________________
[ ૨૨ ]
વિશ્વજ્યાતિ
આ અને
સમકે પણ કહ્યું કે-“ આપણી આયુધશાળામાં હમણાં જ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. હ દાયક હકીકત સાંભળી ભરતરાય ક્ષણવાર વિચારમાં પડ્યા કે-મારે પ્રથમ કેની અર્ચા કરવી વિશ્વને અભય આપનાર પિતાજી કયાં ? અને મનુષ્યેાના ઘાત કરનાર ચક્ર કયાં ? એમ ક્ષણમાત્રમાં વિચારી પ્રથમ ઋષભસ્વામીને વંદન કરવા જવા માટે તૈયાર થવાની માણુસાને આજ્ઞા આપી. યમક અને સમકને ચેોગ્ય પારિતાષિક આપી વિદાય કર્યો.
*
પછી માતા મરુદેવા પાસે જઈ ભરત મહારાજે કહ્યું “હે માતા ! આપે તે મારા ઋષભ જંગલમાં કેવું દુ:ખ સહન કરતા હશે? વગેરે કહી રડી રડી આંખનું નૂર ગુમાવ્યું. આપ કહેતા હતા કે મારા શિક્ષાહારી અને એકાકી પુત્ર દુ:ખ પામે છે, પણ હે માતા ! આપ મારી સાથે આપના પુત્રનુ' ત્રલેાકય સ્વામિત્વ નજરે જુએ તેમનુ અશ્વ જુએ. એમ કહી માતાને ગજેન્દ્ર ઉપર આરૂઢ કર્યો. પછી સુવર્ણ શૈાભિત આભૂષણવાળા ઘેાડા, હાથી, પાયદળ અને રથા લઇ રાજકુટુંબ અને વિપુલ પ્રજાગણુ સહિત ભરતરાજે પ્રયાણ કર્યું. ભરતરાજે દૂરથી ઉપરના તેજોમય રત્નના ગઢ જોયે અને મરુદેવા માતાને કહ્યું કે-“ હે માતા ! જુએ દેવતાઓએ પ્રભુનુ સમવસરણ કેવું અદ્ભુત પ્રભાવશાળી રચ્યું છે. પિતાજીના ચરણકમળની સેવામાં ઉન્મત્ત બનેલા દેવતાઓના આ જયજયનાદ દ્વથી દેવદુ'દુભિ તુલ્ય સંભળાઈ રહ્યો છે. પ્રભુના દર્શનાર્થે દેવી દેવતાએ વિમાનમાં બેસી પ્રભુના સમવસરણુમાં હારબંધ આવતા દેખાય છે. જેમના વિમાનાની ઘુઘરીએાના મેટા અવાજોએ આકાશને મેઘગના તુલ્ય કરી મુકેલ છે.
વહેતા પાણીના પ્રવાહથી જેમ કાદવ ધાવાઇ જાય તેમ ભરતનું કથન સાંભળી ઉત્પન્ન થએલ છે આન દાશ્રુ જેમને એવા મરુદેવા માતાની દૃષ્ટિમાં વળેલાં પડલ ધોવાઇ ગયાં જેથી પૂર્વવત્ આંખ સારી થઈ એટલે પોતાના પુત્રની અતિશય સહિત તીર્થંકરપણાની લક્ષ્મીને માતાએ પેાતાના નેત્રાવડે સાક્ષાત્ જોઇ, તેના દર્શનથી થયેલા અપરિમિત આન ંદ વડે મરુદેવા તન્મય થઈ ગયાં અને તત્કાળ સમકાળે અપૂર્ણાંકરણના ક્રમથી ક્ષષકશ્રેણીમાં આરૂઢ થયાં અને જોતજોતામાં આઠે કર્માંને! ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે વખતે તેમનું આયુષ્ય પશુ પૂર્ણ થવાથી અંતકૃત્કેવલી થઇ માતા મરુદેવા હાથીના સ્કંધ ઉપરજ મેાક્ષપદને પામ્યાં. આ અવસર્પિણીકાળમાં તેએ પ્રથમ સિદ્ધ થયાં.
મરુદેવાના શરીરને સત્કાર કરી દેવતાએએ તેને ‘જય જય ન ંદા’ના હર્ષનાદોથી ગર્જિત કરી ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું. ત્યારથી મૃતશરીરની પૂજાની પ્રથા ચાલુ થઈ. કારણ મહાત્માએ કરે તે આચાર માટે જ કપાય છે.
પછી રાજ્યચિહ્નોના ત્યાગ કરી ભરતરાજ પરિવાર સહિત પગે ચાલતા ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ્યા. ત્યારે દેવતાઓથી વીંટળાયેલા પ્રભુને તેમણે જોયા. પછી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઇ અંજલિ જોડી સ્તુતિ કરી.
ચેાસઠ ઈંદ્રો, અનેક દેવતાઓ, દાનવે, મનુષ્ય અને વિદ્યાધરાથી પૂજિત ભગવાન ઋષભદેવે બાર પ્રકારની પદામાં અતિ ગભીર અને મધુર સ્વરે ભવતારણી ધ દેશના આપી, જેમાં સ્યાદ્વાદ, નય, નિક્ષેપ, જીવાદિ નવતત્ત્વ, ષદ્ભવ્ય, તેના ગુણુ અને પર્યાય, તથા લેકાલેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com