SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૪ ] વિશ્વજ્યોતિ મૂકવા વગેરે છ પર્યામિએ (શક્તિઆ) ઉત્પન્ન કરે છે અને જીવન પર્યંત તે શક્તિઓનુ પાલન કરે છે. તેમ જ જીવન પૂરું થયે તે વિસર્જન કરે છે; અને નવા જન્મેામાં એ રીતે ક્રિયા થયા કરે છે. આ વસ્તુસ્થિતિમાં કર્માંજન્ય કાય છે; અન્ય કાર્યનું નથી. આત્મા અને ક મળીને આ સંસાર અનાદિકાળથી સરજાયા છે. સરજાય છે અને સરજાશે. જગતકર્તા ઇશ્વર જેવી વચ્ચે કોઈ વ્યક્તિ રડેતી નથી, આ તેમના સજ્ઞ સિદ્ધાંત છે. એમનું તત્ત્વજ્ઞાન નિત્યાનિત્યપણું, એક અનેકપણું, મૂર્ત અમૂ પણું, નિશ્ચય અને વ્યવહાર, દ્રવ્યગુણ, પર્યાય, સાત નયેા, સસભંગીએ, છ દ્રવ્યેા, પાંચ સમવાયા અને જ્ઞાનનિયામ્યાં મોક્ષ:વગેરે સૂક્ષ્મ હકીકતાથી ભરપૂર છે; આઠ કર્માનુ સૂક્ષ્મ સ્વરૂપ બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, સંક્રમણ વગેરે અન્ય દનામાં દૃષ્ટિગોચર થતુ નથી. આ આત્મા સંચાગવશાત્ કર્માંની વિચિત્રતાથી કઈ સ્થિતિએ પહોંચે છે, કેવા દુ:ખ અનુભવે છે, જીવન વિકાસના માર્ગમાં આવ્યા છતાં કેવી રીતે અધ:પતનના ઊંડા ખાડામાં પટકાઈ પડે છે, અને પછી કેવા પુરૂષાર્થ અને કેવું અપૂવી તારવી સંપૂર્ણ ઉન્નતિના શિખરે પહોંચે છે, એ દૃષ્ટાંત શ્રી મહાવીર પ્રભુનું મુખ્ય અને અદ્ભુત છે. નયસારના ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પછી વમી નાખ્યું. પરંતુ જેમ બીજને ચન્દ્રમા પૂર્ણિમા બની જાય છે તેમ આખરે તીર્થંકરપણું પ્રાપ્ત કર્યું, તે વચ્ચેના છવ્વીસ જન્મા એમના જીવનમાંથી મનનપૂર્વક સમજવાથી કર્મ અને આત્માની લડાઇમાં છેવટે આત્માને જય થાય છે. કેમકે એમને પુરુષા ક્રમેક્રમે બળવાન થતા ગયા અને સત્તાવીસમા ભવમાં તી કરપણું પ્રાપ્ત કર્યું. છેવટે કાઁ ઉપર વિજય મેળવી સ્વતંત્ર મુક્તિપદ પ્રાપ્ત કર્યું અને આપણને પૂજ્ય બન્યા. સંસારમાં અનેક જીવે જન્મે છે અને મૃત્યુ પામે છે, તે તે! સામાન્ય ક્રમ છે. તેને ઊહાપા હેતા નથી, પરંતુ વિપત્તિના પહાડ તૂટી પડ્યા હાય, મરણાંત કષ્ટો, ઉપસર્વાં એક પછી એક આવતા હોય, એક વખત ઉન્નતિના શિખરે ગયા પછી અધઃપતનના ખાડામાં પડ્યા રહેવુ હાય છતાં હિમ્મતપૂર્વક, આત્મશ્રદ્ધાપૂર્વક, પુરુષા પૂર્વક અડગપણે કોઈની પણ દયાની ભિક્ષા માગ્યા વગર દેવ કે ઈંદ્રની સહાયની અપેક્ષા વગર આ ધ્યાન કે રૌદ્રધ્યાન કર્યા વગર ઉપસર્ગ કરનાર પાપી વ્યક્તિએ ઉપર પણ અનુક ંપા ચિંતવીને પોતે કરેલાં પૂર્વ કર્મોના ફળ સમજી તેને બહાદુરીથી ભાગવી, ઉન્નત અને દિવ્ય આધ્યાત્મિક જીવન જીવી, સંસારના અનેક પ્રાણીઓનુ કલ્યાણ કરી મુક્તિસ્થાનમાં પધાર્યાં છે. આવું મહાન અને પ્રભાવશાળી વ્યાપક જીવન વીર પરમાત્માનું છે. આ રીતે પોતાના આત્માના સ ંપૂર્ણ વિકાસ સાધી ઉન્નતિના શિખરે ચડનાર આત્માએ જ મહાપુરુષા અને વિશ્વવદ્ય બને છે. પરમાત્મા મહાવીરે કહ્યુ છે કે મારી પાસે મુક્તિ કે મેક્ષ નામની કેાઈ ચીજ નથી કે હું તમને આપી શકું, પણ તમા સમ્યગ્ દર્શન-જ્ઞાન અને ચારિત્રના માર્ગે ચાલવા પ્રયત્ન કરશે; જિનપ્રતિમા અને જિનાગમનું આલખન લેશે, ગુષ્ટિ રાખી સમભાવની વૃદ્ધિ કરશે, જ્ઞાન અને ક્રિયા ઉભયની સાધનાકરશે, સાત નયાને સાપેક્ષ રાખી, ખંડનાત્મક પ્રવૃત્તિથી દૂર રહી અનેકાંતવાદ સ્વીકારશેા, અહિંસા, તપ, ત્યાગ અને સંયમમાં પુરૂષાર્થ કરશે; શ્રદ્ધાબળ, જ્ઞાનખળ, ચારિત્રમળ અને ધ્યાનબળના આત્મામાં વિકાસ કરતા રહેશેા અને ભવાંતર માટે પણ શુભ-સંસ્કારો લેતા જશે તેા અવશ્ય આ અનાદ્યન ંત સંસારનેા તમારે માટે છેડા આવશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy