SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬ ] વિશ્વ જ્યોતિ સમ્રાટ ભરત જ્યારે છખંડ પૃથ્વીને વિજય કરી પાછા અયોધ્યા પધાર્યા ત્યારે ચકરને આયુધશાળામાં પ્રવેશ ન કર્યો, જેના અંગે વિચાર કરતાં સમજાયું કે-“બાહુબલિજીએ ચક્રવર્તી ભરતની આજ્ઞાને સ્વીકાર કર્યો નથી” તરત જ ભરત મહારાજાએ દૂતને તક્ષશિલા મકલી બાહુબલજીને કહેરાવ્યું કે-તમે અમારી આજ્ઞાને આધીન બને. બાહુબલિજીએ દૂતના કહેણને અસ્વીકાર કર્યો. આ બને વીર બાંધવેએ યુદ્ધની પ્રચંડ તૈયારીઓ કરી, પરંતુ આ યુદ્ધ બને વીરાત્માઓ વચ્ચે જ હવાથી અન્ય જીવન વિના કારણે તેમાં સંહાર ન થાય, તે ખાતર બન્ને ભાઈઓ જાતે ઠંદ્વયુદ્ધમાં ઉતર્યા. અનેક પ્રકારના કન્વયુદ્ધના દાવપેચમાં કઈનો પરાજય ન થયે. અંતમાં મુષ્ટિયુદ્ધ ચાલુ થયું. જેમાં બાહુબલિજીએ ભરત પર મુષ્ટિપ્રહાર કરવા હાથ ઊંચે કર્યો પણ તત્ક્ષણ તેમના જાગ્રત આત્માએ તેમને આ કાર્ય કરતાં રોકો. ક્ષણ માત્રમાં તેમને હૃદયપલટો થયે. તેમને વિચાર આવ્યે-અહો ! આ સંસાર કે અસાર છે? માત્ર રાજ્યલેભથી નીતિ અને ધર્મમાર્ગનું ઉલ્લંઘન કરી હું વડીલ ભ્રાતા ભરતને મારવા તૈયાર થયે છું. મારે મુષ્ટિપ્રહાર કરે ઉચિત તે નથી જ, પણ ઉગામેલી મુષ્ટિ કઈ રીતે પાછી ફરે? તે જ સમયે તેમના વૈરાગ્યવાસિત અંતઃકરણે તેજ ઊંચી કરેલી મુષ્ટિદ્વારા પિતાના કેશને લેચ કર્યો અને પતે સ્વયં દીક્ષા અંગીકાર કરી. ભરતરાજે પિતાના અઠ્ઠાણું ભાઈઓ પાસે રાજદૂતને મોકલી પિતાની આજ્ઞાને સ્વીકાર કરવા જણાવ્યું હતું. તે સર્વે આ આદેશથી અકળાઈ પ્રભુ પાસે આવ્યા, અને અરજ કરી કે: હે દયાળુ ! આપે આપેલ રાજ્ય ભરતરાજ અમારી પાસેથી પડાવી લેવા તૈયાર થયા છે, જેથી આપ ભરતને બેલાવી અમારી સંધિ કરાવી આપો. પ્રભુએ તેઓ સર્વને ઉપદેશ દેતાં કહ્યું કે, હે ભદ્ર! આ કૃત્રિમ રાજ્ય છે. તમે સર્વે મારી પાસે આવે! તમને હું એવું અકૃત્રિમ શાશ્વત રાજ્ય આપીશ કે જેને કઈ પણ કાળે નાશ ન થાય. પ્રભુના આવા ઉચ્ચકોટિના ઉપદેશ અને માર્ગદર્શનની અસર કુમારે પર થઈ અને તેઓ સર્વેએ પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે બનેલી ઘટનાની બાહુબલિજીને માહીતિ મળી અને પિતાના લઘુભ્રાતા મહામુનિઓ તેમજ પરમપૂજ્ય ભગવાન ઋષભદેવના વંદનાથે જવા વિચાર કર્યો પણ તેમ કરતાં તેમને અંત:કરણના એકદા ખૂણામાં સંતાઈ રહેલા અહંકારે રેજ્યો, અને તેમના મનમાં વિચાર આવે કેહમણાં પરમાત્મા પાસે જતાં વયમાં મારાથી નાના પણ સંયમમાં મોટા એવા લઘુબાંધવોને મારે નમસ્કાર કર પડશે, માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યો પછી જ હું પરમાત્મા પાસે જઈશ. આ પ્રમાણે અભિમાનગ્રસ્ત મહામુનિ જંગલમાં જઈ દીર્ઘકાળ સુધી કાઉસગ્ગ ધ્યાનમાં લીન થયા. ઘોર તપશ્ચર્યાને કારણે તેમના કાનમાં પક્ષીઓએ માળા નાખ્યા, શરીર પર વેલડીએ વીંટાઈ ગઈ, સર્પોએ તેમના ચરણમાં રાફડા કર્યા. આ તરફ જ્ઞાની પ્રભુએ બાહુબલિજીના પ્રતિબોધાર્થે મહાસતી સાધ્વીએ બ્રાહ્મી અને સુંદરીને તેમની પાસે મોકલી. તેઓએ આવી, વંદન કરી, ભ્રાતાને પ્રતિબોધતાં કહ્યું: “વીરા મારા ગજ થકી ઉતરે, ગજ ચઢે કેવળ ન હાય” આ પ્રમાણેનાં સાધ્વીઓનાં પ્રતિબોધક વાકયે સાંભળી બાહુબલિજીએ વિચાર કર્યો કે શું સાધ્વીએ કદી પણ અસત્ય બોલે? મેં તે ગજ, તુરગાદિ સર્વે રાજસાહ્યબી છેડી દીક્ષા અંગીકાર કરી છે. ત્યારે આ મહાદેવીએ મને ઉદ્દેશીને આમ કેમ કહી રહી છે? આ પ્રમાણે વિચારશ્રેણીના ઊંડાણમાં ઉતરતાં તેમને સમજાયું કે -અવશ્ય આ દેવીઓનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy