ઉપર પ્રભુ મોક્ષે પધાર્યા. એમનું શાસન ૯૦ હજાર ક્રોડ સાગરોપમ કાળ સુધી પ્રવર્તમાન રહ્યું.
(૬) શ્રી પદ્મપ્રભુ તીર્થકર માઘ વદ ૬ ના દિવસે નવમા ગ્રેવેયક વિમાનથી વી પરમાત્માનો જીવ કૌસંબી નગરીના રાજા શ્રીધરની પટ્ટરાણું સુષમાની રત્નકૂક્ષીમાં અવતીર્ણ થયે. પ્રભુજીનો કારતક વદ ૧૨ ના દિને જન્મ થયો. ૨૫૦ ધનુષ્ય પ્રમાણ, રક્તવર્ણ, પદ્મકમલના ચિન્હવાળું સુંદર શરીર હતું. પાણિગ્રહણ સંસ્કાર બાદ રાજ્યસંપદાને સંપૂર્ણ ભંગ કરીને, પ્રભુજીએ કારતક વદ ૧૩ ના દિને એક હજાર ભવ્યાત્માઓ સાથે દીક્ષા અંગીકાર કરી અને વૈશાખ સુદ ૧૫ ના દિવસે પ્રભુજીને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ ૩૩૦૦૦૦ પ્રદ્યોતનાદિ મુનિઓ, ૪૨૦૦૦૦ રતિ આદિક સાધ્વીઓ, ૨૭૬૦૦૦ શ્રાવકે, ૫૦૫૦૦૦ શ્રાવિકાઓને સંપ્રદાય થયા હતા. ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, માગસર વદ ૧૧ ના દિવસે સમેતશિખરજી ઉપર પ્રભુ મેક્ષે પધાર્યા. પ્રભુનું શાસન નવ હજાર કોડ સાગરોપમ સુધી વર્તતું રહ્યું હતું.
X
(૭) શ્રી સુપાર્શ્વનાથ તીર્થકર ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીના દિવસે મધ્યરૈવેયક વિમાનથી ચ્યવી શ્રી સુપાર્શ્વનાથ તીર્થકરને જીવ વણારસી નગરીના પ્રતિષ્ઠિત રાજાની પૃથ્વી રાણીની રત્નકૂફીથી અવતીર્ણ થયા. જેઠ સુદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com