________________
વિભુ વર્ધમાન
[ ૨૯] સ્વયં આદિરાજા, આદિમુનિ, આદિતીર્થકર, સૃષ્ટિસંચાલનના આદ્ય મહાન યુગાવતારી તીર્થપતિ સર્વજ્ઞ તીર્થકર થયા. પુંડરીક આદિ ૮૪ ગણધર, ૮૪૦૦૦ મુનિવરે, ત્રણ લાખ સાધ્વીઓ તેમજ ત્રણ લાખ પચાસ હજાર શ્રાવકે અને પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાને પરિવાર હતે.
પુંડરીક ગણધર મહારાજ પાંચ કડી મુનિવરો સાથે શ્રી શત્રુંજયગિરિરાજ પર મેક્ષે ગયા. જે ગિરિરાજ પર પ્રભુશ્રી ત્રાષભદેવ નવાણું પૂર્વ વખત સમવસર્યા હતા. તે કાળે શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટી ગુજરાતના વડનગર સુધી હતી. તે કાળના પ્રભાવથી કમશ: ઘટતી ઘટતી આજે પાલીતાણા સુધી પહોંચી છે.
અંતમાં ભગવાન શ્રી ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર દશ હજાર મુનિવરે સાથે મહા વદ ૧૩ને દિવસે નિર્વાણ પદને પામ્યા. આ અવસરે ઇંદ્રાદિ દેવગણેએ પ્રભુનું નિવાણ કલ્યાણક ઉજવ્યું.
પ્રભુના દેહનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં ઇંદ્ર રત્નનો સ્તુપ બનાવ્યું. તેજ પ્રમાણે એકેક ગણધર અને મુનિવરેના સ્થાને એક સ્તૂપ બનાવ્યું. પ્રભુની દાઢે અને
અસ્થિ ઈંદ્ર અને દેવતાઓ લઈ ગયા, જેનું પૂજન-પ્રક્ષાલન આદિ જિનપ્રતિમાની માફક તેઓ કરવા લાગ્યા.
અવસર્પિણ કાળમાં ૨૪ તીર્થકરે થાય તે નિયમ છે. તે જ પ્રમાણે ૧૨ ચક્રવતી રાજાઓ થવાને પણ નિયમ છે.
આ અવસર્પિણ કાળમાં તે પ્રમાણે બાર ચકવર્તીઓ થયા તેમાં ભારત પ્રથમ ચકવતી રાજા હતા, જેની અદ્ધિ અપરંપાર હતી. ચૌદ રત્ન જેવાં કે સેનાપતિ, ગાથાપતિ, વાદ્ધતિ, પુરોહિત, સ્ત્રી, હસ્તી, અશ્વ, ચક્ર, છત્ર, ચામર, મણિ, કાકિણી, ખડ્ઝ અને દંડરત્ન. ૧૬ હજાર દેવતાઓ તેમજ બત્રીસ હજાર મુકુટધારી રાજાએ તેમની સેવામાં હાજર રહેતા. ૮૪ લાખ હાથી, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ રથ અને છશું કરેડ પાયદળ સન્ય હતું.
છ ખંડ જીતવામાં ભરતરાજને સાઠ હજાર વર્ષે લાગ્યાં હતાં. આ કાળે આર્ય અને અનાર્ય સર્વ દેશનું આધિપત્ય તેમના હાથમાં ચક્રવતી રાજવી તરીકે હતું. આર્ય અને અનાર્ય દેશોના સંખ્યાબંધ રાજવીઓએ પોતાની પુત્રીઓ ભરતરાજ સાથે પરણાવી હતી, જેના વેગે આ ભારતદેશ વિસ્તૃત ક્ષેત્રફળના કારણે આર્યાવર્તના નામે પ્રસિદ્ધિને પામ્યો હતે. તે ભરતરાજના અંતઃપુરમાં ૬૪ હજાર રાણીઓ હતી, જેના રક્ષણાર્થે દરેક રાણું દીઠ બે બે અંતેઉરી (સખીઓ) રાખવામાં આવી હતી.
છ ખંડના વિજેતા ચક્રવતી ભરતરાજે એકધારું એકછત્રી રાજ્ય ઘણી જ કુશળતાપૂર્વક ચલાવ્યું. આર્યાવર્તની ભારે આબાદી કરી. તેમણે ધર્મકાર્યો પણ ઘણું જ સુંદર રીતે કયોં. અષ્ટાપદ પર “સિહનિવઘા” નામને ભવ્ય જિનપ્રાસાદ બનાવ્યો.
અંતમાં આરિસાભવનમાં આનંદકિયા સમયે એક આંગળીમાંથી મુદ્રિકા સરી પડવાથી દર્પણમાં પિતાની તે આંગળી વિરૂપ દેખાઈ. જેના અંગે વિચારમગ્ન થતાં અંતરાત્મા જાગૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com