________________
[ ૧૮ ]
વિશ્વજ્યાતિ
પ્રકરણ ચેાથું આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવને પ્રાદુર્ભાવ
રાજા વઘને જીવ જે સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા હતા, તે તેત્રીસ સાગરોપમનુ આયુષ્ય પરિપૂર્ણ કરી આ ભરતભૂમિ પર નાભિ કુળકરની મરુદેવા ભાર્યાની પવિત્ર કૃક્ષિમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યાગ આવતાં અસાડ વદ ૪ ના દિવસે ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત ને અવધિ) સંયુક્ત અવતર્યા. માતાએ વૃષભાદિ શુભ ચૌદ મહાસ્વપ્ના જોયાં.
શુભ સ્વપ્નાને અંગે મરુદેવીને થતાં દરેક પ્રકારનાં શુભ દોહલાએ નાભિ રાજાએ પૂણ્ કર્યાં. ચૈત્ર વદ આઠમના દિવસે સ` ગ્રહેા ઉચ્ચ સ્થાનકે રહ્ય છતે . તેમજ ચંદ્રને ચાગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવે છતે મધ્યરાત્રિએ શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ થયા. દિક્કુમારિકાઆએ સૂતિકા કર્મ આદિ કાર્ય કર્યું અને ચેાસઢ ઇંદ્રોએ સુમેરુ પર્યંત પર પ્રભુના સ્નાત્રમહાત્સવ ભક્તિ તેમજ આદરપૂર્વક ઉજજ્યે.
મરુદેવા માતાએ સ્વપ્રમાં પ્રથમ વૃષભને જોયા તથા ભગવાનનું લંછન પણ વૃષભ હાવાથી ભગવાનનું નામ વૃષભકુમાર ” યાને ઋષભદેવ” રાખવામાં આવ્યું.
46
ઈંદ્ર મહારાજ જ્યારે પ્રભુના દર્શીને આવ્યા ત્યારે તેમના હાથમાં ઇક્ષુ(શેરડી)ના સાંઠા હતા. ખાળ પ્રભુએ લાંબે હાથ કરી ઇંદ્ર મહારાજ પાસેથી તેને ગ્રહણ કર્યો, જેના યાગે ઇંદ્ર મહારાજે પરમાત્માના વંશની ઇક્ષ્વાકુ રાજવશના નામે સ્થાપના કરી. ઋષભકુમારની સાથે યુગલ તરીકે સુમગલાના જન્મ થયા હતા.
આ કાળે એક નૂતન યુગલ તાડના વૃક્ષ નીચે છાયામાં ક્રીડા કરી રહ્યું હતું તેવામાં કર્મ વશાત્ તાડનુ' એક ફળ પુરુષના કોમળ સ્થાન પર જોશથી પડ્યુ. અને કાળના પ્રભાવથી તે પુરુષના સ્વર્ગવાસ થયા. યુગલિક પૈકી પુરુષ અને સ્ત્રી બંને સાથે જ મૃત્યુને વશ થતાં પણ આ ઘટના દુર્દેવથી ખની યુગલિક પુરુષના સાથે જન્મેલ સુનંદા એકલી, અટલવાઇ અને નિરાધાર બની. આ નિરાધાર કન્યાને યુગલિકા નાભિરાજાને તેના રક્ષણ માટે સાંપી ગયા.
રાજકુમાર ઋષભદેવ યુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે જન-સમુદાયની વિજ્ઞપ્તિથી સુન દા અને સુમંગલા સાથે તેમનુ પાણિગ્રહણ કરવામાં આવ્યું. આ પ્રમાણેના આ પાણિગ્રહણ વિધિ પ્રથમ હોવાથી લગ્ન વ્યવહાર, વિધિવિધાન, તેને અ ંગે પુરુષાનુ કર્તવ્ય સ્વયં ઈંદ્ર મહારાજે અને સ્ત્રીઓનું કર્તવ્ય ઇંદ્રાણીએ જનસમૂહને સમજાવ્યુ અને ‘લગ્નવિધિ'ની શરૂઆત કરી. લગ્નનું પવિત્ર રહસ્ય સમજાવતાં ઈંદ્ર મહારાજે કહ્યું કેઃ—“ એક માતાની પવિત્ર કૂક્ષીમાંથી જન્મેલ “ યુગલ ” ના સંબંધ હવે પછી ભાઇ બહેન રૂપે પવિત્ર મનાશે. જ્યારે લગ્નાથે પાણિગ્રહણાર્થે અન્ય ખાલિકા અને યુવાનના સંબધ શાસ્ત્રોક્ત ગણાશે. અને તે પતિપત્નીના નામથી સંબોધાશે. ” ત્યારપછી યુગલિકાના લગ્નાદિ વ્યવહાર જે ભાઈ બહેનમાં થતા હતા તે અંધ પડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com