________________
[૧૦]
વિશ્વતિ કરી પૃથ્વી પર પડી ગયું અને થોડી વારે જાણે ભાનમાં આવ્યું હોય તેમ ઉડ્યો. લેકોએ તેને મૂછોનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે-આ ચિત્ર મારા પૂર્વભવનું છે. હું લલિતાંગ દેવ છું. આ મારી સ્વયંપ્રભા દેવી છે.
ત્યારે ધાવમાતાએ પૂછ્યું: ધાતકીખંડ અને નંદીગ્રામ કયાં આવ્યાં? તે બતાવે. આ મુનિ કોણ છે ? તે કહો. ત્યારે દુદ તે સ્થાન અને નામ ખોટાં જણાવ્યા, તેથી ધાવમાતાએ હાસ્યપૂર્વક કહ્યું: બરાબર છે. હે લલિતાંગ! તમારી સ્વયંપ્રભા હમણાં નંદીગ્રામમાં કર્મોના દેષથી બિચારી પાંગળી થઈને અવતરી છે. તમારા વિયેગથી તે ઝૂરે છે, માટે હે કુમાર ! મારી સાથે ચાલો અને તે દુઃખિયારીને આશ્વાસન આપે. તે સાંભળી દુદતના મિત્રો હસવા લાગ્યા, જેથી શરમાઈને તે પણ ત્યાંથી ચાલતે થયે.
થડી વારે હાર્ગલપુરને રાજકુમાર વાજંઘ ત્યાં આવ્યું. ચિત્ર જોતાં જ મૂચ્છ પામે. ચેતના આવતાં ઉઠ્યો ત્યારે ધાવમાતાએ પૂછ્યું એટલે વજાજે ઘે કહ્યું કે-આ મારા પૂર્વભવનું ચિત્ર છે. આ ઈશાન દેવલેક છે, તેમાં આ શ્રીપ્રભ વિમાન છે. હું લલિતાંગકુમાર દેવ છું અને આ મારી સ્વયં પ્રભા દેવી છે. વિગેરે સર્વ વૃત્તાંત સત્ય રીતે કહી બતાવ્યું.
ધાવમાતાએ બધી વિગત શ્રીમતીને કહી અને શ્રીમતીએ ધાવમાતા દ્વારા પિતાના પિતાને વિનંતિ કરાવી. વાસેન ચક્રી ખુશી થયા. અને વજંધ કુમારને સન્માનપૂર્વક બોલાવી ઘણું મહત્સવથી શ્રીમતીને તેમની સાથે પરણાવી.
થોડાક વખત બાદ વજાસેન ચકવતીની રજા લઈ વાજંઘ કુમાર શ્રીમતી સાથે પિતાના નગરે ગયો. સુવર્ણ જંઘ રાજાએ વાજંઘકુમારને રાજ્ય સેંપી પોતે દીક્ષા લીધી.
આ બાજુ વજસેન ચક્રવતીએ પણ પોતાના પુષ્કરપાળ નામના પુત્રને રાજ્ય આપી દીક્ષા લીધી અને તેઓ તીર્થકર તરીકે પૃથ્વી પીઠ પર વિચરવા લાગ્યા.
શ્રીમતીની સાથે સુખ ભોગવતાં વાજંઘે ઘણે કાળ પસાર કર્યો. તેઓને એક પુત્ર થયા. પુષ્કરપાળથી સીમાડાના રાજાઓ વિરુદ્ધ થઈ ગયા તેથી તેણે વજંધની મદદ માગી.
વજજશે ત્યાં જઈ તેઓને જીતી લીધા બાદ પિતાના નગર તરફ પાછા ફરતાં માર્ગમાં સાગરસેન અને મુનિસેન નામના મુનિઓનો મેળાપ થયે. ભક્તિપૂર્વક તે બનને મુનિઓને વંદન કરી આહારપાણી વહરાવ્યાં અને સ્વયં વિચારવા લાગ્યો કે-આ મુનિએ ધન્ય છે. હું પણ મારા પુત્રને રાજ્ય આપી પિતાની જેમ વ્રત લઈશ. આ પ્રમાણે વિચારણા કરી પોતાના નગરમાં આવ્યું. “સવારમાં પુત્રને રાજ્ય સંપીને વ્રત લઈશ.” એવા વિચારમાં રાજારાણી બને સૂઈ ગયાં.
શુભ સંકલ્પ કરીને વાજંઘ અને શ્રીમતી પિતાના શયનખંડમાં સુખપૂર્વક નિદ્રા લઈ રહ્યા છે, અને બીજી બાજુ રાજ્યભી પુત્રે, રાજા-રાણીને મૃત્યુ પમાડીને રાજ્ય હસ્તગત કરવાને પ્રપંચ ર છે. તેણે શયનખંડમાં ઝેરી ધૂમાડો પ્રગટાવ્યા અને તેને પરિણામે બન્ને રાજા રાણું મૃત્યુ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com