________________
[૧૬]
વિશ્વતિ તે કાળે મનુષ્ય સુંદર સ્વરૂપવાન, વિનયશાળી, સરલ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શાંતચિત્ત, કષાયરહિત, મમત્વરહિત, પદચારી, ત્રણ ગાઉના પ્રમાણુવાળા (શરીરે) ઊંચા, ત્રણ પલ્યોપમ આયુષ્યના ધારણ કરવાવાળા અને દેવી સુખ-વૈભવ ભેગવનારા હોય છે. તેઓને અસિ, મસિ અને કૃષિના કર્મરહિત દરેક પ્રકારનું સુખ અને વૈભવની પ્રાપ્તિ ઈચ્છા પ્રમાણે તાત્કાલિક પ્રાપ્ત થતી હતી.
આ કાળમાં સ્ત્રી-પુરુષરૂપ યુગલ દંપતી જીવનના અમુક દિવસો બાકી રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે. જેમાં એક બાળક અને બીજી, બાળિકા હેય છે) માતાપિતા તેની પ્રતિપાલના ૪૮ દિવસ સુધી કરે છે. પછી માતાપિતારૂપ યુગલ છીંક અને બગાસું આવવાથી મૃત્યુ પામે છે. (બીજે કઈ રોગ તેમને થતું નથી) યુગલ મરીને સ્વર્ગમાં જાય છે. પાછળ રહેલ યુગલ યુવાવસ્થાએ પહોંચતાં દંપતી તરીકે સંસાર ભેગવતાં. તે કાળે ભાઈબહેન તરીકેની સંજ્ઞા ન હોવાથી આ યુગલ નિર્દોષ ગણાતું.
સિંહ, વાઘ આદિ વનચર પશુઓ પણ ભદ્રિક, વેરભાવરહિત, શાંત મનભાવવાળા હતા. કાળના પરિવર્તન સાથે તેમના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંહનન, સંસ્થાન, દેહમાન, આયુષ્યાદિ સર્વમાં ન્યૂનત થતી ગઈ. આ સર્વ અવસર્પિણી કાળના પ્રભાવરૂપ સમજવું.
(૨) સુષમા નામે બીજા આરાનું પ્રમાણ ત્રણ કોડાકોડ સાગરોપમ હોય છે. આ કાળમાં યુગલ મનુષ્યનું દેહમાન બે ગાઉ અને આયુષ્ય બે પાપમનું હોય છે. કાળના પ્રભાવે દરેક રીતે દરેક વસ્તુમાં ન્યૂનતા થતી રહે છે.
(૩) દુષમસુષમા નામે ત્રીજે આરે ક્રોડાકોડ સાગરોપમને હોય છે. યુગલમનુષ્યનું દેહમાન (શરીરની ઊંચાઈ) એક ગાઉ અને આયુષ્યનું પ્રમાણ ઘટીને એક પલ્યોપમ જેટલું હોય છે. આવી રીતે આયુષ્ય, દેહમાન વિગેરેમાં કાળપ્રભાવે હાનિ થતી રહે છે.
ત્રણ વિભાગમાંથી (આરામાંથી) પહેલા બે વિભાગ સુધી તે યુગલધર્મ બરાબર ક્રમ પ્રમાણે ચાલતે રહ્યો પરંતુ ત્રીજા આરામાં કાળના પ્રભાવે ક૯૫વૃક્ષે મનવાંછિત આપવામાં સંકચિત થયાં, પરિણામે મમત્વભાવની વૃદ્ધિ થઈ. મમત્વ હોય ત્યાં કલેશ હોય જ. તેથી તેઓને જીવનવ્યવહાર કલેશમય બનવા લાગ્યું. અને તે એવી સ્થિતિએ જઈ પહોંચ્યું કેતેઓને રક્ષણ અને માર્ગદર્શન માટે એક સત્તાધારી યુગલિકની જરૂરીયાત જણાઈ.
એવામાં કુદરતી સાનુકૂળતાભર્યા સંજોગોમાં એક અનુપમ સૌંદર્યશાળી યુગલિક મનુષ્ય હાથી પર સુવ્યવસ્થાપૂર્વક અંબાડીમાં બેસી ભૂમિ ઉપર પરિભ્રમણ કરી રહ્યો હતો. તેને જોતાં જ દુ:ખી થતા યુગલિકને લાગ્યું કે આ મનુષ્ય જરૂર સર્વથી મટે, જ્ઞાની ને મહાન છે. કારણ આ પહેલાં કોઈ પણ યુગલિક મનુષ્યને હાથી પર સ્વારી કરેલ તેઓએ દેખેલ નહી.
સર્વે યુગલિકે એકત્રિત થયા અને આ હસ્તિસ્વાર યુગલિકને પોતાના પ્રથમ કુલકર તરીકે સ્વીકાર્યો. તેનું નામ “વિમલવાહન” રાખ્યું, કારણ તેના વાહન-હસ્તીને રંગ વિમલ એટલે સફેદ હતો.
આ વિમલવાહન કુલકરે, જે કઈ યુગલિક પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો તેના માટે “હકાર” (હા! તે આવું કર્યું?) દંડની રાજનીતિ ઘડી હતી. ન્યાય ચૂકવવામાં આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com