________________
[૧૮૨]
વિશ્વતિ શ્રતનો ઉપયોગ ન દીધું. એ નિર્મોહીને તે વળી મારી પર શાને મેહ હેય? ખરેખર હું પિત જ મેહમાં પડ્યો છું. મારા આ એકપક્ષી નેહને ધિક્કાર છે! મારે એવા સ્નેહનો
આ ક્ષણે જ ત્યાગ કર જોઈએ. વસ્તુત: મારૂં કેણુ છે? હું એકલો છું. મારૂં કઈ જ નથી. તેમ હું પણ કેઈનો નથી.” આવી રીતે સમભાવના વિષે આરૂઢ થતાં શ્રી ગૌતમસ્વામીને પણ તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું
પ્રાત:કાળમાં ઇંદ્રાદિએ આવીને મહોત્સવ કર્યો. મેક્ષમાર્ગમાં પ્રવર્તેલા સાધકને સ્નેહ એ વજીની સાંકળ સમાન છે. જ્યાં સુધી શ્રી વીર પ્રભુ જીવતા રહ્યા ત્યાં સુધી તેમના પર નેહ ધરાવનાર શ્રી ગૌતમસ્વામી કેવળી ન થઈ શકયા. પરંતુ એકંદરે ગૌતમસ્વામીને બધું સવળું પડી ગયું. એ એક આશ્ચર્યની વાત છે.
તેમને પ્રચંડ ગર્વ–પાંડિત્યનું અભિમાન તેમને પ્રભુ પાસે ખેંચી ગયું અને ત્યાં બંધ પામ્યા. એટલે એક રીતે અહંકાર જ તેમને પ્રતિબોધમાં સહાયક નીવડ્યો, તેમને રાગ પ્રભુ ભક્તિમાં પરિણમ્ય અને પ્રભુના વિરહમાંથી ઉદ્ભવેલે ખેદ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત થયે. શ્રી ગૌતમસ્વામી બાર વરસ સુધી કેવળી પર્યાય પાળી, સુધર્માસ્વામિને લાંબા આયુષ્યવાળા જાણી તેમને ગણું સોંપી મે સીધાવ્યા.
કાર્તિક સુદ એકમને દિવસે દેવેએ શ્રી ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મહત્સવ કર્યો ત્યારથી તે દિવસ પણ લેકેમાં આનંદ ઉત્સવમય ગણાય. પ્રભુના મોટાભાઈ નંદિવર્ધન રાજા પ્રભુનું નિર્વાણ થયેલું સાંભળી અત્યંત ખિન્ન થયા, એ ખિન્નતા ટાળવા તેમની બહેન સુદર્શનાએ તેમને સમજાવી કાર્તિક સુદ બીજને દિવસે આદર સહિત પિતાને ઘેર બોલાવી ભેજન કરાવ્યું, ત્યારથી “ભાઈબીજ ” નામનું પર્વ પ્રવત્યું.
સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકાની સંપદા શ્રમણ ભગવાન મહાવીરને ઇન્દ્રભૂતિ વિગેરે ચૌદ હજાર સાધુઓ હતા. આર્ય ચંદનબાળા વિગેરે છત્રીસ હજાર સાધ્વીઓ હતી. શંખ શતક વિગેરે એક લાખ અને ઓગણસાઠ હજાર શ્રાવકે હતા. અને સુલસા, રેવતી વિગેરે ત્રણ લાખ અને અઢાર હજાર શ્રાવિકાઓ હતી. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની એટલી ઉકષ્ટ સંપદા પ્રભુને હતી.
ભગવાનને ત્રણ ચૌદપૂવ હતા. ચૌદપૂવી અસવા હેવા છતાં સર્વજ્ઞ જેવા જ હેય. અકારાદિ સર્વ અક્ષરના સંયોગને જાણે, સર્વજ્ઞની જેમ સાચી પ્રરૂપણ કરે. ભગવાનને અતિશયે એટલે આમષધી વિગેરે લબ્ધિઓને પ્રાપ્ત થયેલા તેરસ અવધિજ્ઞાનીઓ હતા.
સંપૂર્ણ–સંભિન્ન શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા સાતસે કેવલજ્ઞાનીઓ હતા. પિતે દેવ ન હોવા છતાં દેવની ઋદ્ધિને પ્રાપ્ત થયેલા–દેવની અદ્ધિ વિમુર્વવાને સમર્થ એવા વૈક્રિય લબ્ધિવાળા સાતસે મુનિએ પ્રભુને હતા.
અઢીદ્વીપ અને બે સમુદ્રને વિષે રહેલા પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયના મને ગત ભાવને જાણનારા, પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com