________________
વિષ્ણુ વધ માન
[ ૧૩ ]
ઘાતી કર્મીને ક્ષય થવાથી વજ્રસેન તીર્થંકરને કેવળજ્ઞાન થયુ. તે જ વખતે વજ્ર નામની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું તથા બીજા પણ તેર રત્ના પ્રાપ્ત થયાં. આ ચૌદ રત્નોથી સમગ્ર પુષ્કલાવતી વિજય જીતી વનાભ ચક્રવતી થયા.
*
વિહાર કરતાં વસેન તીર્થંકર પુંડરીગણી નગરીમાં પધાર્યા. દેવાએ સમવસરણની રચના કરી. પાંચ ભાઇએ અને સુયશા સહિત વજ્રનાભ ચક્રવતી ભગવતને વંદન કરવા ગયા. વંદન કરીને ધ દેશના સાંભળી તેથી તેઓનું મન વૈરાગ્યથી વાસિત થયું અને છએ જણાએ તેમની પાસે દીક્ષા લીધી.
વજ્રનાભ ચક્રીએ દીક્ષા લઇ દ્વાદશાંગીના અભ્યાસ કર્યો. તપ અને ત્યાગના પ્રભાવથી જગતને આશ્ચર્ય પમાડે તેવી સિદ્ધિએ અને §લબ્ધિએ તેમને પ્રાપ્ત થઇ. આવી અદ્ભૂત સિદ્ધિએ અને લબ્ધિએ (શક્તિઓ) પ્રાપ્ત થયા છતાં અપ્રમત્તપણે “સવિ જીવ કરું શાસન
* જ્ઞાનાવરણીય, દર્શનાવરણી, મેાહનીય અને અંતરાય એ ચાર ધાતીક કહેવાય છે. આત્માના મુખ્ય ગુણ ( અન ંતજ્ઞાન, અનંતન, અનંતચારિત્ર અને અનંતવી )ને ધાત(નાશ) કરનારા હોવાથી
તે ધાતી ક્રર્મ કહેવાય છે.
× 1 અણિમા–સાયનાં નાકામાં પણ પ્રવેશ કરવાની શક્તિ ૨ મહિમા-મેરુપર્યંત ઢીંચણુ સુધી આવે તેવું માટુ શરીર કરવાની શક્તિ. ૩ ગરિમા-દ્રાદિ દેવે પણ સહન ન કરી શકે તેવું ભારે વજનદાર શરીર કરવાની શક્તિ. ૪ લધિમા-પવનથી પણ પોતાના શરીરને હલકું કરવાની શક્તિ. ૫ પ્રાપ્તિ-જમીન પર રહીને મેરુના અગ્રભાગને કે ગ્રહાદિકને અડકી શકે તેવી શકિત. ૬ પ્રાકામ્ય-જેમ જમીન પર ચાલી શકે તેમ જળ પર ચાલી શકે અથવા જલમાં ડુબકી મારી શકે તેમ જમીનમાં પણ ડુબકી મારી શકે, છ શિવ-ઈંદ્ર અને ચક્રવર્તીની ઋદ્ધિ વિસ્તારવાની શક્તિ. ૮ વિશ-ક્રૂર પશુએ અને અન્ય જંતુએ (જીવાને) વશ કરવાની શક્તિ.
આ આઠ મહુાન સિદ્ધિએ કહેવાય છે.
§આદિ, મધ્ય કે અંત કાઇ એક પદ સાંભળવાથી આખા પ્રથને ખાધ થાય તે પદાનુસારિણી લબ્ધિ. જેમના પાત્રમાં પડેલું થેાડુ અન્ન પણ દાન કરવાથી ખૂટે નહિ તે અક્ષિણમહાનસી લબ્ધિશ્રી ગૌતમસ્વામીએ ૧૫૦૦ તાપસેાને પારણું કરાયું તેમ. કાઇ પણ ઈંદ્રિયવડે ખીજી ઇંદ્રિયાના વિષયને પણ જાણી શકે જેમકે સ`ઇંદ્રિયેાવડે સાંભળી શકે તે સભિન્નશ્રોતલબ્ધિ, જેથી એક પગલે રૂચક ીપે (તેરમા દ્વીપે) જઈ શકે. પાછા વળતાં ખીજે પગલે નંદનવનમાં અને ત્રીજે પગલે જ્યાં હતા ત્યાં આવી શકે તે જ ઘાચારણ લબ્ધિ; જેથી એક પગલે માનુષાત્તર પવ'તે, ખીજે પગલે નંદીશ્વર દ્વીપે જાય અને તે રીતે પાછા આવી શકે તે વિદ્યાચારણ લબ્ધિ. જેમના શ્લેષ્મના લેશમાત્ર ચાપડવાથી કાઢ જેવા રોગા પશુ નાશ પામે અને સુવણુ જેવું શરીર થાય તે ખેલૌષધિ લબ્ધિ. જેમના કાન, નેત્ર અને અ`ગનેા મેલ રાગીના રાગને હણુનાર તથા કસ્તૂરી જેવા સુગધવાળા હોય તે જલૌષધિ લબ્ધિ. જેમના શરીરના સ્પર્શ માત્રથી રાગી નિરોગી થાય તે આમાઁષધિ લબ્ધિ. જેમના શરીરને સ્પર્શેલું જળ, તથા સ્પર્શેલા વાયુ પણ ઝેરના દાષને-રોગાની પીડાને દૂર કરે તેમજ જેમના નખ, દાંત વગેરે ઔષધનું કાર્ય કરે તે સૌષધિ લબ્ધિ, વિગેરે ઘણી લબ્ધિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com