________________
[૧૧]
વિભુ વર્ધમાન
સાત ભવઃ યુગલિકઃ આઠમો ભવઃ સૌધર્મદેવ દીક્ષા લેવાની શુભ ભાવનાના પ્રભાવથી મૃત્યુ પામી તે દંપતી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક તરીકે જમ્યાં. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલેકમાં મિત્રદેવ થયા. ઘણા કાળ સુધી દેવ સંબંધી સુખ ભોગવી આયુષ્ય પૂર્ણ થયે અવ્યા.
૯ મે ભવઃ છવાનંદ વિદ્ય વાઘને જીવ મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ વૈદ્યને ત્યાં જવાનંદ નામે પુત્ર થયે. તે વખતે તે જ નગરમાં બીજા ચાર જણને ઘેર પુત્રોને જન્મ થયે.
ઈશાનચંદ્ર રાજાને કનકવતી રાણીથી મહીધર નામે પુત્ર . સુનાસીર પ્રધાનને લક્ષ્મીવતી સ્ત્રીથી સુબુદ્ધિ નામે પુત્ર થયો. સાગરદત્ત સાથે વાહને અભયમતી સ્ત્રીથી પૂર્ણભદ્ર નામે પુત્ર થયે તથા ધનશ્રેષોને શીલવતી સ્ત્રીથી ગુણાકર નામે પુત્ર થયે. અને શ્રીમતીનો જીવ તે જ નગરમાં ઈશ્વરદત્ત શેઠને ત્યાં કેશવ નામે પુત્ર થયે.
આ છએ જણને પરસ્પર મિત્રતા થઈ. સાથે હરતાંફરતાં અને આનંદપ્રમોદ કરતાં સુખપૂર્વક તેઓ કાળ નિર્ગમન કરવા લાગ્યા. જીવાનંદ પિતાની વારસાગત વિવિદ્યામાં પારંગત થયે. તે અનેક પ્રકારનાં ઔષધે બનાવતે તથા ચેકકસ નિદાન કરી અસાધ્ય રોગોને પણ મટાડી શકતે.
એક વખત પાંચે મિત્રો વૈદ્ય પુત્ર જીવાનંદને ત્યાં બેઠા હતા તે વખતે તપસ્વી પણ કોઢ રેગવાળા ગુણકર નામના મુનિરાજ આહાર વહેરવા આવી ચઢ્યા. તેઓશ્રીના જવા પછી રાજકુમાર મહીધરે હાસ્યપૂર્વક જીવાનંદને કહ્યું કે-તું ઓષધેનું સુંદર જ્ઞાન ધરાવે છે, રોગોનું નિદાન કરવામાં અને ઉપચાર કરવામાં કુશળ છે, છતાં આવા તપસ્વી મુનિની દવા કેમ કરતે નથી? જગતમાં કહેવાય છે કે “વૈદ્યો લોભીયા અને દયાભાવરહિત હોય છે.” તે સત્ય જણાય છે, પરંતુ વિવેકી માણસેએ આવા તેની સેવા કરવાને શુભ અવસર જવા દે ન જોઈએ.
જીવાદે કહ્યું-મિત્ર! તમે અવસરને એગ્ય ઠીક કહ્યું છે, પણ મારું કહેવું સાંભળે. આ રોગ મટાડવા ૧ લક્ષપાક તેલ. ૨ રત્નકંબળ અને ૩ ગશીર્ષચંદન એ ત્રણ વસ્તુઓ જોઈએ. તેમાં લક્ષપાક તેલ મારી પાસે છે. બીજી બે ચીજે મારી પાસે નથી. તમે લાવી આપે તે હું મુનિરાજના રેગની ચિકિત્સા કરું.
આ સાંભળી પાંચે મિત્રે તે ચીજો લેવા ગામમાં એક વૃદ્ધ વણિકની દુકાને ગયા. વણિકે દરેક ચીજની લાખ લાખ રૂપીયા કિંમત માગી. બધા મિત્રો તે રકમ આપવા તૈયાર થયા, એટલે આશ્ચર્ય પામી વણિકે તેઓને પૂછયું: ભાઈઓ! તમે આ વસ્તુઓને શું ઉપયોગમાં લેશે? બધા મિત્રોએ પિતાના હૃદયને વિચાર જણ.
નાની ઉંમરના છતાં વિવેકથી વૃદ્ધ સમાન તેઓને કાંઈ પણ કિમત લીધા વિના વણિક વેપારીએ બન્ને વસ્તુ આપી અને મુનિસેવામાં મારી આ ચીજો ખપ લાગશે તેથી હું મારા આત્માને ધન્ય માનું છું, એમ પણ કહ્યું. પછી કાલક્રમે તે વેપારીઓ પણ દીક્ષા લઈ મોક્ષ મેળવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com