________________
[૨૮]
વિશ્વતિ હતા. તેને કાળે કરી લેપ થયે. તેમનામાં કાળપ્રભાવે સ્વાર્થવૃત્તિ જાગૃત થઈ અને તેઓએ કલ્યાણાર્થે બનાવેલા ભરતરાજના ચાર વેદોમાં પરિવર્તન કર્યું.
નવા નવા પ્રકારના ધર્મગ્રન્થોની તેમણે રચના કરી, જેમાં શ્રાદ્ધદાન, કન્યાદાન, ભૂમિદાન, ગૌદાન આદિના વિધિવિધાનના ગ્રંથ બનાવ્યાં. અને સ્વાથ વૃત્તિથી ધન એકત્રિત કરવા માંડયું ને પોતે જ સ્વયં પૂજનિક બની ગયા.
આ કાળ હણહા અવસર્પિણીનો હતો. જેની અસર જૈન શાસન પર એવી ભયંકર રીતે થઈ કે, આ કાળે અલ્પ સમયમાં જ જૈન શાસનને વિચ્છેદ થયે. જેમાં
ધનાથ પ્રભુના મોક્ષગમન પછી તા ટૂંક સમયમાં જ ધર્મજાગૃતિને ટકાવી રાખવાવાળા મુનિએ, આર્યાઓ તેમજ શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને લેપ થયે.
આ પ્રમાણે આ કાળથી “અસંયતીની પૂજાને માર્ગ ચાલુ થયે, જેના પરિણામે જેનદર્શન અને સનાતન વેદાંતદર્શન નામે બે માર્ગો-સંસ્કૃતિના પ્રવાહ ચાલુ થયા.
Y
ક્રમશ: ૧૫ મા તીર્થકર શ્રીધર્મનાથના શાસનકાળમાં જેનધર્મ જે અલ્પ પ્રમાણમાં પળાતો હતે તેમાં પણ ન્યૂનતા આવી. આ કાળે તો સનાતન વેદાંતવાદી બ્રાહ્મણનું સામ્રાજ્ય પૂરતા પ્રમાણમાં જામ્યું, તેઓએ પોતાના સંપ્રદાયના ધર્મકાર્યોથે પૂર્વોક્ત ચાર વેદના નામોમાં નીચે પ્રમાણે ફેરફાર કર્યો. “બાદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.” તેમાં સમયે સમયે ફેરફાર થતો રહ્યો. તેમજ નવી નવી કૃતિઓને સમાવેશ થતે ગયે. તેમની વેદાંતિક કૃતિઓમાં વિશેષતાઓ હિંસાત્મક યજ્ઞને મહત્તા અપાઈ. જેમાં યાજ્ઞવલક્ય, તુલસી અને પિગ્લાદેએ તે નરમેધ, પિતૃમેધ, ગજમેધ, અશ્વમેધ ય પર ખાસ ભાર મૂક્યો.
કાળાંતરે આગળ વધતાં વીશમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળે વસુરાજા અને પર્વતે મહાકાળ નામના વ્યંતરની સહાયતાથી યજ્ઞકર્મને હિંસાદિક ક્રિયાથી એટલી હદ સુધી પહોંચાડ્યો હતો કે જેનું વર્ણન કરતાં લેખકને હાથ, હૃદય અને કલમ ધ્રુજી ઊઠે છે.
વર્તમાન કાળના ઇતિહાસકારે પણ નિર્ણયાત્મકતાથી જણાવે છે કે ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધ પહેલાં ભારતવર્ષમાં યામાં થતી હિંસા-રુધિરથી નદીઓ વહી રહી હતી. આ બંને મહાત્માએ પોતાના બુલંદ અવાજે જનતાને જાગૃત કરી, હિંસકમને દૂર કરી શાંતિની સ્થાપના કરી હતી.
સુવર્ણસમ તેજસ્વી કાંતિ અને ૫૦૦ ધનુષ્યની ઊંચી કાયા તેમજ વૃષભ લંછનધારી ભગવાન રાષભદેવનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. તેમાં તેઓએ ૮૩ લાખ પૂર્વ સંસારીપણામાં, ૧૦૦૦ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં અને ૧૦૦૦ વર્ષ જૂના એક લાખ પૂર્વ સર્વજ્ઞાપણામાં ભૂમિ પર વિહાર કરી અસંખ્ય ભવ્યાત્માઓનું કલ્યાણ કર્યું અર્થાત્ સમસ્ત ભારતભરમાં જૈનધર્મને રાજ્ય અને રાષ્ટ્ર ધર્મ તરીકે વ્યાપક બનાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com