________________
[૩૨]
વિશ્વયોતિ દીપાવતાં, એક લાખ મુનિવરે, ત્રણ લાખ ત્રીસ હજાર આયઓ, બે લાખ અઠ્ઠાણું હજાર શ્રાવક, પાંચ લાખ પીસ્તાલીસ હજાર શ્રાવિકા એ પ્રમાણે ચતુર્વિધ સંઘ-સંપ્રદાયને સમકિતધારી બનાવી, બહેતર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, ચિત્ર સુદ પાંચમના દિવસે પ્રભુ મોક્ષે પધાર્યા. તેમના સિંહસેન આદિ ગણધરેએ પરમાત્માના ધર્મ-માર્ગને પૃથ્વીતળને વિષે વ્યાપ્ત કર્યો.
બીજા ચક્રવર્તી સગર શ્રી અજિતનાથ તીર્થકરના કાળમાં વિનીતા નગરીમાં સુમિત્ર રાજાની યમતિ રાણની કૂક્ષીથી સગર નામે બીજા ચક્રવત થયા. તેઓ પોતાના સુપુત્ર તેમજ બહોળા કુટુંબ પરિવાર સાથે તીર્થયાત્રા કરતા, અષ્ટાપદ પર્વત પાસે આવ્યા, જ્યાં ગિરિરાજના ભવ્ય જિનમંદિરે જોઈ, અતિર્ષિત થયા.
સગર ચક્રવતીને સાઠ હજાર પુત્રો હતા. એકદા પરિભ્રમણ કરતાં કરતાં તેઓ સર્વ અષ્ટાપદ પર્વત પાસે જઈ પહોંચ્યા. પર્વત પર ચઢી યાત્રા કરી નીચે ઉતરતાં તેઓને વિચાર
ર્યો કે, પિતાના પૂર્વજોએ બંધાવેલા ભવ્ય જિનમંદિરની રક્ષા માટે અષ્ટાપદ પર્વત ફરતી જે ખાઈ ખાદવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ જાતનું નુકશાન ન થઈ શકે. તરતજ તેમણે આ વિચારને અમલમાં મૂક્યો ને દંડરત્નની સહાયથી ગંગા નદીના પ્રચંડ પ્રવાહને તે બાજુ વળે.
સગર ચકવતીના પુત્રના આ કાર્યથી ભુવનપતિ નાગકુમારના ભુવનમાં વહેતા જળપ્રવાહે ખળભળાટ મચાવ્યે પરિણામે નાગકુમારના ઇંદ્ર (ભુવનેવે) ક્રોધાયમાન થઈ પિતાની દષ્ટિજ્વાળાથી ચકવતી સગરના સર્વે કુમારોને બાળી ભમ કર્યા. આ સમાચાર સાંભળી સગરને અતિ દુ:ખ ઉપર્યું. ઇંદ્ર મહારાજાએ બ્રાહ્મણના વેશે આવી, દૃષ્ટાંતદ્વારા તેમને શેક દૂર કર્યો. સગર રાજાએ પોતાના પોત્ર ભગીરથને ભુવનેંદ્રને પ્રસન્ન કરવા ગંગાતટે જઈ ઉગ્ર તપશ્ચર્યા કરવાની આજ્ઞા કરી. તેમણે દીર્ઘકાલીન તપશ્ચર્યાથી ભુવનેંદ્રને પ્રસન્ન કરી; ગંગાજીના પ્રચંડ પ્રવાહને સમુદ્ર સાથે મેળવી દઈ સંકટનું નિવારણ કર્યું. તેમજ પિતા અને કાકા વગેરેને પુનઃ જીવન પ્રાપ્ત કરાવ્યું. ત્યારથી ગંગા ભાગીરથીના નામથી પ્રસિદ્ધિને પામી. બાદ સગર ચક્રવતીએ ચારિત્ર અંગીકાર કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગમન કર્યું.
(૩) શ્રી સંભવનાથ નવમા આનત દેવકથી, ફાગણ સુદ આઠમના દિવસે સ્થવીશ્રાવસ્તી નગરીના જિતારી રાજાની સેના રાણીની કુક્ષીએ અવતર્યા હતા. માગશર સુદ ચૌદસના દિવસે તેમને જન્મ થયે. ચારસે ધનુષ્યનું દેહમાન હતું. અશ્વ ચિઢથી વિભૂષિત, દિવ્ય દેડકાંતિ તેમજ ઉચ્ચ કોટીનું જ્ઞાન સંયુક્ત જીવન, જૈનધર્મના પ્રભાવનાથે સાર્થકતામય બન્યું હતું. યુવાવસ્થાએ તેમનું પાણિગ્રહણ થયું. ન્યાયયુક્ત, દીર્ઘકાલીન રાજ્ય ભોગવી માગસર સુદ પૂનમના દિવસે એક હજાર ભાવિકો સાથે ચારિત્ર અંગીકાર કર્યું. બાદ તપ આદિ ક્રિયા દ્વારા ઘાતી કર્મને ક્ષય કરી કાર્તિક વદ ૫ ના દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. ચારુ આદિ બે લાખ મુનિશ્યામા આદિ ત્રણ લાખ છત્રીસ હજાર સાધ્વીઓ; બે લાખ ૯૩ હજાર શ્રાવક; છ લાખ છત્રીસ હજાર શ્રાવિકાઓ આદિ સંપ્રદાયની વૃદ્ધિ કરતા, ચૈત્ર સુદ ૫ ના દિવસે સાઠ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી સંભવનાથ પ્રભુ મેલે પધાર્યા. તેમનું શાસન દસ લાખ ક્રોડ સાગરોપમ સુધી પ્રવર્તમાન હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com