________________
વિષ્ણુ વ માન
*
[ ૯ ]
કેવળી ભગવાને કહ્યું-હ બાળા ! તારે તે શું દુ:ખ છે? નરક અને તિર્યંચગતિમાં જીવાને અનેક પ્રકારનાં દુ:સા દુ:ખો ભોગવવાં પડે છે. એમ કહી નરક અને તિર્યંચગતિનાં દુ:ખાવુ' સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું. તે સાંભળી નિર્દેમિકાને વૈરાગ્ય થયા અને મુનીશ્વર પાસે સમ્યક્ત્વ અને ગૃહસ્થનાં ખાર ત્રતા અંગીકાર કરી તેનુ પાલન કરવા લાગી.
તે ઉંમરલાયક થઈ છતાં તેણીને કાઇ પરણતું નથી એટલે વિશેષ વૈરાગ્ય પામી હાલમાં તેણીએ યુગ ંધર મુનિ પાસે અનશન વ્રત અગીકાર કર્યું છે, તે હે લલિતાંગ દેવ ! તમે ત્યાં જાએ, તેને તમારું દિવ્યરૂપ દેખાડા, જેથી તમારામાં આસક્ત થયેલી તે તમારી સ્ત્રી થાય. લલિતાંગ દેવે મિત્ર–દેવના કથન પ્રમાણે કર્યું. નાગશ્રી પણ તેના ઉપર રાગવાળી થવાથી મૃત્યુ પામીને સ્વયં પ્રભા તરીકે ઉત્પન્ન થઇ. પછી ઘણા કાળ સુધી તે બન્નેએ દિવ્યસુખા ભગત્યાં.
ભવ ૬ ઠ્ઠાં : વજ ધ રાજા
આયુષ્ય પૂર્ણ કરી લલિતાંગ દેવને જીવ પૂર્વ મહાવિદેહની પુષ્કલાવતી વિજયમાં લેહાલ નગરનાં સુવર્ણ જઘ રાજાની રાણી લક્ષ્મીવતીના વધ નામના પુત્ર થયા.
સ્વયં પ્રભાદેવી પણ કાળ કરી તે જ વિજયમાં પુંડરીગિણી નગરીમાં વજાસેન ચક્રવર્તીની ગુણવી નામની રાણીની શ્રીમતી નામે પુત્રી થઇ. કાળક્રમે તે યુવાવસ્થા પામી.
એક વખત શ્રીમતી પેાતાના મહેલ ઉપર ચઢીને ચારે બાજુ સૃષ્ટિ-સૌન્દર્ય જોવામાં મશગૂલ હતી. તે વખતે નજીકના મનારમ નામના ઉદ્યાનમાં કોઇ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં કેવળજ્ઞાનના મહાત્સવ કરવા જતા દેવેને જોઇને તે વિચારવા લાગી: અહે ! આવુ રૂપ મેં કયાંક જોયુ છે. કયાં જોયું છે? તે વિચારમાં તન્મય થઇ જતાં તેને §જાતિસ્મરણ જ્ઞાન (પૂર્વ ભવનું સ્મરણ ) થયું. તેના પ્રભાવથી તેણીએ જાણ્યુ કેહું સ્વયં પ્રભા નામની દેવી હતી. લલિતાંગકુમાર મારા ભર્તાર હતા. પરણું તે તેમને જ પરણું. આવા તેણીએ નિશ્ચય કર્યાં. હમણાં તે કયાં હશે ? તેમના મેળાપ થાય તેા સારું. એવું વિચારી તેણીએ મોન ધારણ કર્યું.... માતાપિતાએ અનેક ઉપાયેા કર્યાં પણ શ્રીમતી ખેાલતી નથી. જ્યારે ધાવમાતાએ એકાંત માં પૂછ્યું, ત્યારે તેણીએ પોતાના પૂર્વભવની ધી વાત જણાવીને પાતાના મનની વાત પણ કહી બતાવી. ચતુર ધાવમાતા શ્રીમતીના પૂર્વભવના વૃત્તાંતને એક ચિત્રપટમાં આળેખી, તે ૫૮ લઈ રાજમાર્ગ ઉપર ઊભી રહી.
તેવામાં વજ્રસેન ચક્રવતીના વ ગાંઠ દિવસ આવ્યા તેથી ઘણા રાજાએ અને રાજકુમાર પુડરીગિણી નગરીએ આવ્યા. દુર્દાત નામના રાજકુમારે આ ચિત્રપટ જોઇ વિચાયું કે શ્રીમતીને મેળવવાને આ અવસર સારો છે. એવું વિચારી જાણે મૂર્છા આવી હોય તેમ ઢોંગ
§ જેમ ઘણાં વર્ષોં પહેલાં જોયેલ વસ્તુ ફરી જોવામાં આવે ત્યારે ઘણાં વર્ષો પહેલાંના સ પ્રસંગા દૃષ્ટિ સન્મુખ ખડા થઇ જાય છે, તેમ પૂ`ભવમાં અનુભવેલ કે જોયેલ પદાર્થાને જોતાં તે ભવ યાદ આવે છે. વિચારમાં તન્મયતા વધતાં વધતાં ઘણી તન્મયતા વધે ત્યારે આ જ્ઞાન થાય છે. તે મતિજ્ઞાનને ભેદ છે. આ કાળમાં પણ ઘણાને જાતિસ્મરણ જ્ઞાન થયાના દાખલા જાણવા મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com