________________
[<]
*
વિશ્વજ્યાતિ
જોઈ તેણી તરફ પ્રેમભાવથી આકર્ષાયા. તેની સાથે ક્રીડા કરતાં ઘણેા સમય વીતી ગયા. આયુષ્ય પૂરું થતાં સ્વયં પ્રભા દેવી ચવી ગઇ, તેથી તે લલિતાંગદેવ અત્યંત દુ:ખી થયા. આ તરફ સ્વયંભુદ્ધ મત્રી પણ મહાબળના મૃત્યુ ખાદ વૈરાગ્ય પામી આચાર્ય મહારાજ પાસે દીક્ષા લઇ, સારી રીતે સંયમ પાળીને આ ઇશાન દેવલેાકમાં લલિતાંગ દેવને દૃઢધર્મા નામને મિત્ર-દેવ થયા.
પૂર્વ ભવના પ્રેમને લીધે તે સમયે આવીને લલિતાંગદેવને આશ્વાસન આપી કહેવા લાગ્યો-હે મિત્ર ! સ્ત્રીને માટે આમ ખેદ કરવા તને યુક્ત નથી. લલિતાંગદેવે કહ્યું-મિત્ર ! પ્રાણાના વિરહ સહી શકાય પણ સ્વયં પ્રભાના વિરહ સહન થઈ શકતા નથી. તે સમયે અવધિજ્ઞાન દ્વારા જોઇ દંઢધર્માએ કહ્યું. મિત્ર! તું ખેદ કર નહિં. તારી થનારી પ્રિયા હાલ કયાં છે, તે મેં જાણ્યું છે. સાંભળ-ધાતકીખંડના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને વિષે નંદીગ્રામમાં એક નાગલ નામના દરિદ્રી ગૃહસ્થ રહે છે. તેને નાગશ્રી નામે સ્ત્રી છે. તેણીને ઉપરાઉપરી છ પુત્રીએા થઈ. નાગિલે વિચાર કર્યો કે-જો હવે તેની સ્ત્રી છેાકરીને જન્મ આપશે તે કુટુંબને ત્યાગ કરી પરદેશમાં ચાલ્યે જઇશ,
ક સ ંયોગે નાગશ્રીએ સાતમી વખત પણ છોકરીના જન્મ આપ્યા, તેથી નાગિલ નિરાશ થઇને ગુપ્ત રીતે પરદેશમાં ચાલ્યા ગયે.
‘પડતા પર પાટુ'ની જેમ આવા સંકટ સમયે પતિ પરદેશ ચાલ્યે જવાથી નાગશ્રીને ઘણુ જ દુ:ખ થયું. અને કન્યાનુ નામ પણ ન પાડ્યુ. લેકે તેને નિર્નામિકા કહેવા લાગ્યા.
પારકાં કામ કરી તે ખાલિકા કાળ પસાર કરવા કોઈ ધનવાનના ખાલકના હાથમાં લાડુ જોઈ તેણીએ ગુસ્સે થઈને માતાએ કહ્યું કે-લાડુ ખાવા હોય તે લાકડાંના ભારે લઇ આવ.
લાગી. એક વખત ઉત્સવના દિવસે પાતાની માતા પાસે લાડુ માગ્યે. અખરતિલક પર્વત ઉપર જા અને
ખાલિકા નિોમિકા રડતી રડતી લાકડાંના ભારા લેવા પ ત તરફ ચાલી. તે વખતે પતના શિખર ઉપર યુગ ધર મુનિને કેવળજ્ઞાન થયું હતું. દેવતાઓએ તેમના જ્ઞાન-મહાત્સવ કર્યાં. દેવા અને મનુષ્ય મુનિને વંદન કરી ઉપદેશ સાંભળવા બેઠા. નિર્નામિકાએ પણ વંદન કર્યું' અને ઉપદેશ સાંભળ્યે. પછી તેણે ગુરુને પૂછ્યું “હે ભગવંત! મારા કરતાં વધુ દુ:ખી કઇ છે ?
† જ્ઞાન પાંચ પ્રકારનાં છે. મિત, શ્રુત, અવિધ, મન:પર્યવ અને કેવળ. તેમાંના શરૂઆતનાં ખે જ્ઞાન ઈંદ્રિયે। અને શનની મદદથી ઉત્પન્ન થાય છે, તેથી તે પરાક્ષ જ્ઞાન કહેવાય છે ત્યારે બાકીનાં ત્રણ ઇંદ્રિયાદિની અપેક્ષા વિના આત્મિશક્તિ વધતાં આત્માને પ્રત્યક્ષ થાય છે તેથી તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અવધિજ્ઞાન-મર્યોદા પ્રમાણે રૂપી (રૂપને ધારણ કરનાર ) અથવા દેખી શકાય તેવા પદાર્થોને ઈંદ્રિયાની મદદ વિના જાણી અને દેખી શકે.
* કેવળજ્ઞાની દુનિયાની દૃશ્ય કે અદશ્ય વસ્તુને જાણી શકે છે, જોઇ શકે છે, કેવળ જ્ઞાન જેવું અજોડ જ્ઞાન ખીજું એકેય જ્ઞાન નથી. આ જ્ઞાન એટલે જ્ઞાનની છેલ્લી હદ. જેને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે અવશ્ય મેક્ષે જ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com