SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વિભુ વમાન [ ૨૩ ] ( સ્વ-મૃત્યુ અને પાતાળ)નુ સ્વરૂપ અને સુકૃત દુ:કૃત( પુણ્ય–પાપ )નું ફળ, તથા દાન, શીલ, તપ, ભાવ, ગૃહસ્થાનાં ષટ્કર્મ, ખાર વ્રતાદિનું સ્વરૂપ, યતિધર્મ-પંચમહાવ્રતનું સ્વરૂપ ( અર્થાત ગૃહસ્થધર્મ અને સાધુધનું સ્વરૂપ) વિસ્તારપૂર્વક અસરકારક શૈલીથી સમજાવ્યું. * આ દેશનાની અસર શ્રોતા સમુદાય પર એટલી સચાટ થઇ કે વૃષભસેન ( પુડરીક ) વગેરે અનેક પુરુષો તેમજ બ્રાહ્મી આદિ અનેક સ્ત્રીઓએ પ્રભુની પાસે સાધુધમ અંગીકાર કર્યા. જેઓ સાધર્મ અંગીકાર કરવા અસમર્થ હતા તેમણે ગૃહસ્થ ( શ્રાવક ) ધર્મ અંગીકાર કર્યો. આ સમયે ઇન્દ્ર મહારાજ વજ્રરત્નના થાળમાં વાસક્ષેપ લાવી હાજર થયા. પ્રભુએ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ પર વાસક્ષેપ નાખી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જેમાં વૃષભસેન એટલે પુંડરીક મહારાજને ગણધરપદે નિયુક્ત કર્યાં. જેમણે પ્રભુની દેશનાના સારરૂપ તત્ત્વજ્ઞાન શાસ્કર તુલ્ય દ્વાદશાંગ સિદ્ધાન્તાની રચના કરી–૧ આચારાંગસૂત્ર, ૨ સૂત્રકૃત્તાંગસૂત્ર, ૩ સ્થાનાંગસૂત્ર, ૪ સમવાયાંગસૂત્ર, ૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર, ૬ જ્ઞાતાધર્મકથાસૂત્ર, ૭ ઉપાસકદશાંગસૂત્ર, ૮ અતકૃશાંગસૂત્ર, ૯ અનુત્તરોપપાતિકસૂત્ર, ૧૦ પ્રશ્નવ્યાકરણુસૂત્ર, ૧૧ વિપાકસૂત્ર, અને ૧૨ દૃષ્ટિવાદસૂત્ર આ પ્રમાણે જૈનધર્મની અમરજ્યાતસમ પેાતાનું મહાન ક`વ્ય અદા કરી, પ્રભુને સ્તવી, વંદન કરી અને નમસ્કાર કરી ઈંદ્ર મહારાજ આદિ દેવગણે સ્વર્ગ પ્રત્યે પ્રસ્થાન કર્યું. તથા ભરત મહારાજા આદિ માનવગણુ વિસર્જન થયે. * ઉપરાંત અ ંગધ્રાની વાચના પ્રભુ મહાવીરના સાતમા પટ્ટધર શ્રી સ્થૂલિભદ્રે વીરાત્૧૬૦ વર્ષે મગધદેશના પાટલીપુત્ર નગરમાં ભયંકર બાર દુકાલીના યાગે કંઠસ્થ જ્ઞાનના લેપ સમયે મુનિવરેશના મધ્યમાં રહી આપી હતી. આ કાળે શ્રુતકેટલી શ્રી ભદ્રબાહુસ્વામી નેપાળથી આ પદામાં પધાર્યાં હતા. જેના યેાગે આ ત્રા પંચમ આરાની જ્ઞાનદીપિકા તુલ્ય ફરીથી સૂત્રાકારે તાડપત્રા પર ગ્ર ંથિત થયા. અને મગધની આ સૂત્રવાચના વીર નિર્વાણું પછીની પ્રથમ વાચના તરીકે ઇતિહાસના પાને અમર ખની, જીગ્મે અમારા ગ્રંથ-સમ્રાટ્ સપ્રાંત. ત્યારબાદ આ સ્કંદિલની અયક્ક્ષતામાં મથુરામાં અને યુગપ્રધાન નાગાર્જીંનની નિશ્રામાં વલ્લભીપુરમાં પણ વાચના થઇ, જે તે “ માધુરી ” અને “વલ્લભી” વાચનાના નામે પ્રસિદ્ધ છે, તે અને યુગપ્રધાનેા એકત્ર થઇ શકયા નહી, જેથી કેટલાક મતમતાંતર રહી જવા પામ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy