________________
વિભુ વર્ધમાન
[૧૫]
પ્રકરણ ત્રીજું
કાલસ્વરૂપ અને યુગલિક ભાવ સૃષ્ટિમાં ચૈતન્ય અને જડ આ બે મુખ્ય પદાર્થો છે. આજે જે સંસારચક ગતિમાન થઈ રહ્યું છે, તે સર્વે ચૈતન્ય અને જડ વસ્તુનું પોયરૂપ છે.
કાળના પરિવર્તન સમયે કોઈ વખત ઉન્નતિને તે કઈ સમયે અવનતિનો આવ્યા કરે છે. જેના ભેદે બે પ્રકારના છે. (૧) ઉત્સપિ (૨) અવસર્પિણું. આ બંને ભેદેને એકત્રિત કરતાં એક કાળચક્ર થાય છે. આવાં અનંતા કાળચકો ભૂતકાળમાં વ્યતીત થઈ ગયાં અને ભવિષ્ય કાળમાં થવાના છે. આ પ્રમાણેના કાળચકના પરિભ્રમણયોગે કાળને આદિ કે અંત સમજ અશક્ય છે.
ઉત્સર્પિણી કાળમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંહનન, સંસ્થાન, જીવનું આયુષ્ય અને શરીર (દેહમાન) આદિ સર્વ પદાર્થોની ક્રમશ: ઉન્નતિ-વૃદ્ધિ થયા કરે છે.
અવસર્પિણી કાળમાં પૂર્વોક્ત સર્વ વસ્તુઓની ક્રમશ: અવનતિ (ઘટાડો) થયા કરે છે. આ પ્રમાણે ઉન્નતિ અને અવનતિના ચક્રાવા રૂપે સૃષ્ટિનું પરિભ્રમણ થયા કરે છે. | વેદાંતિક-સનાતન ધર્મમાં સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગનાં નામ સંબોધીને કાળનું પરિવર્તન માન્યું છે. તે જ પ્રમાણે જૈન ધર્મમાં પણ ઉત્સપિણી અને અવસર્પિણના છ છ આરાઓ દ્વારા કાળનું પરિવર્તન મનાયું છે.
આરાનું સ્વરૂપ ઉત્સર્પિણી કાળના છ વિભાગ-(૧) દુઃષમાદષમ. (૨) દુ:ષમ. (૩) દુઃષમાસુષમ. (૪) સુષમાદુષમ. (૫) સુષમ. (૬) સુષમાસુષમ. પરિભ્રમણ કાળને સ્વાભાવિક ગુણ છે. દુઃખની ચરમ સીમા સુધી પહોંચીને પરિભ્રમણના ક્રમમાં પલટો લઈ સુખની ચરમ સીમાએ પણ પહોંચી જાય છે. ત્યારબાદ ફરીથી તે પોતાની મૂળ ચક્રગતિએ આવી ઉપસ્થિત થાય છે.
અવસર્પિણી કાળના છ વિભાગ-(૧) સુષમાસુષમ. (૨) સુષમ. (૩) સુષમાદુષમ. (૪) દુષમાસુષમ. (૫) દુઃષમ. (૬) દુષમાદષમ.
અર્થાત ઉત્સર્પિણી કાળ પૂરો થાય બાદ અવસર્પિણીકાલ શરૂ થાય છે અને પછી ફરી ઉત્સર્પિણી કાળ શરૂ થાય છે. એમ ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ બે સાથે મળી એક કાળચક્ર (બાર આરા દ્વારા ) થાય છે.
આપણે અવસર્પિણી કાળના પાંચમા આરામાં જીવન જીવી રહ્યા છીએ.
(૧) સુષમાસુષમ નામે પહેલો આરો ચાર કોડાકોડ સાગરોપમના પ્રમાણુવાળ હોય છે. તે કાળ ભૂમિની સુંદરતા અને રસાળતા હોય છે. મનવાંછિત ફળ દેનારા દશ પ્રકારનાં કલ્પવૃક્ષ જીવનની સર્વ જરૂરિયાતે પૂર્ણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com