________________
વિભું વધ માન
[ ૧૮૩ ]
દેવ, મનુષ્ય કે અસુરની સભામાં વાદને વિષે પરાજય ન પામે એવા પ્રકારના ચારસ વાદીઓ હતા.
શ્રમણ ભગવાન મહાવીરના સાતસે શિષ્યા અને ચૌદસે સાધ્વીએ મુક્તિ પામ્યા યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયાં.
અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિએ આગામી ભવમાં સિદ્ધ થવાના હોવાથી જેનુ કલ્યાણ છે એવા આઠસા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા પ્રભુને થઇ.
પ્રભુ મહાવીરના શાસનમાં શ્રી મહાવીર પરમાત્માને કેવલજ્ઞાન થયા પછી ચાર વર્ષે મેાક્ષમાગ ચાલુ થયે તે તેમના પટ્ટધર ત્રીજા પુરુષ સુધી શ્રી જંબુસ્વામી સુધી મેક્ષમાર્ગ ચાલુ રહ્યો.
શ્રી વીર પ્રભુના નિર્વાણ પછી ખાર વર્ષે ગોતમસ્વામી, વીસ વર્ષે સુધર્માંસ્વામી અને ચાસઠ વર્ષે શ્રી જંબુસ્વામી મેક્ષે ગયા ત્યારપછી દશ વસ્તુઓ વિચ્છેદ ગઇ—
(૧) મનઃપ`વજ્ઞાન. ( ૨ ) પરમાધિ, કે જેના ઉત્પન્ન થયા પછી એક અંતર્મુહૂત ની અંદર કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ( ૩ ) પુલાક લબ્ધિ, જેનાથી ચક્રવર્તીના સૈન્યને પણ ચૂરા કરી શકાય. ( ૪ ) આહારક શરીર લબ્ધિ. ( ૫ ) ક્ષપકશ્રેણી. ( ૬ ) ઉપશમશ્રેણી. (૭) જિનકલ્પ. ( ૮ ) સંયમત્રિક-પરિહાર વિશુદ્ધિ-સૂક્ષ્મ સ’પરાય અને યથાખ્યાત ચારિત્ર લક્ષણ ( ૯ ) કેવળજ્ઞાન અને (૧૦) મેક્ષ મા.
વિષ્ણુ વમાનના જીવન-સિદ્ધાંતાની વિશિષ્ટતા
પ્રભુ મહાવીરના જીવનના એકેએક પ્રસ’ગો એટલા આકર્ષીક છે કે તેના વિચારમાત્ર આશ્ચર્યચકિત બનાવી મૂકે છે. એમની અહિંસા આકાશની સમાન વ્યાપક અને સૂક્ષ્મ છે; એમની તપશ્ચર્યા અને સહનશક્તિ અનુપમ છે; એમની ગૃહસ્થ અને સાધુસ ઘની વ્યવસ્થાપકતા– ખંધારણ મહાન રાજનીતિજ્ઞાને પણ મુગ્ધ કરે એવી છે.
પરમાત્મા મહાવીર પાસે કેવલજ્ઞાનરૂપ યેતિ હતી, તેમાંથી ગણધર મહારાજાએ રૂપ અનેક દીપજ્યોતિ પ્રકટી, કેવલજ્ઞાનના બિંદુરૂપ દ્વાદશાંગીનું જ્ઞાન એમણે જગત્ સમક્ષ મૂકયું; ત્રીજા ભવમાં મન-વચન-કાયાની પવિત્રતાથી રામરાયની વિકસ્વરતાપૂર્વક ‘સર્વિ જીવ કરું શાસન રસી 'ની ભાવનાના જે સંકલ્પ વી†લ્લાસપૂર્વક કર્યાં હતેા તેના પુણ્યાનુષી પુણ્યથી તીર્થંકરપણું પ્રાપ્ત થતાં કેવલજ્ઞાનના સારભૂત દ્વાદશાંગીના સૂત્રો જગત સમક્ષ મૂકવા જે હજારા વર્ષો સુધી ભવ્યાત્માએ ગ્રહણ કરશે અને મુક્તિ માટે જન્મજન્માંતરમાં પ્રયાણ કરશે. * ઉપાશ્ર્ચયધ્રૌવ્ય યુń સત્' એ સારભૂત સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જગતના તમામ પદાર્થાં અનાદિ હોવા છતાં ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, પણ સત્તારૂપે અચળ રહે છે; આ વિજ્ઞાન એમણે વર્ષો પહેલાં જનસમાજ સમક્ષ મૂક્યું.
મહાન ઇશ્વર શ્રી મહાવીરે જગત બનાવ્યું નથી પણુ જગતનું સ્વરૂપ બતાવ્યું છે; આત્મા પોતે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છે; માતાના ગર્ભમાં આવી પાતે જ આહાર લેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com