________________
પ્રકરણ સાતમુ રોષ તીર્થંકરોના સક્ષિપ્ત પરિચય
મહારાજા ભરત ચક્રવતીની આઠે પાટ સુધી દરેક ઇક્ષ્વાકુવશી રાજવીએ આરિસાભુવનમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી મેક્ષે ગયા. તેમજ અન્ય પ્રાણીએ હળુકમી હોવાથી તેમજ ભદ્રિક પરિણામ હોવાથી સેકડો રાજવીઓ, કર્મચારીએ અને પ્રજાગણે પણ સિદ્ધિસુખને આસ્વાદ કર્યો.
આદ્ય તીર્થંકર શ્રીઋષભદેવ ભગવંતે પ્રવર્તાવેલ ધર્મ-માર્ગ અખાધિતપણે ચાલુ જ રહ્યો. અને તે ધર્મ-તીને ત્યારપછી થયેલા તીર્થંકર ભગવાએ સારી રીતે પુષ્ટ કર્યો. દરેક તીર્થંકર ભગવંતાના વિસ્તૃત જીવન ચરિત્રા છે, પણ ગ્રંથવિસ્તારના ભયથી તે તે તીર્થંકર ભગવતાના અતિ સક્ષિપ્ત રીતે પરિચય આપવાના પ્રયાસ કર્યા છે.
(૨) શ્રી અજિતનાથ પ્રભુ
શ્રી અજિતનાથ તીર્થંકરનુ અવતરણ અયેાધ્યાનગરીમાં જિતશત્રુરાજાની વિજયારાણીની રત્નકૂક્ષીથી ત્રણ જ્ઞાનસયુક્ત; વૈશાખ શુદિ તેરસના દિવસે થયું. માતાએ ચૌદ મહાસ્વમો દેખ્યાં; જેનુ શુભ ફળ સ્વ×પાઠકોએ દર્શાવ્યું. રાજાએ રાણીના ઉચ્ચ કોટીના દોહલાએ સહ પૂર્ણ કર્યો મહા શુદ આઠમના દિવસે પ્રભુના જન્મ થયે.
છપ્પન દિકકુમારી દેવીઓએ સૂતિકા કર્મ કર્યું. ચાસસ્ડ ઇંદ્રો તેમજ દેવોદેવતાઓએ ભગવાનને સુમેરુ પર્વત પર લઇ જઈ જન્માભિષેક કર્યો. જિતશત્રુ રાજાએ પણ ધામધૂમથી આન દોત્સવ મનાવ્યેા.
યુવાવસ્થાએ પહોંચતા જ ભગવાનનું પાણિગ્રહણ સુશીલ અને સદ્ગુણુાલ'કૃત રાજકન્યા સાથે કરવામાં આવ્યું. પ્રભુનું શરીર સુવર્ણ કાંતિમાનૢ સાડાચારસા ધનુષ્ય પ્રમાણ હતું. તેમના “ગજ” લંછનયુક્ત શોભિત દિવ્ય દેહ; ઉચ્ચકૈાટીના યુગાવતારી પદને દીપાવતા હતા.
સાંસારિક તેમજ પૌલિક સુખાથી વિરકત થવાના સમય નજદિક આવતાં જ લેાકાંતિક દેવાએ ભગવાનને વિજ્ઞપ્તિ કરી કે, ‘હે પ્રભે ! આપને દીક્ષા ગ્રહણુ કરવાના સમય આવી પહેાંચ્યા છે. આપ દીક્ષા ગ્રહણ કરી પ્રભુ ઋષભદેવે પ્રચલિત કરેલ માર્ગના ધર્મોદ્ધારક બના.’ લેકાંતિક દેવેના સૂચનને અનુલક્ષીને મહા શુદ ૯ ના શુભ દિવસે એક હજાર વીરાત્માએ સાથે ભગવાને ચારિત્ર અંગીકાર કર્યુ. ઉગ્ર તપશ્ચર્યા કરતા પોષ શુદ ૧૧ ના દિવસે પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. જૈન ધર્મના ઉચ્ચકોટીના પ્રચાર અને વૃદ્ધિમાં તીર્થંકર પદને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com