________________
[૨૦]
વિશ્વ જ્યોતિ
પ્રકરણ પાંચમું
પરમાત્માની દીક્ષા જ્ઞાની ભગવંત કાષભદેવે બાહબલાદિ પુરુષને ૭૨ કલાઓ તેમજ બ્રાહ્મી આદિ સ્ત્રીવર્ગને ૬૪ કલાઓ તથા અઢાર પ્રકારની લિપિનું જ્ઞાન આપ્યું, જેના આધારે સાંસારિક વ્યવહારના દરેક કાર્યોની સરલતા થઈ.
યુગલિકે વ્યવહાર-માર્ગમાં જોડાયા. ધીમે ધીમે અસિ, મસી ને કૃષિના કાર્યમાં પ્રવીણ બનવા લાગ્યા. સર્વ પ્રકારે સુખનું સામ્રાજ્ય વિસ્તરવા લાગ્યું. પરમાત્મા શ્રી ઋષભદેવને જણાયું કે-લકોને હવે “ધર્મ” માર્ગ દર્શાવે જોઈએ, જેથી તેઓ સ્વકલ્યાણ સાધી શકે.
પ્રભુ અષભદેવના આયુષ્યનાં ત્યાશી લાખ પૂર્વ આવી રીતે સંસાર અને વ્યવહાર મા સુધારવામાં વ્યતીત થયા. પરમાત્માને ધર્મ-પ્રવર્તનને કાળ હવે નજીક આવ્યો છે એમ જાણી એક સમયે લેકાંતિક દેએ આવીને પરમાત્માને વિજ્ઞપ્તિ કરી કે-“હે દીને દ્ધારકઆપે જે પ્રમાણે નીતિધર્મને પ્રચલિત કરી કલેશમય દુઃખદ સ્થિતિએ પહોંચેલ યુગલ મનુષ્યને તાર્યા, તે જ પ્રમાણે હવે આત્મિક ધર્મનો પ્રકાશ કરી સંસાર-સમુદ્રમાં ભ્રમણ કરી રહેલ જીને ઉદ્ધાર કરે. આપની દીક્ષાનો સમય હવે નજીક છે. અઢાર કોડાકડી સાગરોપમથી કાંઈક ન્યૂન સમયથી મોક્ષમાર્ગ જે બંધ પડ્યો છે તેને આપ ફરીથી ચાલુ કરે. પ્રભુએ દીક્ષા અવસરને જાણું, એક વર્ષ સુધી (વપી) દાન આપ્યું અને આ રીતે સૌપ્રથમ “દાનધર્મ ” ની શરૂઆત કરી.
ભારતને વિનીતાનું રાજ, બાહુબલિને તક્ષશિલાનું રાજ તેમજ અંગ, વંગ, કુરુ, પુંડ, ચંદી, સુદન, માગધ, અંધ, કલિંગ, ભદ્ર, પંચાલ, દર્શાણ, કોશલ્યાદિ પુત્રને પ્રત્યેક દેશનું રાજ્ય આપ્યું. પાછળથી પુત્રોનાં નામ પરથી દેશોનાં નામે પણ તે જ પ્રમાણે પડ્યાં, જેમાંના ઘણાખરા દેશે પ્રાચીન નામેથી આજે પણ સંબોધાય છે.
ભગવાનના દીક્ષા પ્રસંગે ચોંસઠ ઈંદ્રોએ દેવગણ અને પરિવાર સાથે મોટી ધામધુમથી પ્રભુને ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવ્યું. ભગવાનની સાથે ૪૦૦૦ રાજપુરુષોએ ચૈત્ર વદ ૮ ને દિવસે દીક્ષા અંગીકાર કરી.
પૂર્વજન્મમાં પ્રભુએ અન્તરાય કર્મ ઉપાર્જન કરેલ હતું જેથી શિક્ષાર્થે એક વર્ષ સુધી ફરવા છતાં કલધ્ય ગેચરી ન મળી. આ કાળે ભિક્ષાના શુદ્ધ આચારને જાણનાર પણ કેઈ ન હતું, જેથી પરમાત્માને પ્રાસુક આહાર વહોરાવી શકે. લોકો પોતાના કીંમતી હસ્તિ, અશ્વ, રત્ન, માણેક, મેતી અને સાલંકૃત સુંદર કન્યાઓ પ્રભુની સન્મુખ ધરતા હતા જેનું ભગવાનને કાંઈ પણ પ્રોજન હતું જ નહિ. તેમને તે માત્ર વિશુદ્ધ પ્રાસુક આહારની જ આવશ્યકતા હતી.
t૮૪૦૦૦૦૦ની સંખ્યાને ૮૪૦૦૦૦૦ ગુણતાં જે સંખ્યા આવે તેને એક “પૂર્વ” કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com