________________
[૨૪]
વિશ્વાતિ
પ્રકરણ છઠું
પરમાત્માનું નિર્વાણ એક સમયે ચક્રવતી ભરતે પ્રભુને વિનયપૂર્વક પૂછયું કે હે વિભે ! જે પ્રમાણે આપ સર્વજ્ઞ અને તીર્થકર છો. એવા ભવિષ્યમાં તીર્થકર થશે ખરા ? ઉત્તરમાં પ્રભુએ ભવિષ્યમાં થનારા ત્રેવીશ તીર્થકરોનાં નામ, વર્ણ, આયુષ્ય અને શરીરમાનાદિ સર્વ હકીકત પોતાના દિવ્ય કેવળજ્ઞાનના ગે દર્શાવી. જેની અમર સ્મૃતિ અર્થે ભરત મહારાજે અષ્ટાપદ પર્વત પર “સિહનિષદ્યા” નામને ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યું જેમાં વીશે તીર્થકરેની પ્રતિમાઓ, તેમના દેહમાન અને વર્ણ પ્રમાણે રત્ન અને સુવર્ણની બનાવી સ્થાપિત કરી. આ અષ્ટાપદ પર્વત પ્રભુ મહાવીરના સમયે પણ વિદ્યમાન હતું. જેની યાત્રા શ્રી ગૌતમસ્વામી ગણધર મહારાજે કરી હતી.
પ્રભુની સાથે જે ચાર હજાર રાજપુત્રોએ દીક્ષા લીધી હતી તેમાં ભરત મહારાજના પુત્ર મરિચીકુમાર પણ હતા. તેઓ મુનિમાર્ગનું પાલન કરવામાં અસમર્થ હોવાથી તેઓએ પિતાની મતિ ક૯૫નાથી અન્ય એક જુદી જ જાતનાં “ત્રિદંડી” ના વેષની રચના કરી. ક્રમશ: તેની પરિવ્રાજક-સંન્યાસી વેષ” તરીકે પ્રસિદ્ધિ થઈ, પરંતુ આ ત્રિદંડિક વેષધારી પરિવ્રાજક મરિચીમુનિ પ્રભુના ઉપદેશ અને તત્ત્વજ્ઞાનને માન્ય રાખતા હતા અને કોઈ દીક્ષાભિલાષી પિતાની પાસે આવતું તો તેને તેઓ પ્રભુની પાસે મોકલતા હતા.
એક સમયે ભરત મહારાજે સમવસરણમાં પ્રભુને પૂછયું કે-હે વિભે ! આ સમવસરણમાં એ કઈ ઉચ્ચ કોટીને જીવ છે કે જે ભવિષ્યમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરશે ?
પ્રભુએ જણાવ્યું કે –“ સમવસરણની બહાર જે મરિચિ બેઠા છે તેઓ આ અવસર્પિણી કાળમાં ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ, તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં મૂકી રાજધાનીમાં પ્રિય મિત્ર નામના ચકવતી અને વશમાં મહાવીર નામના તીર્થકર થશે.”
આ પ્રમાણે સાંભળી, ભગવાનને વંદન કરી ભરતરાજ મરિચી પાસે આવ્યા. તેમને વંદન કરી કહેવા લાગ્યા. હે મરિચી! હું તમારા આ ત્રિદંડીના વેષને વંદન કરતું નથી, પરંતુ તમે પ્રથમ વાસુદેવ, મહાવિદેહમાં ચક્રવતી અને આ ભરતક્ષેત્રમાં ચરમતીર્થકર થશે તેથી ભાવી તીર્થકર તરીકે વંદન કરું છું.
આ સાંભળી ભારતમહારાજાના જવા બાદ મરિચીએ અહંકાર કર્યો કે-“ અહે! મારું કુળ કેવું ઊંચું-ઉત્તમ છે ! મારા દાદા પ્રથમ તીથ કર! મારા પિતા પ્રથમ ચક્રવતી ! અને હું પ્રથમ વાસુદેવ, ચક્રવર્તી તથા અંતિમ તીર્થંકર ! એમ ત્રણ પદવીધારક થઇશ. આ પ્રમાણે કુળમદ કરી તેમણે નીચગોત્ર ઉપાર્જન કર્યું.”
* પ્રભુ મહાવીરના જીવને ત્રીજો ભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com