________________
વિભુ વર્ધમાન
[૨૫] એક સમયે મરીચિ ભગવાનની સાથે વિહારમાં હતા તેવામાં તેઓ માંદા પડી ગયા. તેમને અસંયત ગણી કઈ પણ મુનિરાજે તેમની વૈયાવચ્ચ ન કરી. ત્યારે તેમણે નિશ્ચય કર્યો કે–પિતાની સેવા અને ત્રિદંડી માર્ગના રક્ષણાર્થે કઈ શિષ્યની આવશ્યકતા છે, જેથી આવી માંદગીના સમયે તે સેવા-ચાકરી કરી શકે.
સંજોગાનુસાર કપિલ નામે એક રાજકુમાર જે તેમની પાસે દીક્ષા આવ્યું હતું, તેને પ્રભુ પાસે જવાનું કહેતાં આ બહુલકમએ સામે પ્રશ્ન કર્યો કે-શું તમારા મતમાં ધર્મ નથી ? કપિલના આ પ્રશ્નથી મરીચીએ વિચાર્યું કે-આ શિષ્ય મારે લાયક છે. પછી તેમણે કહ્યું- હે કુમાર ! મારા મનમાં પણ ધર્મ છે તેમજ પ્રભુના મતમાં પણ ધર્મ છે. કપિલે મરીચિ પાસે દીક્ષા ગ્રહણ કરી ત્રિદંડી વેષ ધારણ કર્યો. આ પ્રમાણે મરાચિની ઉસૂત્રપ્રરૂપણથી તેમના એક કેડીકેડી સાગરોપમપ્રમાણ સંસારની વૃદ્ધિ થઈ.
મરીચિને દેહાંત થતાં પરિવ્રાજક કપિલે મરીચિને માર્ગ ચાલુ રાખે-જ્ઞાનશૂન્યક્રિયાને માર્ગ વહેતે રાખે. તેને આસૂરિ નામના શિષ્યની પ્રાપ્તિ થઈ તેણે પણ જ્ઞાનશન્ય માર્ગનું પરિપિષણ કર્યું. આ પ્રમાણે કમશ: આ મતમાં એક સાંખ્ય નામને આચાર્ય થયું. તેના નામથી સાંખ્યમતની ઉત્પત્તિ અને પ્રસિદ્ધિ થઈ.
આ સાંખ્યમત પ્રભુ મહાવીરના સમયે પણ વિદ્યમાન હતું, જેના અનેક સંન્યાસીઓએ પ્રભુની સાથે તેમજ અન્ય ગીતાર્થ મુનિરાજે સાથે ચર્ચા કરી હતી. જેનદર્શનના તત્ત્વજ્ઞાનથી સંતેષ પામી, સાંખ્ય મતનો ત્યાગ કરી કેટલાય સાંખ્ય સંન્યાસીઓ જૈન ધમનુયાયી બન્યા હતા. એકી સાથે દીક્ષા લેનારા આ સાંખ્યમુનિઓની સંખ્યા ૫૦૦ ની હતી, જેઓ રાજગૃહી નજદીકના હસ્તિતાપસ નામના આશ્રમમાં રહેનારા હતા. તેઓને આ મુનિના ઉપદેશથી સત્યધર્મનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તેઓ પૂર્ણ જૈનધર્માનુરાગી બન્યા હતા.
પ્રભુ ષભદેવે દીક્ષા સમયે સર્વ રાજકુમારને અલગ અલગ રાજ્ય આપ્યાં હતાં. આ સમયે નમિ અને વિનમિ હાજર ન હતા. થોડા સમય બાદ તેમને માહિતી મળી કે ભગવાને સર્વ રાજકુમારને રાજ્ય આપ્યું હતું. જેમાં પોતે જ ભાગ્યહીન તરીકે રહી ગયા! જેથી તેઓ ભગવાન પાસે આવ્યા, પરંતુ આ સમયે આ મહાન્ તપસ્વી મૌનપણે દીક્ષિતાવસ્થામાં કાઉસ્સગધ્યાનમાં લીન હતા. નમિ વિનમિએ તેમની ઉપાસના શરૂ કરી. એકદા ઇંદ્ર મહારાજ પ્રભુના દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ નમિ વિનમિને સમજાવી ૪૮૦૦૦ વિદ્યાઓ સાથે વિતાવ્યગિરિનું રાજ્ય આપ્યું. જેથી નમિકુમારે ઉત્તરશ્રેણિમાં ૬૦ નગર અને વિનમિકુમારે દક્ષિણ એણિમાં ૫૦ વિશાળ નગર વસાવી તે પ્રદેશમાં રાજ્ય કરવા લાગ્યા. તેઓ મહાવિદ્યાવાળા હોવાથી વિદ્યાધર કહેવાયા. આ કાળે પણ ઉપરોક્ત રાજકુમારોના વસાવેલ દેશ, નગરે તેમની ચિરંજીવી સ્થાપના તરીકે વિદ્યમાન છે. વિશેષ હકીક્ત જાણવા માટે જુઓ અમારે ગ્રંથ “સમ્રાટુ સંપ્રતિ”
તેમના વંશમાં રાવણ, કુમ્ભકર્ણ, સુગ્રીવ, પવનંજય, હનુમાન વિગેરે સુપ્રસિદ્ધ પુરુષની ઉત્પત્તિ થઈ. તેઓ સર્વ આ બન્ને મહાન્ વિદ્યાધર રાજકુમારની કુલસંતતિના અતુલ વિદ્યા અને બળધારી મહાન્ શક્તિશાળી વિકમે હતા.
* સાંખ્યમતની સમીક્ષા માટે આ જ પુસ્તકમાં સ્વતંત્ર પ્રકરણમાં હકીકત દર્શાવવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com