________________
વિભુ વધમાન
[૨૧] કપ્ય ગોચરી ન મળવાને કારણે પરમાત્મા ઉપવાસ ઉપર ઉપવાસ કર્યો જતા હતા અને એક સ્થળેથી બીજે સ્થળે પરિભ્રમણ કરતા હતા, પરંતુ પરમાત્માની સાથે જ દીક્ષિત થયેલા ૪૦૦૦ રાજપુરુષે હવે ક્ષુધાનું કષ્ટ સહન કરી શકે તેમ ન હતા–તેમની ધીરજ ખૂટતી આવતી હતી પ્રાંતે તેઓ સર્વ વિચારીને પરમાત્માનો ત્યાગ કરી જુદા પડી ગયા, અને ફળ-ફૂલ તથા કંદમૂલાદિનું ભજન કરી તાપસ સ્વરૂપે જંગલોમાં અને પહાડની ગુફાઓમાં રહેવા લાગ્યા અને પ્રભુ ઋષભદેવનું ધ્યાન ધરતા પિતાનું જીવન નિર્દોષતાથી મુમુક્ષુ તરીકે વિતાવવા લાગ્યા.
અંતરાય કર્મનો ક્ષય થતાં એક વર્ષ બાદ હસ્તિનાપુરમાં પધારેલ પ્રભુનું પારણું વૈશાખ સુદ ૩ ના દિવસે બાહુબલિના પૌત્ર શ્રેયાંસકુમારના હાથે થયું. દેવતાઓએ તે સમયે રત્નાદિ પાંચ પદાથોની વૃષ્ટિ કરી. તે સમયથી મનુષ્ય મુનિઓના દાનમાર્ગના જ્ઞાતા થયા.
પ્રભુ કાષભદેવના પારણાની હકીકત સાંભળી અરણ્યવાસી ૪૦૦૦ તાપસે (મુનિઓ) પણ પ્રભુ પાસે આવ્યા અને સંયમ અને તપવડે આત્મકલ્યાણના માર્ગે વળ્યા. છદ્મસ્થ અવસ્થામાં રહેલ પ્રભુ ઋષભદેવ:વિહાર કરતા કરતા બાહુબલિજીની તક્ષશિલા નગરીના સીમાડે (નજીકમાં) જઈ પહોંચ્યા. પરમાત્માના આવવાના સમાચાર બાહુબલિજીને મળતાં તેમણે વિચાર્યું કે સવારે અતિ આડંબરપૂર્વક વંદન કરવા જઈશ, પરંતુ પ્રભુ વહેલી સવારે જ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. જે સ્થાને પ્રભુએ સ્થિરતા કરી હતી ત્યાં તેમની ચરણપાદુકાઓની સ્થાપના બાહુબલિએ કરી અને મહાન તીર્થભૂમિ બનાવી. આ તીર્થભૂમિવાળું જિનાલય મહારાજા વિક્રમાદિત્યના કાળ સુધી વિદ્યમાન હતું. બાદ પ્લેને હાથે તે નષ્ટ થયું.
ભગવાન ૧૦૦૦ વર્ષ છવસ્થ અવસ્થામાં રહ્યા. અનેક પ્રકારની તપશ્ચર્યાવડે પૂર્વોપાર્જિત કર્મોને ક્ષય થતાં ફાગણ વદ ૧૧ ના દિવસે પુરિમતાલ નામના ઉદ્યાનમાં તેમને દિવ્ય કેવળજ્ઞાન અને કેવળદશન પ્રાપ્ત થયું. આ સમયે સર્વ ઈદ્રો, દેવી અને દેવતાઓ કેવલ્ય મહત્સવાર્થે ત્યાં આવ્યા. એક એજનભૂમિમાં રન, સુવર્ણ અને ચાંદીના ત્રણ ગઢની રચના કરી, મધ્યભાગે સફટિક રત્નમય સિંહાસન બનાવ્યું. પૂર્વદિશાએ ભગવાન બિરાજમાન થયા. બાકીની ત્રણ દિશાએ ઈંદ્રના આદેશથી વ્યંતર દેએ સાક્ષાત ભગવાનની આકૃતિ જેવાં જ ત્રણ પ્રતિબિંબ (મૂર્તિઓ) બિરાજમાન કર્યા. ચારે દિશાના દરવાજેથી આવવાવાળા સર્વને પ્રભુના દર્શનને લાભ મળત. સર્વના મનમાં એમ થતું કે-પ્રભુ સાક્ષાત્ અમારી સન્મુખ જ બિરાજમાન છે.
જન્મથી ચાર અતિશ, જ્ઞાનોત્પત્તિ સમયના અગિયાર અતિશયે અને ઓગણીશ અતિશયે દેવકૃત મળી ચેત્રીસ અતિશયો સંયુક્ત, અશેકવૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ, છત્ર આદિ અષ્ટ પ્રાતિહાર્યોથી શોભિત, ચેસઠ ઈકો, અનેક દેવદેવીઓ અને વિદ્યાધરોથી પૂજિત પ્રભુના સમવસરણના ગુણાનુવાદ અલ્પજ્ઞ લેખકની કલમથી કયાંથી થઈ શકે?
ભરત મહારાજ રાજસભામાં રાજસિંહાસને બેઠા છે. તે સમયે યમક અને સમક નામના બે અનુચરેએ આવી ભરત મહારાજને પ્રણામ કરી નમ્રતાપૂર્વક જણાવ્યું કે-“હે દેવ! આજે પુરિમતાલ નગરના શકટાયન નામે ઉદ્યાનને વિષે યુગાદિનાથને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com