________________
વિભુ વર્ધમાન
[૧૯] કાળના પ્રભાવથી ધીમે ધીમે સર્વ કર૫વૃક્ષે નષ્ટ થવાથી યુગલ મનુષ્યમાં અધિકાધિક કલેશ વધવા લાગ્યું. આજીવિકા માટે પાલન-પોષણનું ક્ષેત્ર સંકુચિત પડવા લાગ્યું. નાભિ કુલકરના સમયમાં પ્રચલિત “હકાર' “મકાર” અને “ધિક્કાર' નીતિને પણ સુધાતુર યુગલે વારંવાર ભાંગ કરવા લાગ્યા, જેથી યુગલિકોએ પિતાના ઉદ્ધારાર્થે જ્ઞાની ઝાષભદેવકુમારને રાજા બનાવવાની નાભિકુલકર પાસે જઈ માગણી કરી. નાભિકુલકરે કહ્યું-“તમે બહષભદેવ કુમારને તમારે રાજા બનાવો.” યુગલિકે આનંદિત થયા અને ઋષભદેવના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવા લાગ્યા. પરમાત્માના રાજ્યાભિષેક સમયે ઇંદ્ર મહારાજ પણ આવ્યા. ઇંદ્ર મહારાજે સાથે પુરાવી રાજ્યાભિષેક વિધિની સમજ આપી અને તીર્થભૂમિઓનું પવિત્ર જળ લાવવાની આજ્ઞા કરી. જ્યારે યુગલિકો જળ લેવા ગયા ત્યારે ઇદ્ર મહારાજે પોતાની શક્તિથી પરમાત્માને યેગ્ય રાજસભા, રાજસિંહાસન, રાજવીને ઉચિત ગ્ય વસ્ત્રાભૂષણથી શ્રી કષભદેવ કુમારને અલંકૃત કરી સિંહાસનારૂઢ કર્યો.
યુગલ મનુષ્ય જ્યારે જળપાત્ર ભરી લાવ્યા ત્યારે તેઓએ સાનંદાશ્ચર્ય જોયું કે સિહાસનારૂઢ કષભકુમાર દિવ્ય વૈભવ, શ્રેષ્ઠ અલંકાર અને ઉત્તમ વસ્ત્રાદિથી સુસજિજત છે. ત્યારે તેઓએ વિચાર કરીને સિંહાસનારૂઢ =ાષભદેવની પાદુકાઓનું લાવેલ જળથી પ્રક્ષાલન કર્યું.
આ પ્રમાણેના વિચારપૂર્વકના જળાભિષેકથી ઇદ્ર મહારાજે વિચાર્યું કે–આ યુગલિકામાં હવે બુદ્ધિસંચાર, વિવેક અને વિનયની ખીલવણી સારી રીતે થઈ રહી છે. એટલે તેઓએ સ્વર્ગ પુરી સદશ બાર યેાજન લાંબી અને નવ જન પહોળી એવી “વિનીતા નામે નગરી પિતાની દિવ્ય શકિત દ્વારા બનાવરાવી અને તેમાં સર્વ યુગલિકોને વસાવ્યા. તે વિશાળ નગરીની આજુબાજુ નગરે, ઉપનગરે અને ગામે વસવા ચાલુ થયાં.
જેમને કોટવાળ આદિસ્થાને નિયુક્ત કર્યા તે ઉગ્રવંશી મનાયા. રાજકુટુંબીઓની ઉપમા અપાય તેવી લાયકાતવાળા હતા તેમની ગણતરી ભગવંશમાં થઈ. જેમને મંત્રી આદિ ઉચાધિકારે નિયુક્ત કર્યા તેમની ગણના રાજવંશ તરીકે થઈ. બાદ શેષ જનતા રહી તેમની ગણતરી ક્ષત્રિય વંશમાં થઈ; જ્યારે રાજ્યશાસક તરીકે મહારાજા ત્રાષભદેવ(કુલકર)ની ગણતરી ઇક્ષવાકુ રાજવંશ તરીકે થઈ.
તે કાળથી આ પ્રમાણે કુળ અને વંશની સ્થાપના થઈ. ઉપરોક્ત કુળ અને વંશમાં બાકીના સર્વને સમાવેશ થયે.
રાષભદેવ મહારાજનો યુગલ મનુષ્યોને નીતિના માર્ગે પ્રવર્તાવવામાં, નીતિ માર્ગનું શિક્ષણ આપવામાં લાંબે કાળ પસાર થયો તે દરમિયાન મહારાજા કાષભદેવને ભરત, બાહુબલી આદિ ૧૦૦ પુત્ર અને બ્રાહ્મી અને સુંદરી નામે બે પુત્રીઓ થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com