________________
[૭]
વિભુ વર્ધમાન
એક વખત શીલંધર નામના કેવળી ભગવાનને પોતાના પિતાની ઉત્પત્તિ પૂછી. કેવળી ભગવાને કહ્યું કે તેના જેવા પાપીને નરક સિવાય બીજી કઈ ગતિ હોય ? સાતમી નરકમાં ગયે છે. તે સાંભળી પાપના ભયથી ડરી પુત્રને રાજ્ય ભળાવી સુબુદ્ધિ મિત્રને કહ્યું કે હું દીક્ષા લઈશ. તમે મારા પુત્રને ધર્મોપદેશ આપજે. ત્યારે સુબુદ્ધિએ કહ્યું-હું પણ તમારી સાથે દીક્ષા લઈશ. મારે પુત્ર તમારા પુત્રને ધર્મોપદેશ આપશે. પછી બનેએ દીક્ષા લીધી. અને ઘણાં વર્ષો સુધી દીક્ષા પાળી મેક્ષમાં ગયા.
હે રાજા! તમારા વંશમાં બીજે દંડક નામે રાજા થયે. તેને મણિમાલી નામે પુત્ર હતે દંડક ચાંદી, રત્ન વિગેરેમાં અત્યંત આસક્ત હતા. તે વસ્તુઓને જોઈને તે રાજી થતો. દુર્યાનથી મારીને તે ભંડારમાં અજગર થયે. ભંડારમાં જે આવે તેને ડસ અને ગળી જતે.
એક વાર મણિમાલી ભંડારમાં ગયે. પૂર્વજન્મના સમરણથી અજગરે તેને કાંઈ ન કર્યું અને શાંત થઈ ગયે તેથી મણિમાલી આશ્ચર્ય પામ્યું. “આ મારો કઈ હિતેચ્છુ છે.” તેમ માન્યું. અજગર સંબંધી કઈ જ્ઞાની મુનિરાજને પૂછતા આ પિતાને પિતા છે, એમ મણિમાલીએ જાણ્યું. ત્યારે તેણે તેની પાસે બેસી ધર્મ સંભળાવ્યું, તેથી શુભ ભાવે મરી તે અજગર દેવ થયે. તે દેવે પિતા પર ઉપકાર કરનાર મણિમાલીને મુક્તાફળને હાર આપે. જે હાર આપના હૃદયપ્રદેશ પર અત્યારે શોભી રહ્યો છે. હે રાજા! આપ હરિશ્ચંદ્રના વંશમાં અને હું સુબુદ્ધિના વંશમાં ઉત્પન્ન થયા છીએ.
હવે અવસર વિના મેં આપને ધમને ઉપદેશ કર્યો તેનું કારણ સાંભળે. મેં નંદનવનમાં બે ચારણ-મુનિઓને જોયા હતા. તેઓને મેં આપનું આયુષ્ય કેટલું છે? એમ પૂછયું. તેઓએ ફક્ત એક માસનું છે એમ કહ્યું, તેથી હે મહારાજ આપને ધર્મ કરવા માટે સમય ઉચિત ને યોગ્ય જ છે.
રાજાએ કહ્યું: મંત્રીશ્વર ! તમે મને જાગૃત કર્યો તે સારું કર્યું. પણ આટલા થોડા સમયમાં હું શી રીતે ધર્માચરણ કરી શકું?
સ્વયંબુદ્ધે કહ્યું–મહારાજ ખેદ ન કરે. એક દિવસ દીક્ષા પાળનાર મોક્ષ મેળવી શકે છે, માટે આપ દીક્ષા લે. મંત્રીની શિખામણ પ્રમાણે પોતાના પુત્રને રાજ્યગાદી પર બેસાડી, દીન અનાથને દાન આપી, જિનમંદિરમાં અદાઈ મહેત્સવ કરી જ્ઞાની ગુરુ પાસે મહાબળ રાજાએ ચારિત્ર લીધું. બાવીશ દિવસનું $અનશન કરી પંચપરમેષ્ઠીના જાપપૂર્વક કાળ કરી ઈશાન દેવલેકના શ્રીપ્રભ નામના વિમાનમાં લલિતાંગકુમાર નામે દેવ થયા.
પાંચમે ભવઃ લલિતાંગ દેવ અવધિજ્ઞાનથી પૂર્વભવનું સ્મરણ થયું અને ધર્મના પ્રભાવથી જ આ સર્વ દેવ-અદ્ધિ મળી છે એમ જાણ્યું. પછી તે દેવ વિલાસભુવનમાં ગયા. ત્યાં સ્વયંપ્રભા નામની દેવીને
પાપનાં ફળ ભોગવવાનું સ્થાન. તે સાત પ્રકારે છે. પહેલી કરતાં બીછમાં, બીછ કરતાં ત્રીજીમાં ઉત્તરોત્તર વધુ દુઃખ હોય છે. ત્યાં ક્ષણવાર પણ સુખ હેતું નથી. દુઃખથી ડરીને નાસી જવા કે મરવા ઈચ્છે, પણ ત્યાં ઉત્પન્ન થયેલ છવ પરાધીનની જેમ કાંઈ કરી શકતો નથી. આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી દુ:ખ ભોગવવું જ પડે છે.
૬ ભજન, પાણી વિગેરેનો ત્યાગ કરી જિંદગી સુધી (જીવે ત્યાં સુધી) ધર્મધ્યાનમાં રહેવું તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com