________________
વિભુ વર્ધમાન
[ ૧૭ ]
રાજનીતિને ઉપયોગ કરવામાં આવતા. માનવ સમુદાયમાં ગુન્હા કરનારને દોષિત ઠરાવી “હુકાર”ના દંડ કરતા, જેથી યુગલિક નિજત થઇ જતા અને આજીવન ફરીથી કાઇ પણ પ્રકારનુ અનુચિત કાર્ય ન કરતા.
આ પ્રમાણે “હકાર ” રાજનીતિ કેટલાય કાળ સુધી ચાલી. વિમળવાહન કુળકરની ચંદ્રયશા નામની ભાયથી ચક્ષુષ્માન નામે પુત્ર થયા. તે પણ પેાતાના પિતાના સ્થાને કુળકર થયા. તેની રાજનીતિને માર્ગ પણ ‘હુકાર' નીતિ અનુસાર જ હતા.
'
•
13
તેમના સમયમાં કલ્પવૃક્ષોનુ પ્રમાણ ઘણું જ ઓછું ફળદાયી થયેલ હાવાથી યુગલિકેમાં મમત્વભાવ પેદા થયેા. મમત્વના કારણે તેમનામાં કલેશનુ વાતાવરણ જામવા લાગ્યું, જેથી ‘હુકાર' નીતિનું ઉલ્લંઘન થવા લાગ્યું. તેમના માટે “ મકાર નીતિ ” ( ફરીથી આવુ ન કરીશ) ઘડાઈ, જેનાથી યુગલકા લિજ્જત થઇ દોષરહિત ખનવા લાગ્યા. કેટલાએક કાળ સુધી આ રાજનીતિને માર્ગ પ્રચલિત રહ્યો. ચક્ષુષ્માનને ચંદ્રકાંતા પત્નીથી યશસ્વી અને સુરૂપાનું યુગલ જન્મ્યું.
આ યશસ્વી કુળકરની મુરૂષા ભાર્યાથી અભિચંદ્ર નામના પુત્ર થયા. તે પણ પેાતાના પિતાની માફક કુશળતાથી યુગલિકાના માદક રહ્યા. અભિચંદ્રની પ્રતિરૂપા નામની ભાર્યાથી પ્રસેનજિત નામે પુત્રની ઉત્પત્તિ થઇ. તે પણ પોતાના પિતાની માફક સુંદર રીતે ન્યાયાસન દીપાવવા લાગ્યું.
આ કાળે હકાર ” અને “ મકાર ’ની નીતિમાં કપરા સંજોગાને કારણે તેમને “ધિક્કાર” નીતિના વધારા કરવા પડ્યો, તેથી લજ્જિત-શરમિંદા થઇ યુગલિકા અઘટિત કાર્ય કરતા અટકથા અને કલેશમય વાતાવરણમાં કંઇક અંશે શાંતિ થતી. પ્રસેનજિત કુળકરની ચક્ષુષ્કાંતા નામની ભાર્યાથી મરુદેવ નામના પુત્રની ઉત્પત્તિ થઈ. તે પણ પેાતાના પિતાને સ્થાને રહી સુંદર કુશળતાથી યુગલિકાને સંભાળી શકયા. આ મરુદેવની ભાર્યો શ્રીકાંતાથી નાભિ નામના પુત્રની ઉત્પત્તિ થઇ. પણ પોતાના પિતાના સ્થાનને લાયક નીતિજ્ઞ તરીકે કુળકરના પદને દીપાવવા લાગ્યા.
આ કાળે ત્રણ પ્રકારની રાજનીતિ હોવા છતાં કાળના ભયંકર પ્રભાવ યુગલિક મનુષ્ય પર એવી રીતે પ્રસર્યો કે ત્રણે પ્રકારની નીતિનું તેઓ ઉલ્લંધન કરવા લાગ્યા અને અમર્યાદિત બન્યા. કલ્પવૃક્ષે પ્રભાવરહિત બન્યાં જેથી ભેગાપભાગમાં અત્યંત ન્યૂનતા આવી. કલેશ અને કષાયનુ વાતાવરણ ભયંકર પ્રમાણમાં વધી પડયું. આ કાળની દુ:ખમ નીતિમાં યુગલિકાનું જીવન પણ દુષ્કર થઈ પડ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com